• Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • IPL 2021| CSK Vs KKR FINAL | Kolkata Won The Toss And Elected To Bowl; Dhoni Became The First Player To Captain In 300 T 20 Matches

મહેન્દ્ર'સિંહ' ધોની અભી 'બુઢા' નહીં હુઆ:ધોનીના સુપર કિંગ્સનો 27 રનથી ભવ્ય વિજય, શાર્દૂલે 3 તથા હેઝલવુડ-જાડેજાએ 2-2 વિકેટ લીધી

2 મહિનો પહેલા

IPL-2021માં આજે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKRએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 192 રન કર્યા હતા. તેવામાં કોલકાતાએ વિસ્ફોટક શરૂઆત પછી બેક ટુ બેક વિકેટ્સ સાથે મેચ પણ ગુમાવી હતી. KKRએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. CSK અને કેપ્ટન ધોનીએ 27 રનથી મેચની સાથે આ ચોથી IPL ટ્રોફી જીતી છે. 2021ની પહેલા ચેન્નઈએ 2010, 2011 અને 2018માં IPL ટ્રોફી જીતી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

વિસ્ફોટક શરૂઆત પછી કોલકાતાનો ધબડકો

 • કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર્સને શરૂઆતમાં ઘણા જીવનદાન મળ્યા હતા, પરંતુ ધોની એન્ડ કંપની ત્યારપછી વળતો જવાબ આપ્યો હતો.
 • શાર્દૂલ ઠાકુરે ઈનિંગની 11મી ઓવરમાં બેક ટુ બેક વેંકટેશ અય્યર અને નીતીશ રાણાની વિકેટ લઈને ચેન્નઈને ગેમમાં વાપસી કરાવી હતી.
 • કોલકાતાએ એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી હોવા છતા નરેન આક્રમક શોટ રમવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જેનો ફાયદો ઉઠાવીને હેઝલવુડની ઓવરમાં તે ડીપ મિડ વિકેટ પર કેચ આઉટ થયો હતો.
 • કોલકાતાએ 2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પોતાના જ પગ પર કુહાડી મારી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

10મી ઓવરમાં થઈ જોવા જેવી, ગિલનો કેચ થયો પણ નોટઆઉટ
મહેન્દ્ર સિંહ ધોનીએ 10મી ઓવર કરવા માટે રવીંદ્ર જાડેજાને પસંદ કર્યો હતો. જેના ત્રીજા બોલ પર સ્લોગ સ્વીપ મારવા જતા શુભમન ગિલના બેટ સાથે યોગ્ય સંપર્ક ના થતા ચેન્નઈના ફિલ્ડિર રાયડુએ કેચ પકડી લીધો હતો. પરંતુ આ બોલ ફંટાઈ જતા ફિલ્ડ અમ્પયારે સ્પાઈડર કેમ સાથે તેનો સંપર્ક થયો છે કે નહીં તેની ચકાસણી કરવા માગ કરી હતી. જેમાં બોલ સ્પાઈડક કેમના વાયર સાથે ટચ થયો હોવાથી બેટરને નોટઆઉટ જાહેર કરાયો હતો. એટલું જ નહીં આને ડેડ બોલ જાહેર કરીને ગિલને વધુ એક તક મળી હતી.

ધોનીએ 2 વાર વેંકટેશને જીવનદાન આપ્યુ

 • મહેન્દ્ર સિંહ ધોનીએ ઈનિંગની બીજી ઓવરમાં વેંકટેશ અય્યરનો સરળ કેચ છોડ્યો હતો.
 • ચેન્નઈના જોશ હેઝલવુડે ઈનિંગની બીજી ઓવરના ત્રીજા બોલ પર ઓફ સ્ટમ્પ બહાર શોર્ટ બોલ નાંખ્યો હતો. જેને કટ મારવા જતા વેંકટેશ અય્યરનો કેચ ધોની પાસે ગયો હતો, પરંતુ ધોનીએ બોલ આવે તેની પહેલા ગ્લવ્સ બંધ કરી દેતા 0 રન પર અય્યરને જીવન દાન મળ્યું હતું.
 • હેઝલવુડના બીજા જ બોલ પર સિક્સ મારીને વળતો જવાબ આપ્યો હતો.
 • ધોનીએ શાર્દૂલ ઠાકુરની ઓવરના પાંચમા બોલ પર ફરીથી વેંકટેશ અય્યરનો કેચ છોડ્યો હતો.
 • આ વખતે શાર્દૂલે શોર્ટ બોલ નાખ્યો હતો જેને પુલ મારવા જતા બેટની અપર કટ લઈને બોલ સીધો ધોની પાસે ગયો હતો. ધોનીએ જંપ કરી બોલને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ગ્લવ્સને ટચ થઈને બોલ સીધો બાઉન્ડરી લાઈનને બહાર જતો રહ્યો હતો. આ સમયે અય્યર 21 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

KKRના બંને ઓપનર્સના કેચ છૂટ્યા

 • હેઝલવુડની ઈનિંગની ત્રીજી ઓવરનો પહેલો બોલ વાઈડ ગયો હતો. ત્યારપછીના બોલ પર ગિલે ઓફ સ્ટમ્પ બહારના લેન્થ બોલ પર ડ્રાઈવ મારી હતી.
 • જેનો સીધો કેચ મિડ ઓફના ફિલ્ડર શાર્દૂલ ઠાકુર પાસે ગયો હતો, જે તે પકડી શક્યો નહોતો.
 • જોકે ગિલનો આ કેચ એક હાફ ચાન્સ હતો પરંતુ ફાઇનલ મેચમાં આવા કેચ પકડીને જ મેચ જીતી શકાય છે.

કોલકાતાએ બંને ફાઇનલમાં 190+ રન ચેઝ કર્યા
ચેન્નઈ સુપર કિંગ્સે જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપી કોલકાતાને અઘરો કોયડો ઉકેલવા આપી દીધો છે. પરંતુ તમને જણાવી દઈએ કે કોલકાતાએ 190+ રનનો ટાર્ગેટ બંને ફાઇનલમાં ચેઝ કર્યો છે. 2012માં KKRએ ચેન્નઈ વિરૂદ્ધ 192/5 તથા પંજાબ વિરૂદ્ધ 200/7 રન કરી ટાઈટલ પોતાને નામ કર્યું હતું.

બીજી વિકેટ ગુમાવ્યા છતા ચેન્નઈની વિસ્ફોટક બેટિંગ

 • 124 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હોવા છતાં ડુપ્લેસિસ અને મોઈન અલીએ વિસ્ફોટક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
 • ડુપ્લેસિસ અને મોઈન અલીએ 30 બોલમાં 50+ રનની પાર્ટનરશિપ પણ પૂરી કરી હતી.
 • બંને ખેલાડી વચ્ચે 68 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જેની સહાયથી ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લી પાંચ ઓવરમાં 1 વિકેટના નુકસાને 61 રન કર્યા હતા.

ચેન્નઈએ DRSની સાથે બીજી વિકેટ પણ ગુમાવી
14મી ઓવરમાં રિવર્સ સ્વીપ મારવા જતા રોબિન ઉથપ્પા LBW થયો હતો. સુનીલ નરેને ઓફ સ્ટમ્પ પર લેન્થ બોલ ફેંક્યો હતો જે રોબિન ઉથપ્પા ચૂકી જતા પેવેલિયન ભેગો થયો હતો. જોકે ફિલ્ડ અમ્પયારે તેને આઉટ આપ્યો હોવા છતાં તેને DRSનો ઉપયોગ કર્યો હતો. જેના રિપ્લેમાં સ્પષ્ટપણે વિકેટ હિટિંગ આવતા ચેન્નઈએ બીજી વિકેટની સાથે DRS પણ ગુમાવ્યો હતો.

મિડલ ઓવર્સમાં ફાફ ડુપ્લેસિસ અને રોબિનની વિસ્ફોટક બેટિંગ

 • પહેલી વિકેટ ગુમાવ્યા બાદ પણ ચેન્નઈના ઓપનર ફાફ ડુપ્લેસિસે તોફાની બેટિંગ કરીને આ સિઝનની છઠ્ઠી ફિફ્ટી નોંધાવી હતી.
 • 12મી ઓવરના પાંચમા બોલ પર રોબિન ઉથપ્પાને જીવનદાન મળ્યું હતું. સુનીલ નરેને પોતાની બોલિંગમાં ઉથપ્પાનો કેચ છોડ્યો હતો.
 • ચેન્નઈના ડુપ્લેસિસ-રોબિને વિસ્ફોટક બેટિંગ કરી 26 બોલમાં 50+ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી

ચેન્નઈએ ટોસ હારી મજબૂત શરૂઆત કરી

 • IPLની ટાઈટલ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ટોસ હાર્યો હતો. જેના પરિણામે પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના ઓપનર્સે મજબૂત શરૂઆત કરી હતી.
 • CSKના બંને ઓપનર્સે પાવરપ્લે સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વગર 50 રનનો સ્કોર કર્યો હતો.
 • 9મી ઓવરના પહેલા બોલ પર ઋતુરાજ ગાયકવાડ લોફ્ટેડ શોટ મારવા જતા લોન્ગ ઓફ પર કેચ આઉટ થયો હતો. તેને સુનીલ નરેને 32 રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો હતો.

ધોનીની કેપ્ટન તરીકે 300મી મેચ
મહેન્દ્ર સિંહ ધોની T-20 કેપ્ટન તરીકે આજે પોતાની 300મી મેચ રમી રહ્યો છે. ધોની આ ફોર્મેટમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો છે.

2012મા ચેન્નઈ સુપર કિંગ્સનો પરાજય થયો હતો

 • IPL 2012ની ફાઇનલ મેચમાં ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
 • સુરેશ રૈનાએ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 38 બોલમાં 73 રન કર્યા હતા.
 • આની સાથે જ માઇક હસીએ 43 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની સહાયથી 54 રન કર્યા હતા.
 • રૈના અને માઈક હસીના આધારે ચેન્નાઇએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 190 રન કર્યા હતા.

ફાઇનલમાં KKRનો 100% રેકોર્ડ
ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રદર્શનના રેકોર્ડની વાત કરીએ તો કોલકાતાએ 2012 અને 2014ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં આ બંને વખત ટીમે વિપક્ષી ટીમને હરાવી ટાઈટલ જીત્યું હતું. જેથી ફાઇનલમાં કોલકાતાનો વિનિંગ રેટ 100% છે.

વેંકટેશ અય્યર કોલકાતા માટે વરદાન સમાન
ફેઝ-2માં કોલકાતાની કાયાપલટ પાછળ વેંકટેશ અય્યરનો રોલ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. ફેઝ-1માં તક ન મળી હોવાથી વેંકટેશ અય્યરે ફેઝ-2માં પોતાનું બેસ્ટ આપ્યું હતું. અય્યરે આ સીઝનમાં 9 મેચમાં 40ની એવરેજથી 320 રન કર્યા છે.

બંને ટીમની પ્લેઇંગ-11

 • CSK: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
 • KKR: શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરેન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

મેચની જાણકારી, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે15 ઓક્ટોબર 2021- (20 ઓવર)
અમ્પાયર્સનિતીન મેનન, રિચર્ડ ઈલિંગવર્થ
ટીવી અમ્પાયર્સસુંદરમ રવિ
રિઝર્વ અમ્પાયર્સવિરેન્દ્ર શર્મા
મેચ રેફરીજવગલ શ્રીનાથ
ટોસકોલકાતાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...