તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL પર કોરોનાનું સંકટ:4 શહેરોમાં 31 મેચ બાકી, ત્યાંની કોરોનાની સ્થિતિને જાણો; બેંગ્લોર અને કોલકાતામાં દરરોજ 10 હજારથી વધુ સંક્રમિત મળી આવે છે

3 દિવસ પહેલા
 • કૉપી લિંક
IPL 2021 પર સંકટના વાદળો છવાઈ ગયા છે. - Divya Bhaskar
IPL 2021 પર સંકટના વાદળો છવાઈ ગયા છે.
 • IPL ટૂર્નામેન્ટમાં હજુ પણ ફાઈનલ સહિત 31 મેચ યોજાવાની બાકી છે

IPL 2021 સીઝન પર કોરોનાએ કહેર વરસાવ્યો છે. આ સીઝનમાં માત્ર 29 મેચ રમાયા હતા કે સોમવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સના 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે મેનેજમેન્ટે KKR અને RCB વચ્ચે યોજાનારી મેચ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. IPLમાં અત્યાર સુધી 7 ખેલાડી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

ટૂર્નામેન્ટમાં હજુ પણ ફાઈનલ સહિત 31 મેચ યોજાવાની બાકી છે. આ મેચ 4 શહેર અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં યોજાવાની હતી. આ ચારેય શહેરમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે. બેંગ્લોરમાં 15 એપ્રિલ અને કોલકાતામાં 21 એપ્રિલથી દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ રવિવારના રોજ 20,394 લોકો કોવિડ પોઝિટિવ આવ્યા હતા. ત્યાં, અમદાવાદમાં 20 એપ્રિલ પછી દરરોજ 5 હજાર કેસ સામે આવી રહ્યા છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં બેંગ્લોર અને ઓઈન મોર્ગન વચ્ચેની મેચ સોમવારે યોજાવાની હતી, જે કોરોનાને કારણે સ્થગિત રાખવામાં આવી હતી.
વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં બેંગ્લોર અને ઓઈન મોર્ગન વચ્ચેની મેચ સોમવારે યોજાવાની હતી, જે કોરોનાને કારણે સ્થગિત રાખવામાં આવી હતી.

IPL 2021 સીઝનની 31 મેચના વેન્યૂ

અમદાવાદમાં ફાઈનલ સહિત 7 મેચ બાકી
અહીંયા કોલકાતા અને બેંગ્લોર વચ્ચે મેજ યોજાવા જઈ રહી હતી, જે સ્થગિત કરવામાં આવી હતી. અહીં 6 મે બેંગ્લોર અને પંજાબ અને 8મી મેએ કોલકાતા અને દિલ્હી વચ્ચે મેચ યોજાવાની હતી. એની સાથે ફાઈનલ સહિત પ્લે ઓફ પણ યોજાવાના હતા. અત્યારે જોવા જઈએ તો અહીંયા આશરે 100 ખેલાડીઓ ભેગા થયા છે. મીડિયાના અહેવાલના આધારે 2 કોલકાતાના ખેલાડી સિવાય પંજાબ કિંગ્સમાંથી પણ 1 ખેલાડી કોવિડ પોઝિટિવ છે.

કોરોનાની પરિસ્થિતિ
અમદાવાદમાં 20 એપ્રિલ પછી દરરોજ 5 હજાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. 11 એપ્રિલ પછી રોજ 20 લોકોના મૃત્યુ પણ થયા છે. આજથી લગભગ 1 મહિના પહેલા એટલે કે 2 એપ્રિલના રોજ અહીંયા કુલ 73,875 સંક્રમિત મળ્યા છે. 2 મેથી અહીંયા આ આંકમાં વધારો નોંધાયો છે અને જે વધીને 1.76 લાખ થઈ ગયો છે. એટલે કે અમદાવાદમાં પ્રત્યેક દિવસે સામે આવતા કેસોમાં 238%નો વધારો નોંધાઈ રહ્યો છે.

દિલ્હીમાં 4 મેચ બાકી
દિલ્હીમાં પણ 4 મેચ થવાની છે. જેના માટે ચાર ટીમ હૈદરાબાદ, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નઈના લગભગ 100 ખેલાડીઓ આ શહેરમાં રોકાયા છે. મીડિયાના અહેવાલો પ્રમાણે લક્ષ્મીપતિ બાલાજી સહિત ચેન્નઈના સ્ટાફના રવિવાર કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ જ્યારે સોમવારે રેપિડ ટેસ્ટ કરાવ્યા ત્યારે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આમ ચેન્નઈની ટીમમાં અહેવાલોના આધારે ફોલ્સ પોઝિટિવ રિપોર્ટની ઘટના પરિણમી હતી.

દિલ્હીમાં 17 એપ્રિલથી રોજ 20 હજાર પોઝિટિવ મળે છે
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે 20,394 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યાં 17 એપ્રિલથી રોજ 20 હજારથી વધુ કેસ સામે આવતા રહે છે. એક મહિના પહેલાની વાત કરીએ તો દિલ્હીમાં 2 એપ્રિલના રોજ આશરે 6.69 લાખ લોકો કોરોના સંક્રમિત હતા, આ આંકડો 2 મે વધીને 11.95 લાખને વટાવી ગયો હતો. એટલે કે પ્રત્યેક દિવસે પ્રાપ્ત થતા કોરોના સંક્રમિતોના આંકમાં 178%નો વધારો નોંધાયો હતો. અત્યારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલના આધારે લક્ષ્મીપતિ બાલાજી સહિત CSKના સ્ટાફના 3 લોકોનો રિપોર્ટ ફોલ્સ પોઝિટિવ આવ્યો હતો.
મીડિયા અહેવાલના આધારે લક્ષ્મીપતિ બાલાજી સહિત CSKના સ્ટાફના 3 લોકોનો રિપોર્ટ ફોલ્સ પોઝિટિવ આવ્યો હતો.

બેંગ્લોરઃ 10 મેચ બાકી
બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધી એક પણ મેચ રમાઈ નથી. અહીંયા 9 મેથી 4 ટીમ ચેન્નઈ, પંજાબ, મુંબઈ અને કોલકાતા વચ્ચે 10 મેચ યોજાવા જઈ રહી છે. જેની પ્રથમ મેચ ચેન્નઈ અને પંજાબ વચ્ચે રમાશે.

કોરોનાની પરિસ્થિતિ
બેંગ્લોરમાં 2 એપ્રિલે લગભગ 4.41 લાખ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા, આ આંક 2 મેના રોજ વધીને 7.97 લાખને પાર થઈ ગયો હતો. એટલે કે પ્રત્યેક દિવસે પ્રાપ્ત થતા સંક્રમિતોમાં 181%નો વધારો નોંધાયો હતો. આ શહેરમાં 15 એપ્રિલથી દરરોજ 10 હજાર કેસ સામે આવે છે. અહીંયાનો મૃત્યુઆંક 6600ને વટાવી ચૂક્યો છે.

કોલકાતાઃ 10 મેચ બાકી
કોલકાતાના ઈડન ગાર્ડનમાં અત્યાર સુધી સીઝનની એક પણ મેચ યોજાઈ નથી. અહીંયા 9 મેના રોજ બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને રાજસ્થાન વચ્ચે મેચ યોજાવાની છે. પ્રથમ મેચ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે યોજાશે.

કોરોનાની પરિસ્થિતિ
કોલકાતામાં એક મહિના પહેલા 2 એપ્રિલના રોજ આશરે 5.90 લાખ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે 2મેના રોજ વધીને 8.63 લાખ થઈ ગયા હતા. કોલકાતામાં પ્રત્યેક દિવસે સામે આવતા કેસમાં 146%નો વધારો જોવા મળ્યો હતો. કોલકાચામાં 21 એપ્રિલથી રોજના 10 હજાર સંક્રમિત કેસ મળી રહ્યા છે. અહીંયા હમણાં જ ચૂંટણીનું આયોજન કરાયું હતું. ચૂંટણી પૂરી થતાની સાથે જ કોલકાતામાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

ખેલાડીઓની સુરક્ષાના ઉપાયો

 • દરેક ટીમ અલગ-અલગ હોટલમાં રહેશે. હોટલમાં બાયો-બબલ BCCIની ગાઈડ લાઈનમાં જણાવ્યા પ્રમાણે કરવો.
 • દિલ્હી સરકારના હોટલોને કોવિડ સેન્ટર બનાવવાની નિર્ણયની અસર નહી જણાય. દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલથી નજીક આવેલી હોટલને કોવિડ સેન્ટરમાં બદલવામાં આવ્યું છે. તેવામાં દરેક ટીમને આ પ્રકારની હોટલથી દૂર રહેવાની સુવિધા કરવામાં આવી છે.
 • સ્ટેડિયમમાં 200થી વધારે લોકો નહીં હોય, એમાં 3 ઝોન બનાવ્યા છે.
 • ઝોન-1માં ખેલાડીઓ અને ઓફિશિયલ્સ રહેશે. જ્યાં કોઈને પણ જવાની અનુમતિ નથી આપવામાં આવતી.
 • ઝોન-2માં બ્રોડકાસ્ટિંગ ટીમ રોકણ કરશે. ત્યાં પણ અન્ય કોઈને આવવાની અનુમતિ નથી.
 • ઝોન-3માં DDCA અને BCCIના અધિકારીઓ રહેશે. અહીંયા ઝોન-1 અને ઝોન-2માંથી કોઈપણ આવી શકશે નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો