KKRની ટીમ ફાઇનલમાં પહોંચી:રસાકસી બાદ કોલકાતાનો 3 વિકેટથી ભવ્ય વિજય, રાહુલ ત્રિપાઠીએ સિક્સ મારી મેચ જીતાડી; અશ્વિને છેલ્લી ઓવરમાં 2 વિકેટ લીધી

12 દિવસ પહેલા

કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં એક સમયે એક તરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જીતાડી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

KKRની આક્રમક શરૂઆત, છેલ્લી 3 ઓવરમાં દિલ્હીનો બાઉન્સ બેક

  • 136 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકાતા ટીમની શરૂઆત ઘણી આક્રમક રહી હતી. ટીમના બંને ઓપનર વેંકટેશ અને શુભમન વચ્ચે પહેલી વિકેટ માટે 96 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
  • આ દરમિયાન વેંકટેશ અય્યરે મેચ વિનિંગ ફિફ્ટી પણ નોંધાવી હતી. જોકે તે 55 રનના સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો.
  • 123 રન પર કોલકાતાની બીજી તથા 125ના સ્કોર પર ત્રીજી વિકેટ પડી હતી. જેમાં પહેલા નીતીશ રાણા અને પછી શુભમન ગિલ પેવેલિયન ભેગો થયો હતો.
  • અશ્વિને છેલ્લી ઓવરમાં બેક ટુ બેક વિકેટ લઈને દિલ્હીને મેચમાં વાપસી કરાવી હતી. પરંતુ રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKR ટીમને મેચ જીતાડી હતી.

ટોસ હાર્યા પછી દિલ્હીની ખરાબ શરૂઆત

  • દિલ્હી કેપિટલ્સની ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ખરાબ શરૂઆત રહી હતી.
  • વરુણ ચક્રવર્તીએ ઈનિંગની પાંચમી ઓવરમાં પૃથ્વી શોને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • આ મેચમાં કોલકાતાએ પોતાની પ્લેઇંગ-11માં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી, પરંતુ દિલ્હીએ ટોમ કરનની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસને ટીમમાં સામેલ કર્યો છે.
  • પાવરપ્લે સુધી દિલ્હીનો સ્કોર 38/1 રહ્યો હતો
  • પહેલી વિકેટ માટે પૃથ્વી શો અને શિખર ધવન વચ્ચે 32 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
  • પહેલી 10 ઓવર સુધી દિલ્હીનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 65 રન હતો.
  • બીજી વિકેટ માટે ધવન અને માર્કસ સ્ટોઈનિસ વચ્ચે 44 બોલમાં 39 રનની પાર્ટનરશિપ નોંધી હતી.

8માંથી 6 મેચમાં કોલકાતા જીત્યું
કોલકાતાની ટીમ ફેઝ-2માં શાનદાર ફોર્મમાં છે. તેણે 8માંથી 6 મેચમાં જીત મેળવી છે. 28 સપ્ટેમ્બરે દિલ્હી સામેની મેચમાં કોલકાતાએ 3 વિકેટથી જીત મેળવી હતી.

દિલ્હીએ ફાઇનલમાં પહોંચવાની પહેલી તક ગુમાવી હતી
દિલ્હીની ટીમે આ સિઝનમાં સારુ પ્રદર્શન કર્યું છે અને લીગ મેચ પછી પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર રહી હતી, પરંતુ દિલ્હીને ફાઇનલમાં જગ્યા મેળવવા માટે પહેલી તક ગુમાવ્યા પછી આ નિર્ણાયક મેચ રહેશે. ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ ક્વોલિફાયર-1માં તેણે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારીને દિલ્હીનું દિલ તોડ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ-11
DC-
પૃથ્વી શો, શિખર ધવન, રિષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, આવેશ ખાન, એનરિક નોર્ત્યા
KKR- શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરેન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી​​​

મેચની જાણકારી, શારજાહ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે13 ઓક્ટોબર 2021- (20 ઓવર)
અમ્પાયર્સકે.એન.પજ્ઞનાભન, માઈકલ ગફ
ટીવી અમ્પાયર્સક્રિસ ગૈફને
રિઝર્વ અમ્પાયર્સઅનિલ ચૌધરી
મેચ રેફરીમનુ નાયર
ટોસકોલકાતાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી
અન્ય સમાચારો પણ છે...