તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • IPL 2021 24TH MATCH | MI VS RR LIVE MATCH SCORES & CRICKET UPDATES | ROHIT SHARMA AND SANJU SAMSON CLASH | BATTLE FOR POINT TABLE

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MIએ RRને 7 વિકેટથી હરાવ્યું:મુંબઈ હારની હેટ્રિકથી બચ્યું, ડિકોકની મેચ વિનિંગ 70 રનની ઈનિંગ; આ સીઝનમાં મુંબઈની રન ચેઝમાં પ્રથમ જીત

18 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ માટે ડિકોક અને કૃણાલે મેચ વિનિંગ 63 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. - Divya Bhaskar
મુંબઈ માટે ડિકોક અને કૃણાલે મેચ વિનિંગ 63 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
 • IPLની છેલ્લી 3 મેચથી પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમે 171 રન બનાવ્યા છે

IPL 2021ની 24મી મેચ MI અને RR વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાન વિરૂદ્ધની છેલ્લી 7 મેચમાં મુંબઈ હજુ સુધી 2 મેચ જીતી શક્યું છે. મુંબઈ આ સીઝનમાં પ્રથમવાર ટાર્ગેટ ચેઝ કરીને જીત્યું છે. MIની ટીમે અત્યારસુધી સતત 7 મેચમાં સફળ ટાર્ગેટ ચેઝ કર્યો છે. મુંબઈએ છેલ્લે 2020માં RCBને ટાર્ગેટ ચેઝમાં હરાવ્યું હતું. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

IPLમાં 171 રનનો અનોખો સંયોગ
IPL 2021 સીઝનની 22મી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે RCB અને DC વચ્ચે યોજાઈ હતી. જેમાં RCBએ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. તો ત્યારપછીની 23મી મેચ CSK અને SRH વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જેમાં હૈદરાબાદે 3 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા હતા. આજે ગુરૂવારની મેચમાં પણ રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ દરમિયાન 4 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા છે.

ક્રિસ મોરિસે 2 વિકેટ ઝડપી
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને 4 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. મુંબઈને મેચ જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. જેના જવાબમાં મુંબઈએ 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે MIની પ્રથમ વિકેટ ઝડપી હતી. કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 14 રન બનાવીને આઉટ કર્યો હતો. તેઓએ ડિકોક સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. ત્યારપછી સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 16 રન બનાવીને ક્રિસ મોરિસનો શિકાર થયો હતો.

રાહુલ ચહરે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલની વિકેટ ઝડપી હતી.
રાહુલ ચહરે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલની વિકેટ ઝડપી હતી.

રાહુલ ચહરે RRના બન્ને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા
રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને 27 બોલમાં 42 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. શિવમ દુબેએ પણ કેપ્ટન સાથે મળીને રાજસ્થાનની ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવા માટે યોગદાન આપ્યું હતું. એણે 31 બોલમાં 35 રન બનાવ્યા હતા, જેમાં 2 ફોર અને 2 સિક્સ મારી હતી. મુંબઈના લેગ સ્પિનર રાહુલ ચહરે 2 વિકેટ ઝડપી હતી. એણે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા હતા. રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે 20 બોલમાં 32 રન બનાવ્યા હતા. જ્યારે જોસ બટલરે 32 બોલમાં 41 રન બનાવ્યા હતા. બટલરે એની ઈનિંગમાં 3 ફોર અને 3 સિક્સ મારી હતી.

યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે 66 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.
યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે 66 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.

યશસ્વી-બટલરે રાજસ્થાનને મજબૂત શરૂઆત અપાવી હતી
રાજસ્થાને પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 47 રન કર્યા હતા. મુંબઈ તરફથી પાંચમી ઓવર જયંત યાદવે કરી હતી. જેમાં બટલરે 13 રન માર્યા હતા. આ ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર બટલરે 1 ફોર અને 1 સિક્સ મારી હતી. ત્યાર પછી પાવર-પ્લેની અંતિમ ઓવર નેથન કુલ્ટર નાઈલે કરી હતી. જેમાં યશસ્વીએ 1 ફોર અને 1 સિક્સ મારીને 14 રન બનાવ્યા હતા.

બેન્ને ટીમે સામ-સામે 12-12 મેચ જીતી
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે, જેમાંથી તેઓએ 12 - 12 મેચ જીતી છે. જોકે આ મેચમાં મુંબઈ સતત 2 મેચમાં હારનો સામનો કરીને આવી છે. તેવામાં રાજસ્થાને છેલ્લી 6 મેચમાંથી 5માં મુંબઈને પરાસ્ત કરી છે. વળીં, રાજસ્થાને છેલ્લી મેચમાં કોલકાતાને હરાવ્યું હતું. જો મુંબઈ આ મેચમાં હારશે તો IPLમાં હારની હેટ્રિક લગાવશે.અત્યારે બન્ને ટીમ પાસે 4-4 પોઈન્ટ છે. મુંબઈની રનરેટ સારી હોવાના પગલે તે અત્યારે ચોથા સ્થાન પર છે. તેવામાં રાજસ્થાન જો આ મેચમાં વિજય પ્રાપ્ત કરશે તો મુંબઈને પટકીને ચોથા સ્થાન પર આવી જશે. જોકે રાજસ્થાન આ નંબર પર ટકશે કે કેમ એ આજના ડબલ હેડર (DC VS KKR, 7:30 PM) મહાસંગ્રામ પછી જાણવા મળશે.

MIએ ટીમમાં 1 ફેરફાર કર્યો, RRએ એકપણ નહીં
સંજુ સેમસને રાજસ્થાનની ટીમમાં કોઈપણ ફેરફાર કર્યો નથી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ઈશાન કિશનની જગ્યાએ નેથન કુલ્ટર નાઈલને પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું છે. કુલ્ટર નાઈલ આ સીઝનની પ્રથમ મેચ રમશે.

મુંબઈ માટે અંતિમ ઓવરમાં બેટિંગનો પ્રશ્ન ઉદ્ભવ્યો
મુંબઈ ડેથ ઓવર્સ (16-20)માં માત્ર 7.45ની રન રેટથી બેટિંગ કરી રહ્યું છે. તે અન્ય ટીમની તુલનામાં આ સીઝનમાં સૌથી ઓછી રન રેટથી બેટિંગ કરી રહ્યું છે. ચેન્નઈની ધીમી વિકેટમાં હાર્દિક પંડ્યા અને પોલાર્ડ પણ આક્રમક બેટિંગ કરવામાં નિષ્ફળ નીવડ્યાં હતા.

રાજસ્થાન ટીમની ડેથ બોલિંગ નબળી છે
મુંબઈ માટે સારી વાત એ છે કે રાજસ્થાનની ડેથ બોલિંગ નબળી છે. અંતિમ ઓવરમાં રાજસ્થાન 11.51ની રન રેટથી રન આપે છે. રાજસ્થાન અંતિમ ઓવરમાં મુંબઈ વિરૂદ્ધ બોલિંગ સુધારવાનો પ્રયાસ કરશે.

બન્ને ટીમના વિદેશી ખેલાડીઓ

 • MI: ક્વિંટન ડિકોક, નેથન કુલ્ટર નાઈલ, કે. પોલાર્ડ, ટ્રેન્ટ બોલ્ટ
 • RR: જોસ બટલર, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન

બન્ને ટીમની પ્લઈંગ-11

 • MI: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, કે. પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને નેથન કુલ્ટર નાઈલ
 • RR: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, શિવમ દુબે, ડેવિડ મિલર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, જયદેવ ઉનાદકટ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો