તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • IPL 2021, 22nd MATCH| RCB Vs DC LIVE SCORE UPDATES, King Kohli And Pant's Clash; AB De Villiers Glenn Maxwell Dhawan Prithvi Shaw | Ahmedabad Narendra Modi Stadium News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RCBએ DCને 1 રનથી હરાવ્યું:કેપ્ટન પંત અને હેટમાયર દિલ્હીને જીતાડી ન શક્યા, બેંગ્લોરે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું; 6 મેચમાંથી 5માં જીત પ્રાપ્ત કરી

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
RCBએ રસાકસી ભરી મેચમાં દિલ્હીને 1 રને પરાસ્ત કર્યું હતું. - Divya Bhaskar
RCBએ રસાકસી ભરી મેચમાં દિલ્હીને 1 રને પરાસ્ત કર્યું હતું.
 • મેચની ઈનિંગ બ્રેક દરમિયાન અમદાવાદમાં વાવાઝોડું આવ્યું હતું
 • વાવાઝોડાંને પગલે મેચ પણ 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી

IPL 2021 સીઝનની 22મી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે RCB અને DC વચ્ચે યોજાઈ હતી. જેમાં RCBએ દિલ્હીને અંતિમ ઓવરમાં 1 રને પરાજય આપ્યો હતો. દિલ્હીને છેલ્લી ઓવરમાં 14 રન બનાવવાના હતા. મોહમ્મદ સિરાજે અંતિમ ઓવરમાં દિલ્હીને 12 રન જ બનાવવા દીધા હતા. અંતિમ 2 બોલ પર દિલ્હીને 10 રન કરવાના હતા. પરંતુ કેપ્ટન રિષભ પંત 2 ચોગ્ગા જ લગાવી શક્યો હતો. DC વિરૂદ્ધની પાંચ મેચમાં RCBએ પ્રથમ જીત પ્રાપ્ત કરી છે. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીંયા ક્લિક કરો....

આ જીત સાથે RCBએ પોઈન્ટ ટેબલમાંં પ્રથમ ક્રમાંર પર સ્થાન મેળવ્યું હતું. જ્યારે દિલ્હી અત્યારે ત્રીજા ક્રમાંક પર છે. દિલ્હીનાં કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. RCBએ 5 વિકેટનાં નુકસાને 171 રન બનાવ્યાં હતા. RCBએ દિલ્હીને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હીએ 4 વિકેટનાં નુકસાને 170 રન બનાવ્યાં હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 1 રને હરાવ્યું.દિલ્હી વિરૂદ્ધની અંતિમ 5 મેચમાં આ RCBની પ્રથમ જીત છે.

હર્ષલે 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી
હેટમાયરે IPLમાં બીજી અર્ધસદી મારી હતી. એણે 23 બોલમાં 50 રનનો પડાવ પાર કર્યો હતો. આની પહેલા હર્ષલ પટેલે દિલ્હીની 2 વિકેટો લીધી હતી. એણે માર્કસ સ્ટોઈનિસ અને પૃથ્વી શૉને એબી ડિવિલિયર્સના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. સ્ટોઈનિસે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે પંત સાથે 45 રનની પાર્ટનરશિપ કરી હતી.

RCBએ હેટમાયરને જીવનદાન આપ્યું હતું
દિલ્હીની ઈનિંગની 16મી ઓવરમાં જેમિસન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની પ્રથમ બોલ પર હેટમાયરે ફુલ ટોસ બોલ પર મિડ ઓન તરફ શોટ માર્યો હતો. લોન્ગ ઓનથી દેવદત્ત પડ્ડિકલે દોટ મૂકીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ એના હાથમાં આવીને છટકી ગયો હતો. એ સમયે હેટમાયર 15 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

IPLમાં પૃથ્વી શૉના 1 હજાર રન પૂરા
પૃથ્વી શૉએ 1 હજાર રન પૂરા કર્યા હતા. આ મેચમાં 8 રન બનાવીને તે IPLમાં આ પડાવ પાર કરનારો 77મો ખેલાડી બની ગયો હતો. શૉએ અત્યાર સુધી 44 મેચમાં 1013 રન બનાવ્યા છે. હર્ષલ પટેલ પછી કાઈલ જેમિસને એક વિકેટ ઝડપી હતી.

ધવન-સ્મિથ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નહોતા
શિખર ધવને 7 બોલમાં 6 રન બનાવ્યા હતા. તે કાઈલ જેમિસનનો શિકાર થયો હતો. સ્ટીવ સ્મિથે 5 બોલ પર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. મોહમ્મદ સિરાજે એને આઉટ કર્યો હતો.

વાવાઝોડાંને કારણે મેચ સ્થગિત
આની પહેલા ઈનિંગ બ્રેક વખતે મેચને થોડાક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ડિવિલિયર્સની ચક્રવાત જેવી બેટિંગ પછી વાવાઝોડાને કારણે મેચને 10 મિનિટ માટે સ્થગિત કરાઈ હતી.

ડિવિલિયર્સે સૌથી ઝડપી 5 હજાર રન બનાવ્યા
ડિવિલિયર્સે IPLમાં 5 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર એબી ડિવિલિયર્સ છઠ્ઠો ખેલાડી બન્યો હતો. આની સાથે ડિવિલિયર્સે IPL કારકિર્દીની 40મી અર્ધસદી નોંધાવી હતી. ડિવિલિયર્સ આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો છઠ્ઠો ખેલાડી બન્યો છે. એની પહેલા વિરાટ કોહલી, શિખર ધવન અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડિવિલિયર્સે અત્યારસુધી IPLની 175 મેચમાં 5053 રન બનાવ્યા છે. એણે સૌથી ઓછા 3288 બોલમાં 5 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

કોહલી અને પડ્ડિકલ બેક ટુ બેક પેવેલિયન ભેગા થયા હતા
કોહલી અને પડ્ડિકલ બેક ટુ બેક પેવેલિયન ભેગા થયા હતા

RCBએ 2 બોલમાં 2 વિકેટ ગુમાવી
RCBએ 2 બોલમાં સતત 2 વિકેટ ગુમાવી હતી. ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આવેશ ખાનનો શિકાર થયો હતો. વિરાટે 11 બોલમાં 12 રન બનાવ્યા હતા. ત્યારપછી ઈશાંત શર્માએ 5મી ઓવરના પહેલા બોલ પર દેવદત્ત પડ્ડિકલને બોલ્ડ કર્યો હતો. એણે 14 બોલમાં 17 રન બનાવ્યા હતા.

મિશ્રાએ મેક્સવેલને 6 મેચમાં 5 વાર આઉટ કર્યો હતો
મિશ્રાએ મેક્સવેલને 6 મેચમાં 5 વાર આઉટ કર્યો હતો

અમિત મિશ્રાએ મેક્સવેલને 5મી વાર આઉટ કર્યો
ગ્લેન મેક્સવેલ 20 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. અમિત મિશ્રાએ 6 મેચોમાં 5મી વખત મેક્સવેલને આઉટ કર્યો હતો. આ મેચમાં સ્ટીવ સ્મિથે મેક્સવેલનો કેચ પકડયો હતો. રજત પાટીદાર 22 બોલમાં 31 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. એણે ડિવિલિયર્સ સાથે ચોથી વિકેટ માટે મહત્ત્વપૂર્ણ 54 રનની ભાગીદારી નોંધાવી હતી. વોશિંગ્ટન સુંદર 9 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો.

પ્રથમવાર કેપ્ટન તરીકે પંત-કોહલી સામ-સામે
બંન્ને ટીમોએ સીઝનમાં 5માંથી 4 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આજે DCના ઓપનર પૃથ્વી શૉ માટે પોતાના અંગત 1 હજાર રન પૂરા કરવાની તક રહેલી છે. તેણે આ પડાવ પાર કરવા માટે 8 રનની જરૂર છે. શૉએ અત્યારસુધી 43 મેચમાં 142.73ના સ્ટ્રાઈક રેટથી 992 રન બનાવ્યા છે.

RCBમાં 2 અને DCમાં 1 ફેરફાર
વિરાટે ટીમમાં બે ફેરફાર કર્યા હતા. એણે ડેનિયલ ક્રિશ્ચિયન અને નવદીપ સૈનીની જગ્યાએ, ડેનિયલ સિમ્સ અને રજત પાટીદારને ટીમમાં સામેલ કર્યા હતા. સેમની આ સિઝનની પહેલી મેચ હતી. જ્યારે DCના કેપ્ટન પંતે રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ઇશાંત શર્માનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

બંન્ને ટીમોમાં 4-4 વિદેશી ખેલાડીઓ

 • RCBના વિદેશી ખેલાડીઓઃ ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેનિયલ સેમ્સ અને કાઈલ જેમિસન.
 • DCના વિદેશી ખેલાડીઓઃ સ્ટીવ સ્મિથ, શિમરન હેટમાયર, કગિસો રબાડા અને માર્કસ સ્ટોઇનિસ

બંન્ને ટીમો:

 • DC: પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, રિષભ પંત (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, કગીસો રબાડા, અમિત મિશ્રા અને આવેશ ખાન.
 • RCB: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પદિકલ, રજત પાટીદાર, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ સિમ્સ, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો