તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DCએ સુપર ઓવરમાં SRHને હરાવ્યું:દિલ્હીએ 5 મેચમાંથી ચારમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું; વોર્નરના શોર્ટ રનને પરિણામે હૈદરાબાદ મેચ હાર્યું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીએ સુપર ઓવરમાં પ્રશંસનીય જીત પ્રાપ્ત કરી હતી. - Divya Bhaskar
દિલ્હીએ સુપર ઓવરમાં પ્રશંસનીય જીત પ્રાપ્ત કરી હતી.
  • પૃથ્વી શૉની ફિફ્ટી અને આવેશ-અક્ષરની 5 વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહી

IPL 2021 સીઝનની 20મી મેચ દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે ટાઈ રહી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે દિલ્હીને 8 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ઓવર સ્પિનર ​​અક્ષર પટેલે કરી હતી. આની પહેલા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદની ટીમ છેલ્લી ઓવરમાં 16 રન બનાવી શકી ન હતી. આ સિઝનની પહેલી ટાઈ મેચ છે. SRH તરફથી સુુપર ઓવરમાં રાશિદ ખાન બોલિંગ કરી હતી. DC તરફથી બેટિંગ કરવા માટે રિષભ પંત અને ધવન બેટિંગ કરવા ઉતર્યા હતા. સુપર ઓવરમાં દિલ્હીએ પ્રશંસનીય જીત પ્રાપ્ત કરી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીંયા ક્લિક કરો.......

સુપર ઓવરમાં વોર્નરના શોર્ટ રનને કારણે હૈદરાબાદ હાર્યું
આ IPL 2021 સિઝનની પ્રથમ સુપર ઓવર હતી. જેમાં SRHના કેપ્ટન ડેવિડ વોર્નર અને કેન વિલિયમ્સન પહેલા બેટિંગ કરવા આવ્યા હતા. બંન્નેએ ઓવરના છેલ્લા બોલ પર 2 રન બનાવ્યા હતા, પરંતુ વોર્નર પોતાનો પહેલો રન પૂરો કરી શક્યો નહતો અને બીજો રન પણ ભાગ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરે આને શોર્ટ રન તરીકે ગણાવીને ટીમના ખાતામાં માત્ર 1 રન જ જોડ્યો હતો. આના પરિણામે ટીમ ડૂબી ગઈ, કેમ કે દિલ્હીની ટીમે પણ છેલ્લા બોલ પર 1 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જો વોર્નરે શોર્ટ રન ન લીધો હોત અને દિલ્હીને 2 રન કરવાના હોત તો મેચનું પરિણામ કઈક અલગ આવી શકે એમ હતું. તેવામાં સુપર ઓવર પણ ટાઈ થઈ હોત અને ફરીથી મેચમાં વાપસી કરવાની તક પ્રાપ્ત થઈ હોત.

દિલ્હીએ સુપર ઓવરમાં 8 રન બનાવીને મેચ જીતી

બોલર: સ્પિનર રાશિદ ખાન

બોલ (બેટ્સમેન)શું થયું
1 (રિષભ પંત)1 રન
2 (શિખર ધવન)1 રન
3 (રિષભ પંત)4 રન
4 (રિષભ પંત)0 રન
5 (રિષભ પંત)1 રન
6 (રિષભ પંત)1 રન

હૈદરાબાદે સુપર ઓવરામાં 7 રન બનાવ્યા હતા
બોલર: સ્પિનર અક્ષર પટેલ

બોલ (બેટ્સમેન)શું થયું
1 (વોર્નર)0 રન
2 (વોર્નર)1 રન
3 (વિલિયમ્સન)4 રન
4 (વિલિયમ્સન)0 રન
5 (વિલિયમ્સન)1 રન
6 (વોર્નર)1 રન

દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોઝ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. DCએ 4 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે. SRHને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેના જવાબમાં હૈદરાબાદના કેન વિલિયમ્સન અને જગદીશ સુચિત બેટિંગ કરી રહ્યા છે. SRHની ટીમે 7 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે.

SRHની બેક ટુ બેક વિકેટો પડી, વિલિયમ્સને એક એન્ડ સંભાળી રાખ્યો
હૈદરાબાદની ટીમે 28ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 6 રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમને બીજો ફટકો 56ના સ્કોર પર પડ્યો હતો. જોની બેરસ્ટો 18 બોલમાં 38 રન બનાવીને આવેશ ખાનનો શિકાર થયો હતો. આવેશ ખાને 84ના સ્કોર પર હૈદરાબાદની ત્રીજી વિકેટ લીધી હતી. એણે વિરાટ સિંહને કેચ આઉટ કર્યો હતો. વિરાટે 14 બોલમાં 4 રન બનાવ્યા હતા. અમિત મિશ્રાએ કેદાર જાધવને આઉટ કર્યો હતો, જાધવે 9 બોલમાં 9 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બેક ટુ બેક વિકેટો ઝડપી હતી, અભિષેક શર્મા અને રાશિદ ખાનને એક જ ઓવરમાં આઉટ કર્યો હતો. આવેશ ખાને વિજય શંકરને 8 રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો.

બેરસ્ટોને ફિલ્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યો, DRSમાં નોટઆઉટ
હૈદરાબાદની ઇનિંગની બીજી ઓવરમાં સર્જનાત્મક થયું હતું. બેરસ્ટો અશ્વિનની ઓવરના ત્રીજા બોલ પર શોટ ચૂકી ગયો હતો. જે બોલ વિકેટકીપર પંતના હાથમાં ગયો હતો. અશ્વિન અને પંતે કેચની અપીલ કરી અને ફિલ્ડ અમ્પાયરે બેરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો.

ત્યારબાદ બેરસ્ટોએ DRS લીધો હતો. જેની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે બોલ બેટના કોઈ પણ ભાગને સ્પર્શતો ન હતો. આમ ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણયને બદલવો પડ્યો હતો. આ જ ઓવરના 5માં બોલ પર શિમરોન હેટમાયરે બાઉન્ડ્રી લાઇન પર બેરસ્ટોનો કેચ છોડ્યો હતો. તે સમયે બેરસ્ટો 1 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

દિલ્હી 10-15 રન શોર્ટ
દિલ્હીએ સતત એક પછી એક વિકેટ ગુમાવી હતી. અંતિમ 5 ઓવરમાં દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. સિદ્ધાર્થ કોલની એક ઓવરમાં રિષભ પંત અને હેટમાયરે પોતાની વિકેટ ગુમાવી હતી. આક્રમક શરૂઆતમાં 80 રન કર્યા પછી DCએ માત્ર 3 રનમાં 2 વિકેટ ગુમાવી હતી, પૃથ્વી શૉ પણ IPL કારકિર્દીની 8મી ફિફ્ટી લગાવીને રન આઉટ થયો હતો. રાશિદ ખાને ધવનને ક્લિન બોલ્ડ કર્યો, શિખર ધવને 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ 35 બોલમાં અર્ધસદી લગાવી હતી.

જાધવે ધવનને જીવનદાન આપ્યું
ત્રીજી ઓવરના બીજા બોલ પર કેદાર જાદવે શિખર ધવનનો સરળ કેચ ડ્રોપ કર્યો હતો. એ સમયે સિદ્ધાર્થ કોલની બોલિંગ દરમિયાન શિખર ધવન 5 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

દરેક ટીમમાં 1-1 ફેરફાર

  • હૈદરાબાદનાં કેપ્ટન વોર્નરે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો છે. જગદીશ સુચિતને તેની જગ્યાએ તક મળી છે.
  • દિલ્હીના કેપ્ટન રિષભ પંતે અક્ષર પટેલની જગ્યાએ લલિત યાદવને ટીમમાં સ્થાન આપ્યું હતું.

DCએ આ સીઝનમાં ચેન્નઈ અને મુંબઈને હરાવ્યા છે
દિલ્હીની ટીમ ગત સીઝન કરતા આ વખતે સારું પ્રદર્શન દાખવી રહી છે. રિષભ પંતની કેપ્ટનશિપમાં દિલ્હીએ દિગ્ગજોની કેપ્ટનશિપ વાળી ટીમને પણ હરાવી છે, જેમાં ધોનીની ચેન્નઈ અને રોહિતની મુંબઈને પણ હારનો સ્વાદ DCએ ચખાડ્યો છે.

બંન્ને ટીમના વિદેશી ખેલાડીઓ

  • દિલ્હીઃ સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર અને કગીસો રબાડા
  • હૈદરાબાદઃ (કેપ્ટન) ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન અને રાશિદ ખાન

બન્ને ટીમ

  • DC: ઋષભ પંત (કેપ્ટન), પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન
  • SRH: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, વિરાટસિંહ, વિજય શંકર, અભિષેક શર્મા, કેદાર જાધવ, રાશિદ ખાન, જગદીશ સુચિત, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કોલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો