તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Indian Sixer King Dhoni Will Have The Opportunity To Play His 200th Match As Captain, Becoming The First Player To Achieve

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોનીના ટોપ-5 IPL રેકોર્ડ્સ:ભારતીય સિક્સરકિંગ ધોની પાસે કેપ્ટન તરીકે 200મી મેચ રમવાની તક, સિદ્ધિ મેળવનાર પ્રથમ પ્લેયર બનશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • 142 મેચમાં 114 જીત સાથે ધોનીએ IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતી છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ 216 સિક્સ મારનાર ભારતીય છે.. લીગના આ ભારતીય સિક્સરકિંગે બીજા અન્ય રેકોર્ડ્સ પણ બનાવ્યા છે, PS હજી સુધી અન્ય કોઈ બનાવી શક્યું નથી. ધોની કેપ્ટન તરીકે સૌથી વધુ IPL મેચ રમનાર કેપ્ટન છે. હવે તેની પાસે 200મી મેચ રમવાની તક છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ કપ્તાન બનશે.

વિકેટકીપિંગમાં પણ ધોની બેસ્ટ છે. તેણે અત્યારસુધીમાં 148 ખેલાડીના શિકાર કર્યા છે. વધુ બે ખેલાડીને પેવેલિયન મોકલતાં જ તે 150નો આંકડો ટચ કરનાર લીગનો પહેલો વિકેટકીપર બનશે.

ધોનીની કપ્તાનીમાં CSK સૌથી વધુ 8 વાર ફાઇનલ રમ્યું
કપ્તાનીમાં સૌથી વધુ મેચ જીતવાની સાથે તેણે પોતાની ટીમને સૌથી વધુ 8 વાર ફાઇનલમાં પણ પહોંચાડી છે. આ દરમિયાન ટીમ ત્રણવાર ચેમ્પિયન બની તેમજ ખેલાડી તરીકે સૌથી વધુ 9 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે.

8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે
14મી સીઝનમાં તમામ 8 ટીમ 52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમશે. તમામ મુકાબલા 6 શહેર- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં રમાશે. ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ટૂર્નામેન્ટ હોવા છતાં ટીમો પોતાના હોમગ્રાઉન્ડમાં નહીં રમે, એટલે કે કોલકાતાની મેચ કોલકાતામાં અને મુંબઈની મેચ મુંબઈમાં નહીં રમાય.

મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.

કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો