તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL-2021:ભારતે 10 ઓક્ટોબર પહેલાં IPLનો બીજો રાઉન્ડ પૂર્ણ કરવો પડશે

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીસીસીઆઈ આઈપીએલ 2021ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરના રોજ કરાવવા માંગે છે. મેચની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. બોર્ડ લાંબી વિન્ડો બનાવવા માંગે છે. જેમાં ઓછી ડબલ હેડર રમાડવી પડે. પણ રિપોર્ટનું માનીએ તો બોર્ડને આઈસીસી પાસેથી તેની પરવાનગી નહીં મળે.

18 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ શકે છે. તેના કારણે આઈસીસી 10 ઓક્ટોબર બાદ આઈપીએલની મેચ કરાવવાની પરવાનગી નહીં આપે. આ કેસ સાથે જોડાયેલ એક અધિકારીએ કહ્યું, ‘ટી20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી શરૂ થઇ શકે છે.

આઈપીએલ 15 ઓક્ટોબર સુધી કઇ રીતે ચાલી શકે છે.? આઈસીસી આ પ્રકારની પરવાનગી નહીં આપે. તેની સાથે જ વર્લ્ડ કપમાં રમનારી ટીમો પોતાના ખેલાડીઓને 15 ઓક્ટોબર સુધી આઈપીએલમાં રમવાની પરવાનગી કેમ આપશે.’

આઈસીસીની કોઇ પણ ટુર્નામેન્ટથી પહેલા ઓછામાં ઓછા 7 થી 10 દિવસ પહેલા કોઇ પણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં નથી આવતું.

અન્ય સમાચારો પણ છે...