તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • India Corona Case Increase| Foreign Players Are Not Willing To Play This IPL Season| BCCI Reassured Don't Worry ... We Will Take You Home Safely

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLના વિદેશી ખેલાડીઓનો સ્વદેશ જવા નિર્ણય:BCCIએ આશ્વાસન આપતા કહ્યું- ચિંતા ન કરો...અમે તમને સુરક્ષિત વતન પહોંચાડીશું

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ટૂર્નામેન્ટ પછી BCCI વિદેશી ખેલાડીઓને વતન મોકલવા માટે સરકાર સાથે મળીને વ્યવસ્થા કરશેઃ હેમાંગ અમીન

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે ભારે આતંક ફેલાવ્યો છે. દેશભરના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમિતો અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કપરા કાળમાં ભારતમાં IPL 2021નું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે તમામ ખેલાડીઓ કોવિડ પ્રોટોકોલ અને બાયોબબલમાં રહીને દર્શકોની હાજરી વગર સ્ટેડિયમમાં મેચ રમી રહ્યા છે. પરંતુ ભારત દેશમાં સંક્રમણની ગતિને જોતા આસ્ટ્રેલિયાના ખેલાડીઓમાં ભય પ્રસરી ગયો છે અને પોતના દેશ પરત ફરી રહ્યા છે. જેના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે કહ્યું હતું કે IPLમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને ટૂર્નામેન્ટ સમાપ્ત થયા પછી કોઈપણ પ્રકારના અવરોધો અને મુશ્કેલીઓ વગર એમના દેશ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે BCCI એનાથી બનતા તમામ પ્રયાસો હાથ ધરશે.

BCCIના CEOએ વિદેશી ખેલાડીઓને સંબોધીને પત્ર લખ્યો
રાજસ્થાનના એન્ડ્રયૂ ટાઈ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેન રિચર્ડસન અને એડન ઝેમ્પાએ IPLની આ સીઝનમાંથી વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. BCCIના CEO હેમાંગ અમીને ખેલાડીઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે અમે જાણીએ છીએ કે તમારામાંથી મોટાભાગના ખેલાડીઓમાં ટૂર્નામેન્ટ પછી કેવી રીતે પોતાના દેશ પરત ફરીશું? એ વાતને લઈને અસમંજસ ઊભી થઈ છે. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે તમારે આ પ્રશ્ન અંગે ભયભીત થવાની સહેજ પણ આવશ્યકતા નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે BCCI પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરશે, જેના દ્વારા તમે સુરક્ષિત અને સમયસર પોતાના વતન પરત ફરી શકો. BCCI કોવિડની પરિસ્થિતિ પર બાજ નજર રાખીને બેઠું છે અને તમને ટૂર્નામેન્ટ પછી પોતાના વતન પરત ફરવા માટે પણ સરકારી અધિકારીઓ સાથે યોજના બનાવી રહ્યું છે. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે વિદેશી ખેલાડીઓ જ્યાં સુધી સુરક્ષિત પોતના વતન નહીં પહોંચે ત્યાં સુધી BCCIનું કાર્ય પૂર્ણ નહીં થાય. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે અને ઓક્સિજન તથા અન્ય વસ્તુઓને પરિણામે અવ્યવસ્થા ઉદ્ભવી છે. જેના કારણે દેશનું આરોગ્યલક્ષી માળખું પણ કરમાઈ ગયું છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો
ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાવાને કારણે ભારતમાંથી આવતી તમામ ફ્લાઈટ્સ પર 15 મે સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. KKRના મેન્ટોર ડેવિડ હસીએ સ્વીકાર્યું હતું કે IPLમાં ભાગ લેનારા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અત્યારે અસમંજસમાં મુકાયા છે.

અમીને વિદેશી ખેલાડીઓની પ્રશંસા કરી
અમીને ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની વૃત્તિની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે આપણે થોડાક સમય માટે પણ લોકોનું ધ્યાન આ મહામારી અને મુશ્કેલીઓથી હટાવતા હોઈએ તો આ ગર્વની વાત છે. આ આપણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે તમે મેદાનમાં રમવા માટે ઉતરો છો, ત્યારે આ લાખો લોકોમાં એક આશા જાગે છે.

IPLના તમામ ખેલાડીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે- અમીન
અમીને વધુમાં જણાવ્યું હતું કે, જો તમે એક મિનિટ માટે પણ લોકોના ચહેરા પર સ્મિત લાવી શકતા હોય, તો આ આપણા માટે એક મોટી ઉપલબ્ધી છે. તમે ઉત્સાહી છો.... તથા જીતવા માટે મેચ રમી રહ્યા છો, પરંતુ અત્યારે તમે આનાથી પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છો. ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડના પણ ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે, પરંતુ એમણે હજુ સુધી ચિંતા નથી વ્યક્ત કરી. IPLની ફાઈનલ મેચ 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો