ભારતની નીખત ઝરીને ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ગુરુવારે 19 મેના દિવસે ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુતામાસને હરાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે નીખત હવે મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખ કેસી પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પાંચમી મહિલા બોક્સર બની ગઈ છે. 25 વર્ષીય ઝરીન પૂર્વ જૂનિયર યૂથ વર્લ્ડ ચેમ્પિયન છે. ફાઈનલમાં પોતાની થાઈ પ્રતિદ્વંદી વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન દાખવી ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતનો અત્યાર સુધીનો 10મો ગોલ્ડ મેડલ
પ્રથમ રાઉન્ડમાં આક્રમક રમત રમી
નીખતે આ મેચની શાનદાર શરૂઆત કરી હતી અને 5-0ના માર્જિનથી પહેલો રાઉન્ડ જીતી લીધો હતો. જ્યારે બીજા રાઉન્ડમાં થાઈ બોક્સરે કમબેક કર્યું હતું. નિખાતે ત્રીજા રાઉન્ડમાં ફરીથી મજબૂતી મેળવી અને એકંદરે 5-0ના માર્જિન સાથે બાઉટ જીતી લીધો હતો. અહીં 5-0નો અર્થ છે કે મેચના પાંચેય લાઇનના જજે નિખતને વિજેતા જાહેર કરી હતી.
દરેક મેચમાં નીખતનો એકતરફી વિજય રહ્યો
સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં રહેલી નીખતે તમામ મેચો એકતરફા અંદાજે જીતી લીધી છે. તેણે રાઉન્ડ ઓફ 32માં મેક્સિકોની ફાતિમા હેરેરાને હરાવ્યી હતી તો રાઉન્ડ ઓફ 16માં, તેણીએ મોંગોલિયાની પ્રતિસ્પર્ધીને હરાવી શાનદાર જીતની લય મેળવી લીધી હતી. ત્યારપછી ભારતીય બોક્સરે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડના ચાર્લી ડેવિસનને હરાવી, સેમિફાઇનલમાં બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડા અને ફાઇનલમાં થાઇલેન્ડની જુતામાસ જીતપાનને હરાવીને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.