• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • In The Last Over, R. Tripathi Won The Match By Hitting Six For KKR, The Players Including Prithvi Pant Of DC Cried; Karthik's Code Word Message Leaked

દિલ્હી હારતાં ખેલાડીઓ ભાવુક:છેલ્લી ઓવરમાં ત્રિપાઠીએ સિક્સ મારી KKRને મેચ જિતાડી, DCના પૃથ્વી-પંત સહિતના ખેલાડીઓ રડી પડ્યા; કાર્તિકનો કોડવર્ડ મેસેજ લીક

12 દિવસ પહેલા
  • KKRની ટીમ ફાઇનલમાં પહોંચી: રસાકસી બાદ કોલકાતાનો 3 વિકેટથી ભવ્ય વિજય

કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં એક સમયે એકતરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયાં હતાં. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જિતાડી હતી. આ મેચ પછી પૃથ્વી શો અને કેપ્ટન પંત સહિત મોટા ભાગના ખેલાડીઓ મેદાન પર ભાવુક થવાથી લઈને કાર્તિકનો ફિલ્ડિંગ દરમિયાન કોડવર્ડ લીક થયો હતો.

લો સ્કોરિંગ મેચમાં હાર્યા પછી દિલ્હીના ખેલાડીઓ ભાવુક થયા... તસવીરો વાઈરલ

શ્વાસ અધ્ધર કરી દેતી અંતિમ ઓવર
એક સમયે કોલકાતાની એકતરફી મેચ સરળતાથી ચેઝ જીતી લેવા સક્ષમ હતી, પરંતુ દિલ્હીએ આક્રમક બોલિંગની સહાયથી 7 રનની અંદર કોલકાતાની ટીમની 6 વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિક, કેપ્ટન મોર્ગન, શાકિબ અલ હસન શૂન્ય રન કરી પેવેલિયન ભેગા થયા હતા. છેલ્લી ઓવરમાં કોલકાતાને 7 રનની જરૂર હતી અને દિલ્હી તરફથી રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરવા માટે આવ્યો હતો.

  • પહેલો બોલ- રાહુલ ત્રિપાઠીએ સિંગલ લીધો. હવે કોલકાતાને 6 રનની જરૂર હતી
  • બીજો બોલ- શાકિબ અલ હસને એકપણ રન ના કર્યો. હવે કોલકાતાને 4 બોલમાં 6 રનની જરૂર હતી.
  • ત્રીજો બોલ- અશ્વિને શાકિબને LBW આઉટ કરી દિલ્હીને છઠ્ઠી વિકેટ અપાવી. કોલકાતાને 3 બોલમાં 6 રનની જરૂર
  • ચોથો બોલ- અશ્વિને સુનીલ નરેનને કેચ આઉટ કર્યો. હવે કોલકાતાને 2 બોલમાં 6 રનની જરૂર.
  • પાંચમો બોલ- (સ્ટ્રાઈક રોટેટ) રાહુલ ત્રિપાઠી ક્રીઝ પર હતો, તેણે અશ્વિનની પાંચમા સ્ટમ્પની લાઈન, ફુલ લેન્થ બોલ પર સિક્સ મારી કોલકાતાને મેચ જિતાડી દીધી હતી.

દિનેશ કાર્તિકે કોડવર્ડમાં વરુણને મેસેજ આપ્યો.....
દિનેશ કાર્તિકે પોતાની માતૃભાષામાં વરુણને કેવી રીતે બોલ ફેંકવાથી બેટ્સમેન આઉટ થશે. તેની ટિપ્સ આપી હતી. આ વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી.

KKR v/s DCની મેચ તસવીરોમાં......

નિર્ણાયક મેચમાં KKRના કેપ્ટન ઓઈન મોર્ગને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
નિર્ણાયક મેચમાં KKRના કેપ્ટન ઓઈન મોર્ગને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
મેચમાં ઓપનિંગ કરવા માટે દિલ્હીના વિસ્ફોટક બેટર્સ શિખર ધવન અને પૃથ્વી શો મેદાનમાં આવ્યા હતા.
મેચમાં ઓપનિંગ કરવા માટે દિલ્હીના વિસ્ફોટક બેટર્સ શિખર ધવન અને પૃથ્વી શો મેદાનમાં આવ્યા હતા.
શિખર ધવન અને સ્ટોઈનિસ વચ્ચે 39 રનની પાર્ટનરશિપ થઈ હતી.
શિખર ધવન અને સ્ટોઈનિસ વચ્ચે 39 રનની પાર્ટનરશિપ થઈ હતી.
માર્કસ સ્ટોઈનિસને સ્ટમ્પ આઉટ કરવાનો પ્રયાસ કરતા દિનેશ કાર્તિકની તસવીર.
માર્કસ સ્ટોઈનિસને સ્ટમ્પ આઉટ કરવાનો પ્રયાસ કરતા દિનેશ કાર્તિકની તસવીર.
નિર્ણાયક મેચમાં રિષભ પંત માત્ર 6 રન કરી પેવેલિયન ભેગો, દિલ્હીએ 20 ઓવરમાં માત્ર 135 રનનો સ્કોર કર્યો હતો.
નિર્ણાયક મેચમાં રિષભ પંત માત્ર 6 રન કરી પેવેલિયન ભેગો, દિલ્હીએ 20 ઓવરમાં માત્ર 135 રનનો સ્કોર કર્યો હતો.
કોલકાતાના ઓપનિંગ બેટર વેંકટેશ અને ગિલ વચ્ચે 96 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી.
કોલકાતાના ઓપનિંગ બેટર વેંકટેશ અને ગિલ વચ્ચે 96 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી.
મેચ દરમિયાન સિનિયર ખેલાડી હોવા છતાં અશ્વિને વેંકટેશ અય્યરના બૂટની દોરી બાંધી હતી. અમ્પાયર્સ પણ જોતા રહી ગયા હતા.
મેચ દરમિયાન સિનિયર ખેલાડી હોવા છતાં અશ્વિને વેંકટેશ અય્યરના બૂટની દોરી બાંધી હતી. અમ્પાયર્સ પણ જોતા રહી ગયા હતા.
અશ્વિને છેલ્લી ઓવરમાં બેક ટુ બેક 2 વિકેટ લઈને દિલ્હીને જીતવાની આશા આપી હતી.
અશ્વિને છેલ્લી ઓવરમાં બેક ટુ બેક 2 વિકેટ લઈને દિલ્હીને જીતવાની આશા આપી હતી.
અશ્વિનની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રાહુલ ત્રિપાઠીએ સિક્સ મારીને કોલકાતાને મેચ જિતાડી હતી. આની સાથે કોલકાતાએ 3 વિકેટથી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અશ્વિનની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રાહુલ ત્રિપાઠીએ સિક્સ મારીને કોલકાતાને મેચ જિતાડી હતી. આની સાથે કોલકાતાએ 3 વિકેટથી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...