• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • In The IPL, Maiden Threw The 20th Over, Punjab Also Lost A Total Of 4 Wickets; Entry Into The Club Of Giants Including Irfan

ઉમરાનની ખાસ સિદ્ધિ:IPLમાં 20મી ઓવર મેડન ફેંકી, પંજાબની કુલ 4 વિકેટ પણ પડી; ઈરફાન સહિત દિગ્ગજોના ક્લબમાં એન્ટ્રી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈના ડિવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં SRHના બોલર ઉમરાન મલિકે ઈનિંગની 20મી ઓવર મેડન ફેંકી હતી. આ દરમિયાન તેની ઓવરમાં 1 રનઆઉટ સહિત કુલ 4 વિકેટ પડી હતી. જેના કારણે પંજાબ આ મેચમાં પહેલા બેટિંગ કરતા માત્ર 151 રન જ કરી શક્યો હતો. તો ચલો આપણે આ રોમાંચક ઓવર પર નજર ફેરવીએ....

ઉમરાન મલિકની છેલ્લી ઓવર...

  • 19.1- એકપણ રન નહીં
  • 19.2- ઓડિન સ્મિથ ક્લીન બોલ્ડ
  • 19.3- એકપણ રન નહીં
  • 19.4- રાહુલ ચાહર ક્લીન બોલ્ડ
  • 19.5- વૈભવ અરોરા ક્લીન બોલ્ડ
  • 19.6- અર્શદીપ સિંહ રનઆઉટ

ઉમરાનનું શાનદાર પ્રદર્શન
ઉમરાન મલિક પોતાના આક્રમક પ્રદર્શનથી લોકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. પંજાબ વિરૂદ્ધની મેચમાં પણ ઉમરાન મલિકે પોતાની 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ લીધી હતી. જેમાં છેલ્લી ઓવરમાં તેણે ત્રણ બેટરને ક્લીન બોલ્ડ કર્યા હતા. જ્યારે છેલ્લા બોલ પર અર્શદીપ સિંહ રનઆઉટ થતા આ ઓવરમાં કુલ 4 વિકેટ પંજાબની પડી ગઈ હતી.

IPLમાં ઉમરાનનો દબદબો
આ સિઝનમાં ઉમરાન મલિક ફાસ્ટ બોલિંગની સાથે વિકેટ્સ પણ લઈ રહ્યો છે. તેણે અત્યારસુધી 6 મેચમાં 9 વિકેટ લીધી છે. જેમાં સતત 145 KMPHથી 150 KMPH સુધી બોલ ફેંકી તે બેટરને મુશ્કેલીમાં મુકતો નજરે પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...