• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • In The IPL 14 Final, The Wicket keeper's Ball With The Social Distance, CSK's Dhoni And KKR's Karthik Lost A Crucial Opportunity To Take Wickets

ધોનીથી કેચ છૂટ્યા, મેચ નહીં:IPL-14ની ફાઇનલમાં વિકેટકીપર્સનું બોલ સાથે સોશિયલ ડિસ્ટન્સ, CSKના ધોની અને KKRના કાર્તિકે વિકેટ લેવાની મહત્ત્વપૂર્ણ તક ગુમાવી

2 મહિનો પહેલા
  • ધોનીના સુપરકિંગ્સનો ફાઇનલમાં 27 રનથી ભવ્ય વિજય, ચોથી વાર IPL ટ્રોફી જીતી

IPL ફાઇનલમાં બંને ટીમના વિકેટકીપર્સ અને બોલ વચ્ચે જાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હોય એવી ઘટના પ્રકાશમાં આવી હતી. પહેલા તો કોલકાતાના વિકેટકીપર કાર્તિકે પાવરપ્લેમાં ડુપ્લેસિસને સ્ટમ્પિંગ કરવાની તક ગુમાવી અને પછી બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ દરમિયાન ચેન્નઈના કેપ્ટન ધોનીએ વેંકટેશ અય્યરના 2 કેચ છોડી બધા દર્શકોને ચોંકાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીની ભૂલ ચેન્નઈને મોંઘી ના પડી, પરંતુ દિનેશ કાર્તિકે 2 રન પર ડુપ્સેસિસને સ્ટમ્પિંગ કરવાની તક ગુમાવીને શરૂઆતથી જ મેચ ગુમાવી દીધી હતી. તો ચલો, આપણે બંને ઘટના પર એક નજર ફેરવીએ...

દિનેશ કાર્તિકે ડુપ્લેસિસને જીવનદાન આપ્યું
કેપ્ટન મોર્ગને પાવરપ્લેમાં સ્પિનર્સ લગાવીને ચેન્નઈના ઓપનર્સને આઉટ કરવાની રણનીતિ બનાવી હતી. તેણે શાકિબને બોલિંગ આપી ડુપ્લેસિસને લગભગ આઉટ કરી જ દીધો હતો, પરંતુ કાર્તિક એ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં અને ચેન્નઈનો સ્ટાર બેટર 2 રનના અંગત સ્કોર પર બચી ગયો.

શાકિબની ઓવરમાં કાર્તિક પાસે ડુપ્લેસિસને સ્ટમ્પિંગ કરી પેવેલિયન ભેગો કરવાની સુવર્ણ તક હતી, પરંતુ તે બોલને પકડી જ નહોતો શક્યો, જેને કારણે ડુપ્લેસિસને જીવનદાન મળ્યું હતું. ડુપ્લેસિસે આ તકનો લાભ ઉઠાવી 59 બોલમાં 86 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને ચેન્નઈને 192 રનના મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચાડી હતી.

ધોનીએ 2 વાર વેંકટેશને જીવનદાન આપ્યું

  • મહેન્દ્ર સિંહ ધોનીએ ઈનિંગની બીજી ઓવરમાં વેંકટેશ અય્યરનો સરળ કેચ છોડ્યો હતો.
  • ચેન્નઈના જોશ હેઝલવુડે ઈનિંગની બીજી ઓવરના ત્રીજા બોલ પર ઓફ સ્ટમ્પ બહાર શોર્ટ બોલ નાખ્યો હતો, જેને કટ મારવા જતા વેંકટેશ અય્યરનો કેચ ધોની પાસે ગયો હતો, પરંતુ ધોનીએ બોલ આવે તેની પહેલા ગ્લવ્સ બંધ કરી દેતાં 0 રન પર અય્યરને જીવન દાન મળ્યું હતું.
  • હેઝલવુડના બીજા જ બોલ પર સિક્સ મારીને વળતો જવાબ આપ્યો હતો.
  • ધોનીએ શાર્દૂલ ઠાકુરની ઓવરના પાંચમા બોલ પર ફરીથી વેંકટેશ અય્યરનો કેચ છોડ્યો હતો.
  • આ વખતે શાર્દૂલે શોર્ટ બોલ નાખ્યો હતો જેને પુલ મારવા જતા બેટની અપર કટ લઈને બોલ સીધો ધોની પાસે ગયો હતો. ધોનીએ જંપ કરી બોલને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ગ્લવ્સને ટચ થઈને બોલ સીધો બાઉન્ડરી લાઈનને બહાર જતો રહ્યો હતો. આ સમયે અય્યર 21 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

KKRના બંને ઓપનર્સના કેચ છૂટ્યા

  • હેઝલવુડની ઈનિંગની ત્રીજી ઓવરનો પહેલો બોલ વાઈડ ગયો હતો. ત્યારપછીના બોલ પર ગિલે ઓફ સ્ટમ્પ બહારના લેન્થ બોલ પર ડ્રાઈવ મારી હતી.
  • જેનો સીધો કેચ મિડ ઓફના ફિલ્ડર શાર્દૂલ ઠાકુર પાસે ગયો હતો, જે તે પકડી શક્યો નહોતો.
  • જોકે ગિલનો આ કેચ એક હાફ ચાન્સ હતો પરંતુ ફાઇનલ મેચમાં આવા કેચ પકડીને જ મેચ જીતી શકાય છે.
  • તેવામાં બંને ઓપનરે જીવનદાન મળ્યા પછી સારો સ્કોર નોંધાવ્યો હતો. વેંકટેશ અય્યરે 32 બોલમાં 50 રન તથા ગિલે 43 બોલમાં 51 રન કરી આ તકનો લાભ ઉઠાવ્યો હતો.
  • જોકે ધોનીએ મિડલ ઓવર્સમાં કોલકાતાની બેક ટુ બેક વિકેટ ઝડપીને ટીમને મેચ જીતાડી હતી.

ધોનીના સુપરકિંગ્સનો 27 રનથી ભવ્ય વિજય
ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને ચોથી વાર ટ્રોફી જીતી લીધી છે. ટોસ હાર્યા પછી ચેન્નઈએ 192/3નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન જ કરી શકી હતી, જેથી ચેન્નઈએ 27 રનથી KKRને હરાવી મેચની સાથે ચોથી IPL ટ્રોફી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...