IPL 2022ની 56મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 52 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. MI સામે 166 રનનો ટાર્ગેટ હતો જેના જવાબમાં ટીમ 17.3 ઓવરમાં 113ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન મુંબઈના ઈશાન કિશનની ફિફ્ટી તથા બુમરાહની 5 વિકેટ એળે ગઈ હતી તો બીજી બાજુ કોલકાતાના બોલર પેટ કમિંન્સે એક જ ઓવરમાં 3 વિકેટ લીધી હતી.
KKRના કમિન્સની ધારદાર બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ હતો. જેના જવાબમાં કોલકાતા સ્કોર ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ત્યારે પેટ કમિંન્સે પોતાની એક જ ઓવરમાં મુંબઈના 3 બેટરને આઉટ કરી મુંબઈને મુશ્કેલીમાં મુકી દીધું હતું. 4 ઓવરમાં 22 રન આપી 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ મુંબઈના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાંખી હતી. કમિંન્સે MIના ઈશાન કિશન, ડેનિયલ સેમ્સ અને મુરુગન અશ્વિનને પેવેલિયન ભેગા કર્યા હતા.
બુમરાહનો તરખાટ, 10 રન આપી 5 વિકેટ લીધી
જસપ્રીત બુમરાહે કોલકાતાના બેટર્સને મુશ્કેલીમાં મુક્યા હતા. તેણે 4 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી લીધી હતી. આ સ્પેલમાં બુમરાહે કોલકાતાના રસેલ, નીતીશ રાણા, શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ અને સુનીલ નરેનને પેવેલિયન ભેગા કર્યા હતા.
વેંકટેશ-રહાણે વચ્ચે શાનદાર પાર્ટનરશિપ
પહેલી વિકેટ માટે કોલકાતાના રહાણે અને વેંકટેશ અય્યર વચ્ચે 34 બોલમાં 60 રનની પાર્ટરનશિપ થઈ હતી. જોકે ત્યારપછી મુંબઈ ઈન્ડિયન્સના બોલર કુમાર કાર્તિકેયે વેંકટેશને પેવેલિયન ભેગો કરી ગેમમાં કમબેક કર્યું હતું. વેંકટેશે આ દરમિયાન 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી 43 રન કર્યા હતા.
સૂર્યકુમાર IPL 2022થી બહાર
મુંબઈ ઈન્ડિયન્સનો બેટર સૂર્યકુમાર યાદવ ઈન્જરીના કારણે IPL 2022થી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે ગુજરાત સામેની મેચમાં સૂર્યકુમાર યાદવને ઈજા પહોંચી હતી. જેના કારણે તે ટૂર્નામેન્ટની બાકીની મેચ નહીં રમે. મીડિયા રિપોર્ટ્સના આધારે સૂર્યાને હાથના સ્નાયુઓમાં ગંભીર ઈજા પહોંચી છે.
બંને ટીમની પ્લેઈંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.