• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • In The Head to head, Hyderabad's Weight Is Heavy, Fans Look At Virat Kohli's Form; Matches Important For Playoff Races

પ્લેઓફની નજીક પહોંચી RCB:હૈદરાબાદને 67 રને હરાવ્યું, હસરંગાએ 5 વિકેટ ઝડપી; SRH માટે હવે પ્લેઓફમાં પહોંચવા કપરા ચઢાણ

12 દિવસ પહેલા
ફોટો સૌજન્ય- ટ્વીટર

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રવિવારે પ્રથમ મેચમાં RCBએ હૈદરાબાદને 67 રને હરાવ્યું છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને SRHને 193 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. SRH 125 રને ઓલઆઉટ થઈ હતી.

વાણિન્દુ હસરંગાએ શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી અને હૈદરાબાદની બેટિંગ લાઈનઅપ ધ્વસ્ત કરી દીધી હતી. રાહુલ ત્રિપાઠીએ 58 રનની લડાયક ઈનિંગ રમી હતી પરંતુ સામે છેડે કોઈ બેટરે તેને સપોર્ટ આપ્યો ન હતો અને ટીમે મેચ ગુમાવવી પડી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...

હૈદરાબાદની શરુઆત ખરાબ
​​​​​​
​હૈદરાબાદની ઇનિંગ્સના પહેલા જ બોલ પર કેપ્ટન કેન વિલિયમસન રનઆઉટ થયો હતો. શાહબાઝ અહેમદે કવર પોઈન્ટ પરથી શાનદાર થ્રો કર્યો અને વિલિયમસન રન આઉટ થયો. અગાઉ RCBની ઇનિંગ્સમાં પણ કોહલીની વિકેટ પ્રથમ બોલ પર પડી હતી. તે જ સમયે, પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન મેક્સવેલે અભિષેક શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો.

આ બંનેના આઉટ થયા બાદ માર્કરામ પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 27 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો.

RCBની ઈનિંગમાં દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરોમાં ઝંઝાવતી બેટિંગ કરતા 8 બોલમાં 30 રન બનાવ્યા છે, કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસે IPL કરિયરની 25મી ફિફ્ટી ફટકારી છે.

ફાફ અને રજત વચ્ચે 105 રનની ભાગીદારી
વિરાટ કોહલીના આઉટ થયા બાદ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે ત્રીજી વિકેટ માટે 73 બોલમાં 105 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં રજતે 38 બોલમાં 48 રન કર્યા જ્યારે ફાફે 35 બોલમાં 52 રન કર્યાં હતા.

ઉમરાન મલિકના પ્રથમ ઓવરમાં 20 રન
વિરાટના આઉટ થયા બાદ ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે RCBની ઇનિંગ સંભાળી હતી. આ બંનેએ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઉમરાન મલિકની પહેલી જ ઓવરમાં 20 રન બનાવ્યા હતા. આ ઓવરમાં 3 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

વિરાટ ઈનિંગના પહેલા બોલ પર જ આઉટ
RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ઈનિંગના પહેલા બોલ પર જ વિરાટ કોહલી સુચિતની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. સુચિતના ફુલર બોલ પર વિરાટ ફ્લિક કરવા જતા SRHના કેપ્ટન વિલિયમ્સન પાસે સરળ કેચ ગયો હતો. તેવામાં ઈનિંગના પહેલા બોલ પર જ વિકેટ જતા વિરાટ પણ અચંબિત થઈ ગયો હતો.

વીડિયોમાં જુઓ વિરાટ કેવી રીતે આઉટ થયો...

ગાવસ્કરે વિરાટની વિકેટ અંગે કહ્યું મારા પાસે શબ્દો નથી
વિરાટ પહેલા બોલ પર જ આઉટ થતા સુનીલ ગાવસ્કર લાઈવ મેચની કોમેન્ટરી દરમિયાન ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે મારી પાસે શબ્દો નથી કે આ વિકેટ પછી હું શું કહું. વિરાટ કોહલીને આવા શોટ પર આઉટ થતા જોઈને હું ચોંકી ગયો છે.

  • SRH વિશે વાત કરીએ તો, તેઓએ 10 મેચ રમી છે અને 5 મેચ જીતી છે. તેનો નેટ રન રેટ +0.325 છે.
  • RCBએ 11 મેચ રમી છે, જેમાં તે 6 વખત મેચ જીતી છે. બેંગ્લોરનો નેટ રન રેટ -0.444 છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન-

  • RCB: રજત પાટીદાર, ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, વાણિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ
  • SRH: કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, અભિષેક શર્મા, ફઝલ હક ફારૂકી, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, જે સુચિત

ઉમરાને ગતિની સાથે લાઇન-લેન્થ સુધારવી પડશે
સિઝનની શરૂઆતની બે મેચો ગુમાવ્યા બાદ, SRHએ સતત પાંચ મેચ જીતીને કમબેક કર્યું હતું. ટીમના બેટર અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારપછી સ્થિતિ બદલાઈ અને હવે હૈદરાબાદ સતત ત્રણ મેચ હારી ગયું છે. ઉમરાન મલિક તેની ગતિથી નવા રેકોર્ડ ચોક્કસ બનાવી રહ્યો છે પરંતુ તેણે છેલ્લી બે મેચમાં 8 ઓવરમાં 100 રન આપ્યા છે.

ગતિ એ ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ જો લાઇન-લેન્થ નિયંત્રણમાં ન હોય, તો તેની ઓવરમાં મોટાભાગે ચોગ્ગા છગ્ગા વાગી શકે છે. સનરાઇઝર્સને પોતાની ધારદાર બોલિંગના જોરે મેચ જીતાડનારા ઉમરાનને હવે વિરોધી બેટરને આઉટ કરવાની સાથે પોતાની લાઈન એન્ડ લેન્થ પર પણ કામ કરવું પડશે.

આ મુદ્દે હૈદરાબાદના બોલિંગ કોચે ઉમરાન સાથે વાત કરવી જોઈએ અને તેને પેસની સાથે વિકેટની સંખ્યા વધારવાની રણનીતિ જણાવવી જોઈએ.

કેપ્ટન ફાફ પ્લેસિસનું પ્રદર્શન ચિંતાનો વિષય
દરેક સિઝનમાં ઓરેન્જ કેપની રેસમાં આગળ રહેનારા ફાફ ડુપ્લેસિસ આ વખતે પોતાની લયમાં જોવા મળી રહ્યો નથી. તેના પ્રદર્શન પર કેપ્ટનશિપની અસર પણ જોવા મળી રહી છે. તો બીજી બાજુ કેટલીક મેચોની નિષ્ફળતા બાદ દિનેશ કાર્તિકે ફરી એકવાર સિક્સરોનો વરસાદ શરૂ કરી દીધો છે. જો બેંગ્લોરે પ્લેઓફની રેસમાં મજબૂત રહેવું હોય તો સમગ્ર ટીમે એક યુનિટ તરીકે પ્રદર્શન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...