CBIએ શનિવારે IPL ફિક્સિંગ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. CBIએ કહ્યું કે 2019માં IPL ટૂર્નામેન્ટમાં મેચોના પરિણામને પ્રભાવિત કરવા માટે સટ્ટાબાજીના નેટવર્કે પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટ્સના આધારે કામ કર્યું હતું. તપાસ એજન્સીનું કહેવું છે કે આ સમગ્ર નેટવર્ક પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું.
CBIએ પણ આ મામલે કેસ નોંધ્યો છે અને મેચ ફિક્સિંગ સહિત અન્ય સટ્ટાબાજીના આરોપમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CBIએ દિલ્હી, જોધપુર, હૈદરાબાદ અને જયપુરમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન 2019 IPL ફિક્સિંગમાં સામેલ સિન્ડિકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં આરોપ છે કે આ સિઝનમાં પાકિસ્તાન સામેની IPL મેચોના પરિણામોને પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે.
IPL સટ્ટાબાજીમાં CBIના 5 મોટા ઘટસ્ફોટ
બેટિંગ નેટવર્ક 2010થી સક્રિય છે
CBIએ FIRમાં દિલીપ કુમાર, ગુરરામ સતીશ, ગુરરામ વાસુ સજ્જન સિંહ, પ્રભુ લાલ મીણા, રામ અવતાર અને અમિત કુમાર શર્માને આરોપી બનાવ્યા છે. CBIએ કહ્યું કે કેટલાક સરકારી અધિકારીઓ પણ 2010થી આઈપીએલ સટ્ટાબાજીમાં સક્રિય છે. આ સિવાય અન્ય કેટલાક અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
CBIએ ભારતભરમાં સટ્ટાબાજીના નેટવર્કની તપાસ આદરી
CBI સમગ્ર ભારતમાં સટ્ટાબાજીના નેટવર્કની તપાસ કરી રહી છે, જે પાકિસ્તાન સાથે સીધો સંબંધ ધરાવે છે. ઘણા શહેરોમાં ઘણા લોકોની તપાસ ચાલી રહી છે. હજુ સુધી, તપાસ એજન્સી દ્વારા તે કહેવામાં આવ્યું નથી કે કઈ મેચોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
IPL-6માં ફિક્સિંગનો ઘટસ્ફોટ પ્રથમ વખત જાહેર થયો
16 મે 2013ના દિવસે IPL 6 દરમિયાન, દિલ્હી પોલીસે શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓ, અજિત ચંદીલા અને અંકિત ચૌહાણની સ્પોટ-ફિક્સિંગના આરોપસર મુંબઈથી ધરપકડ કરી હતી. આ સ્પોટ ફિક્સિંગમાં શ્રીસંતના પિતરાઈ ભાઈ અને ગુજરાતના ભૂતપૂર્વ અંડર-22 ખેલાડી જીજુ જનાર્દનની મહત્ત્વની ભૂમિકા હોવાનો આરોપ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.