IPL સ્ટાર મુકેશની કહાની:નેટ્સમાં લેફ્ટ હેન્ડ પેસરથી પ્રભાવિત થયો ધોની, ચેન્નઈની ટીમમાં લીધો તો ઈતિહાસ રચ્યો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુકેશ ચૌધરી CSKનો પહેલો એવો બોલર બની ગયો છે, જેણે પહેલી ઓવરમાં 2 વિકેટ લીધી છે. લેફ્ટ હેન્ડર પેસર મુકેશ મહેન્દ્ર સિંહ ધોનીને આઈડલ માને છે. એક સમયે નેટ્સમાં મુકેશે નેટ્સમાં બોલિંગથી ધોનીને પ્રભાવિત કર્યો હતો. ત્યારપછી ચેન્નઈએ પોતાની સ્ક્વોડમાં તેને સામેલ કર્યો હતો. જેનો ફાયદો ઉઠાવી તેણે મુંબઈ સામેની મેચમાં રોહિત અને ઈશાનની વિકેટ લઈ પોતાનો પરચો બતાવી દીધો હતો. તો ચલો આપણે મુકેશની ક્રિકેટ કારકિર્દી પર નજર ફેરવીએ....

મુકેશ માટે ભીલવાડાથી IPL સુધીની સફર સરળ રહી નહોતી. માત્ર 10 વર્ષની ઉંમરમાં મુકેશે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેના પિતા ગોપાલ ચૌધરીએ જયપુરમાં ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. જ્યાં 4 વર્ષ સુધી ક્રિકેટની બેસિક ટ્રેનિંગ લીધા પછી મુકેશ મહારાષ્ટ્રના પુણેમાં શિફ્ટ થઈ ગયો હતો. ત્યારપછી હવે ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર બોલ બની ગયો છે.

ભાસ્કર સાથેની વાતચીતમાં મુકેશના પિતાએ જણાવ્યું કે મુકેશ ક્રિકેટર બનવા માગતો હતો. શાળામાં હતો ત્યારથી તેની પહેલી પસંદ ક્રિકેટ જ હતી. તેવામાં પરિવારે પણ સાથ આપી આગળ વધવા પ્રેરણા આપી હતી. મુકેશનો મોટો ભાઈ રાજેશ પણ એની સાથે જયપુરની હોસ્ટેલમાં રહેતો હતો. જ્યાં તેનો મોટો ભાઈ રાજેશ MBBSની તૈયારીમાં લાગી ગયો હતો.

પુણેમાં પણ ક્રિકેટ એકેડમીમાં જોડાયો
મુકેશે સારી તાલીમ માટે હૈદરાબાદ અને બેંગ્લોર જવાનો આગ્રહ શરૂ કર્યો. જોકે ત્યારપછી તેના પિતા તેને પુણે લઈ ગયા. ત્યાં 4 ક્રિકેટ એકેડમીમાં ટ્રાયલ આપવામાં આવી હતી. એકમાં તેની પસંદગી થઈ. જ્યાંથી મુકેશે ડોમેસ્ટિક ક્રિકેટ સાથે IPL સુધીની સફર શરૂ કરી હતી.

ધોનીને આદર્શ માને છે
ગોપાલ ચૌધરીએ જણાવ્યું કે મુકેશ ધોનીને પોતાનો આઇડલ માને છે. તેની પાસેથી તેને ઘણું શીખવા મળી રહ્યું છે. પરદૌડાસ ગામમાં રહેતા બાળપણના મિત્ર રાહુલે જણાવ્યું કે નાનપણથી જ મુકેશ ક્રિકેટર બનવા માંગતો હતો.

મુકેશ ચૌધરીના બાળપણની તસવીર
મુકેશ ચૌધરીના બાળપણની તસવીર

મુકેશ ચૌધરી, જે મહારાષ્ટ્ર તરફથી રમે છે તે
મૂળ રાજસ્થાનના ભીલવાડાનો વતની છે. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તે મહારાષ્ટ્ર તરફથી રમે છે. તેનો જન્મ 6 જુલાઈ 1996ના દિવસે ભીલવાડામાં થયો હતો. તેણે 2017માં મહારાષ્ટ્ર માટે રણજી રમીને ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી IPLની હરાજીમાં મુકેશને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

ધોનીની બોલિંગથી પ્રભાવિત
મુકેશ ચૌધરી અગાઉ પણ ચેન્નઈ માટે નેટ બોલર રહી ચૂક્યો છે. મહેન્દ્ર સિંહ ધોની તેની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો, ત્યાર બાદ ચેન્નઈએ તેને આ સિઝનમાં ખરીદ્યો હતો. IPLમાં અત્યાર સુધી તેણે 6 મેચમાં 7 વિકેટ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...