RCBએ 8 વિકેટથી GTને હરાવ્યું:કિંગ કોહલીની વિસ્ફોટક 73 રનની ઇનિંગે બાજી પલટી, પ્લેઓફ રેસમાં બેંગલોર યથાવત્; ગુજરાતના બોલર્સ ફ્લોપ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો સૌજન્ય- IPL. - Divya Bhaskar
ફોટો સૌજન્ય- IPL.

IPLની 67મી મેચમાં RCBએ 8 વિકેટથી ગુજરાતને હરાવી દીધું છે. GTએ RCBને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેવામાં બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન કરીને બાજી પલટી દીધી હતી. તેણે 54 બોલમાં 73 રનની ઈનિંગ રમી હતી. આની સાથે જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 44 રનની ઇનિંગ રમી હતી. તો બીજી બાજુ ગુજરાતના રાશિદ ખાને બંને વિકેટ લીધી હતી.

કિંગની વિરાટ ઇનિંગ્સ​​​​​​

ખરાબ ફોર્મમાંથી પસાર થતા વિરાટ કોહલીએ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર 54 બોલમાં 73 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 135.18નો રહ્યો હતો. વિરાટે માત્ર 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.

મેચમાં ફાફ ડુ પ્લેસિસે પણ વિરાટને સપોર્ટ કર્યો હતો અને 38 બોલમાં 44 રન કરીને શાનદાર સાથ આપ્યો હતો. વિરાટ અને ફાફ વચ્ચે 87 બોલમાં 115 રનની પાર્ટનરશિપ થઈ હતી.

મેક્સવેલનું શાનદાર ડેડિકેશન

મેક્સવેલે GTના શુભમન ગિલનો શાનદાર ફ્લાઈંગ કેચ પકડ્યો હતો- ફોટો સૌજન્ય- IPL
મેક્સવેલે GTના શુભમન ગિલનો શાનદાર ફ્લાઈંગ કેચ પકડ્યો હતો- ફોટો સૌજન્ય- IPL
  • ગુજરાત ટાઈટન્સે 38 રનના સ્કોરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને આ બંને વિકેટમાં જોવા જઈએ તો RCBનો ગ્લેન મેક્સવેલ ગેમમાં રહ્યો હતો.
  • મેક્સવેલે સૌથી પહેલા શુભમન ગિલનો ફ્લાઈંગ કેચ પકડીને બેંગ્લોરને કમબેક કરાવ્યું હતું.
  • ત્યારપછી મેક્સવેલે ઈનિંગની છઠ્ઠી ઓવરના બીજા બોલ પર મેથ્યુ વેડને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • આ દરમિયાન મેથ્યુ વેડે 12 બોલમાં 13 રન જ કર્યા અને વેડ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
ફોટો સૌજન્ય- IPL
ફોટો સૌજન્ય- IPL

બંને ટીમની પ્લેઈંગ-11

  • RCB: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, સિદ્ધાર્થ કૌલ, જોશ હેઝલવુડ
  • GT: રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી
ફોટો સૌજન્ય- IPL.
ફોટો સૌજન્ય- IPL.
અન્ય સમાચારો પણ છે...