SRKની KKR જીતેલી બાજી હાર્યું:સ્ટોઈનિસે છેલ્લા 2 બોલમાં 2 વિકેટ લઈ મેચ પલટી, LSGએ 2 રનથી કોલકાતાને હરાવ્યું; રાહુલની ટીમ પ્લેઓફમાં પહોંચી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો સૌજન્ય- IPL - Divya Bhaskar
ફોટો સૌજન્ય- IPL

લખનઉ સુપર જાયન્ટ્સે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રને હરાવીને IPL 2022ના પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ જીત સાથે LSGના 14 મેચમાં 18 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે. બીજી તરફ KKRના 14 મેચમાં 12 પોઈન્ટ છે અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન કર્યા હતા. ક્વિન્ટન ડિકોકે 70 બોલમાં 140 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 10 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. ત્યારે કેપ્ટન કેએલ રાહુલે 51 બોલમાં 68 રન કર્યા હતા. આ બંનેએ IPL ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમજ ડિકોકે આ સિઝનમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

કોલકાતા જીતેલી મેચ હાર્યું
જેના જવાબમાં KKRની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 208 રન જ કરી શકી હતી. રિંકુ સિંહે 15 બોલમાં 40 રનની ઈનિંગ રમીને KKRને જીતની ખૂબ નજીક લઈ ગયો હતો. ત્યારપછી ટીમને 2 બોલમાં 3 રનની જરૂર હતી. અહીં એવિન લુઈસે સ્ટોઈનિસના બોલ પર રિંકુનો અકલ્પનીય કેચ લીધો અને બાજી પલટાઈ ગઈ હતી. ત્યારપછી સ્ટોઇનિસે છેલ્લા બોલ પર ઉમેશ યાદવને ક્લિન બોલ્ડ કરીને લખનઉને જીત અપાવી હતી. અગાઉ કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 50 રન કર્યા હતા. જ્યારે નીતિશ રાણાએ 42 અને સેમ બિલિંગ્સે 36 રન કર્યા હતા. બીજી બાજુ LSG તરફથી મોહસીન ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

  • પહેલા બેટિંગ કરતા લખનઉના ઓપનર ક્વિન્ટન ડી કોકે 140* અને કેપ્ટન કેએલ રાહુલે 68* રનની ઈનિંગ રમી IPL ઈતિહાસની સૌથી મોટી 210 રનની પાર્ટનરશિપ નોંધાવી દીધી હતી.

ડિકોકે સાઉથીની ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી

  • ક્વિંટન ડિકોકે સદી માર્યા પછી 19મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સિક્સ ફટકારી હતી.
  • ઈન્ટરનેશનલ સ્ટાર બોલર એવા ટિમ સાઉથીની ઓવરમાં ડિકોકે શાનદાર છગ્ગાની હેટ્રિક મારતા ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા.
  • ટિમ સાઉથીએ ઈનિંગની 19મી ઓવરમાં 27 રન આપ્યા હતા.
ફોટો સૌજન્ય- IPL
ફોટો સૌજન્ય- IPL

જીવનદાનનો ફાયદો ઉઠાવી ડિકોકની સેન્ચુરી

  • LSGના ઓપનર ક્વિંટન ડિકોક અને કે.એલ.રાહુલે વિસ્ફોટક બેટિંગ કરી કોલકાતાના બોલર્સને બેક ફુટ પર ધકેલી દીધા હતા.
  • ક્વિંટન ડિકોકને માત્ર 12 રનના અંગત સ્કોર પર જીવનદાન મળ્યું હતું જેનો ફાયદો ઉઠાવી તેણે 59 બોલમાં સદી ફટકારી દીધી હતી.
  • ડિકોકે IPL કરિયરની બીજી સદી કોલકાતા સામે ફટકારી હતી.
ફોટો સૌજન્ય- IPL
ફોટો સૌજન્ય- IPL

ડિકોકને જીવનદાન મળ્યું
ઈનિંગની ત્રીજી ઓવરમાં ઉમેશ યાદવે શાનદાર બોલ નાખ્યો હતો. જેના પર ડિકોક શોટ મારવા જતા બોલ મિસ ટાઈમ થયો અને બોલ સીધો ડીપ પોઈન્ટના ફિલ્ડર પાસે ગયો હતો. જોકે તેણે આ સરળ કેચ છોડતા ડિકોકને જીવન દાન મળ્યું હતું. આ દરમિયાન ડિકોક 12 રનના સ્કોર પર રમી રહ્યો હતો.

  • જીવનદાન મળ્યાની ઓવરના છેલ્લા બોલ પર જ ડિકોકે શાનદાર સિક્સર ફટકારી હતી
લખનઉએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
લખનઉએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

બંને ટીમની પ્લેઇંગ-11

  • LSG: ક્વિંટન ડિકોક, કે.એલ.રાહુલ, મનન વોહરા, એવિન લુઈસ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, જેસન હોલ્ડર, આવેશ ખાન, મોહસિન ખાન, રવિ બિશ્નોઈ
  • KKR: અબિજીત તોમાર, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર, નીતીશ રાણા, સેમ બિલિંગ્સ, રિંકૂ સિંહ, આંદ્રે રસેલ, સુનીલ નરેન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, વરુણ ચક્રવર્તી
અન્ય સમાચારો પણ છે...