તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • I Am Not A Power hitter, But Like Kohli, Smith Succeeds In Shorter Format By Playing Proper Cricketing Shots: Pujara

સૌરાષ્ટ્રના સાવજની ગર્જના:હું પાવર-હીટર નથી, પરંતુ કોહલી, સ્મિથની જેમ પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમીને શોર્ટર ફોર્મેટમાં પણ સફળ થવાય જ છે: પૂજારા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોહિત શર્મા પ્યોર હીટર નથી, પરંતુ તેનું ટાઈમિંગ જોરદાર છે: પૂજારા

ચેતેશ્વર પૂજારા ભારતીય ટેસ્ટ ટીમનો સૌથી મહત્ત્વપૂર્ણ બેટ્સમેન છે. તેની ક્રિઝ પર સમય પસાર કરવાની ક્ષમતાને લીધે ક્રિકેટ પંડિત અને ફેન્સ વોલ 2.0 કહીને પણ બોલાવે છે. જોકે, તેના લીધે જ પૂજારાને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા કેટલાક સમયથી તક મળી રહી નહોતી. જોકે, IPL 2021ની સીઝન માટે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ પૂજારાને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સૌરાષ્ટ્રનો સાવજ હવે IPLમાં પણ પોતાની છાપ છોડવા તૈયાર છે.

સ્વીકારું છું કે હું પાવર-હીટર નથી
પૂજારાએ ક્રિક ઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સ્ટ્રાઇક રેટની વાત આવે તો હું સ્વીકારું છું કે હું પાવર-હીટર નથી. તમે વિરાટ કોહલી જેવા પ્લેયર પાસેથી ઘણું શીખી શકો છો. રોહિત શર્મા પ્યોરલી પાવર-હીટર નથી, એનો ટાઈમિંગ જોરદાર છે. ગેમમાં કદાચ જ કોઈનો ટાઈમિંગ રોહિત કરતા સારો હશે.

પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમીને સફળ થવાય છે
પૂજારાએ આગળ કહ્યું કે, તમેકોહલીની જેમ કેન વિલિયમ્સન અને સ્ટીવ સ્મિથનું પણ ઉદાહરણ લઈ શકો છો. એ બંને પણ પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમે છે અને જરૂર પડે ત્યારે ઇનોવેટિવ થાય છે. મારું પણ એ જ માઈન્ડસેટ છે કે મારે શોર્ટર ફોર્મેટમાં સફળ થવું છે, જરૂર પડ્યે ઇનોવેટિવ પણ થઈશ, તે સાથે એ પણ માનું છું કે પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમીને રન બનાવી શકાય છે.

ડોમેસ્ટિકમાં લિમિટેડ ઓવર્સનો સારો અનુભવ છે
પૂજારાએ અંતમાં કહ્યું કે, હું ભારતમાં લિમિટેડ ઓવર્સ ક્રિકેટ રમ્યો છું. તેમજ મારી પાસે કાઉન્ટીનો પણ અનુભવ છે. એ મેચો રમવાથી તમને ખબર પડે છે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે રમવાનું હોય છે. તમને ગેમ અવેરનેસ મળે છે: બોલર શું કરવા માગે છે, પિચ કેવી રીતે બિહેવ કરી રહી છે, અને તેમાં કઈ પ્રકારના શોટ્સ રમી શકો છો.