આઈપીએલની વર્તમાન સિઝનમાં અનકેપ્ડ ખેલાડી પોતાની ટીમ માટે શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ રહ્યા છે. હૈદરાબાદનો ઉમરાન મલિક 11 મેચમાં 9.10ની ઈકોનોમી સાથે 15 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે પોતાની ટીમનો બીજો સૌથી સફળ બોલર છે. ફ્રેન્ચાઈઝીએ તેને આ વખતે રિટેન કર્યો હતો. તેની એક વિકેટ ટીમને 26 લાખ રૂપિયામાં પડી રહી છે. આ રીતે મુંબઈ માટે સતત સારું પ્રદર્શન કરી રહેલ તિલક વર્માએ પણ 11 મેચમાં 136.32ની સ્ટ્રાઈક રેટથી 334 રન કર્યા છે. તે પોતાની ટીમનો ટોપ સ્કોરર પણ છે. તેનો 1 રન ટીમને માત્ર 50 હજાર રૂપિયામાં પડી રહ્યો છે.
બેઝ પ્રાઈસઃ 20 લાખવાળા રન કરવાની સાથે વિકેટ ઝડપી રહ્યા છે
હરાજીમાં 20 લાખની બેઝ પ્રાઈસમાં ટીમમાં સામેલ થયેલા ખેલાડીઓ મેચ વિનિંગ ઈનિંગ્સ રમી રહ્યા છે. આ ખેલાડી રન કરવાની સાથે વિકેટ પણ ઝડપી રહ્યા છે. ચેન્નાઈએ મુકેશ ચૌઘરીને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદયો હતો. તેણે ટીમ માટે 10 મેચમાં 9.62ની ઈકોનોમીથી 13 વિકેટ ઝડપી છે. તે ટીમનો બીજો સફળ બોલર છે. લખનઉના આયુષ બદોનીએ 12 ઈનિંગ્સમાં 124.80ની સ્ટ્રાઈક રેટથી 161 રન કરી ચૂક્યો છે. લખનઉ માટે મોહસિનનું પ્રદર્શન સારું રહ્યું છે. મોહસિન લખનઉ માટે સૌથી ઓછી 5.19ની ઈકોનોમી ધરાવે છે. તે 10 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/16 છે.
ડેબ્યૂટન્ટઃ વિન્ડીઝના રોવમેન પોવેલને સૌથી વધુ તક મળી
આઈપીએલમાં ડેબ્યૂટન્ટ પર ફ્રેન્ચાઈઝી વધુ વિશ્વાસ દાખવતી નથી. પરંતુ દિલ્હીએ વિન્ડીઝના રોવમેન પોવેલ પર વિશ્વાસ રાખી તકો આપી. પોવેલ સફળ પણ રહ્યો. તેણે 12 મેચમાં 161.41ની સ્ટ્રાઈક રેટથી 205 રન કર્યા છે. તે 6 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. પંજાબનો ઓડિયન સ્મિથ પણ ઓલરાઉન્ડ પ્રદર્શન કરી ચૂક્યો છે. તેણે બેંગલુરુ વિરુદ્ધ 8 બોલમાં 25 રન કરી ટીમને જીત અપાવી હતી. આ રીતે બેબી એબીના નામે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસે 6 મેચમાં 100+ રન કર્યા છે. જ્યારે રાજ બાવાને 2 મેચ જ રમવા મળી અને તે માત્ર 11 રન જ કરી શક્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.