DCએ 21 રનથી SRHને હરાવ્યું:ખલીલ અહેમદે 3 વિકેટ લીધી; વોર્નરની મેચ વિનિંગ 92* રનની ઈનિંગ; હૈદરાબાદે મારી હારની હેટ્રિક
IPL 2022ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 21 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. SRH પાસે 208 રનનો વિશાળ લક્ષ્યાંક હતો, જેના જવાબમાં ટીમે 186/8 રન કર્યા અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન SRHના નિકોલસ પૂરને સૌથી વધુ 62 રન કર્યા હતા જ્યારે દિલ્હીના ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. આની સાથે જ હૈદરાબાદ સતત આ ત્રીજી મેચ હારી ગયું છે.
SRHના ઓપનર ફ્લોપ
- ટાર્ગેટ ચેઝ કરતા SRHની શરૂઆત ખરાબ રહી હતી.
- બીજી ઓવરમાં અભિષેક શર્મા (7) ખલીલ અહેમદના બોલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
- કેપ્ટન કેન વિલિયમ્સન પણ 5મી ઓવરમાં આઉટ થયો હતો.
- કેન 11 બોલમાં માત્ર 5 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. આ બંને વિકેટ હૈદરાબાદે 23 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી.
- પાવર પ્લેમાં SRHનો રન રેટ 5.83નો રહ્યો હતો.
DCએ 20 ઓવરમાં 207 રન કર્યા
- અગાઉ ટોસ હાર્યા પછી બેટિંગ કરતા DCએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 207 રન કર્યા હતા.
- ડેવિડ વોર્નરે સૌથી વધુ અણનમ 92 રન કર્યા હતા જ્યારે રોવમેન પોવેલ 67 રને અણનમ રહ્યો હતો.
- SRH તરફથી ભુવનેશ્વર કુમાર, શોન એબોટ અને શ્રેયસ ગોપાલે 1-1 વિકેટ લીધી હતી.
બંને ટીમોની પ્લેઈંગ-11
- DC: ડેવિડ વોર્નર, મનદીપ સિંહ, મિશેલ માર્શ, રિષભ પંત (w/c), લલિત યાદવ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોર્ત્યા.
- SRH: અભિષેક શર્મા, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, શોન એબોટ, કાર્તિક ત્યાગી, ઉમરાન મલિક.