રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત:211 રન ચેઝ કરી રહેલી SRH ટીમના ટોપ-4 બેટર્સ ડબલ ડિજિટનો સ્કોર પણ ન કરી શક્યા; ચહલે 3 વિકેટ ઝડપી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની 5મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 61 રનથી હરાવ્યું છે. પુણેના MCA સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં SRHએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RR તરફથી કેપ્ટન સંજુ સેમસન 55 રન, દેવદત્ત પડિકલ 41 રન અને જોસ બટલરે 35 રન કરીને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાશ્મીરના ઉમરાને SRH તરફથી 2 વિકેટ લીધી હતી.

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી SRHની આખી ટીમ 149 રન બનાવી શકી હતી. ટોચના 4 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. એડમ માર્કરામે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી અને ટી20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પણ પૂરી કરી.

મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો

ચહલની 250 વિકેટ પુરી
મેચમાં યુઝવેન્દ્ર ચહલે 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના 3 વિકેટ લેવાની સાથે જ ટી20 ફોર્મેટમાં તેની 250 વિકેટ પણ પૂરી કરી લીધી. ચહલે અભિષેક શર્મા (9), અબ્દુલ સમદ (4) અને રોમારિયો શેફર્ડ (24) રને આઉટ કરીને શાનદાર બોલિંગ કરી હતી.

પહેલી ઈનિંગની હાઈલાઈટ્સ
1. બટલરને મળ્યુ જીવનદાન

ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરને પ્રથમ ઓવરના 5માં બોલ પર પ્રથમ સ્લીપમાં અબ્દુલ સમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી SRHના ખેલાડીઓ ઉજવણી કરવા લાગ્યા હતા, પરંતુ ત્યારબાદ અમ્પાયરે નો-બોલ આપીને હૈદરાબાદ કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો હતો. બટલરને શૂન્ય રને મોટુ જીવનદાન મળ્યું.

2. સંજૂ અને પડિક્કલની શાનદાર પાર્ટનરશિપ

RRના કેપ્ટન સંજુ સેમસન અને દેવદત્ત પડિકલે ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી ઉમરાન મલિકે પડિક્કલને 41 રને આઉટ કરીને તોડી હતી. આ પછી સેમસન પણ ફિફ્ટી બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

3. સંજુની શાનદાર કેપ્ટન ઈનિંગ્સ

સંજુ સેમસને 27 બોલમાં 55 રન બનાવ્યા અને ભુવનેશ્વર કુમારના હાથે આઉટ થયો. તેનો કેચ અબ્દુલ સમદે લોંગ ઓન પર પકડ્યો હતો. સંજુએ મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે IPLમાં તેની 16મી સદી અને કેપ્ટન તરીકે ત્રીજી અડધી સદી પૂરી કરી.

4. સ્પીડ સ્ટાર ઉમરાન
કાશ્મીર તરફથી યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 39 રનમાં 2 વિકેટ લીધી હતી. મલિકે જોસ બટલર (35) અને દેવદત્ત પડિકલ (41)ને આઉટ કર્યા હતા. ઉમરાને મેચમાં સતત 140+ની ઝડપે બોલ ફેંક્યા. SRHએ મેગા ઓક્શન પહેલા તેને 4 કરોડમાં રિટેન કર્યો હતો.

હેડ ટુ હેડમાં લગભગ બરાબરી
અત્યાર સુધી IPLમાં SRH અને RR વચ્ચે 15 મેચો રમાઈ છે. તેમાં 8 વખત હૈદરાબાદ તો 7 વખત રાજસ્થાન જીત્યું છે. હૈદરાબાદે રાજસ્થાન વિરુદ્ધ એક ઈનિંગમાં સૌથી વધુ 201 રન બનાવ્યા છે, સામે રાજસ્થાને હૈદરાબાદ વિરુદ્ધ હાઈએસ્ટ 220 રન બનાવ્યા છે. રાજસ્થાન સામે હૈદરાબાદનો લોએસ્ટ સ્કોર 127 છે તો હૈદરાબાદ સામે રાજસ્થાનનો લોએસ્ટ સ્કોર 102 રન છે.

અન્ય સમાચારો પણ છે...