તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL-2021:ચેન્નઈ સામે જીતવા હૈદરાબાદે મિડલ ઓર્ડર મજબૂત કરવો પડશે

ચેન્નઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

આઈપીએલ 2021ની 23મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ કરશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. કોટલા મેદાન પર આ સિઝનની પહેલી મેચ રમાશે. પાંચ મેચમાં 4 જીત સાથે ચેન્નઈ ટેબલ પર બીજા ક્રમે છે. પહેલી મેચમાં હાર બાદ ટીમે શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં ચેન્નઈ પ્લે ઓફમાં પણ પહોંચી શક્યું ન હતું. આ વખતે ટીમ મજબૂત દેખાઇ રહી છે.

બેંગલુરુ સામેની મેચમાં એકલા રવીન્દ્ર જાડેજાએ ટીમને જીત અપાવી હતી. ફાફ ડુ પ્લેસિસ અને રુતુરાજ ગાયકવાડે ઓપનિંગ જોડી સારી શરૂઆત કરી રહી છે. જો સુરેશ રૈના અને અંબાતી રાયડુ પણ રન બનાવવા લાગે તો ચેન્નઇને રોકવું અશક્ય છે. જોકે ધોની બેટિંગમાં કઇ ખાસ કરી શક્યો નથી. પણ તેની કેપ્ટનશિપમાં હરીફ ટીમ નિષ્ફળ રહી છે.

બીજી તરફ હૈદરાબાદ પાંચ મેચમાં માત્ર 1 જ જીત મેળવી છે અને ટીમ પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. તેણે અત્યાર સુધી બધી મેચ ચેન્નઈમાં રમી છે. દિલ્હી સામે ગત મેચમાં ટીમ સુપર ઓવરમાં હારી ગઇ હતી. ટીમમાં ભારતીય ખેલાડીઓ કઇ ખાસ કરી શક્યા ન હતા. ટીમે મધ્યમ ક્રમ પર કામ કરવાની જરૂર છે. દિલ્હી સામે કેન વિલિયમ્સને શાનદાર બેટીંગ કરી હતી. પણ કોઇ ખેલાડી તેની સાથે મોટી ભાગીદારી નોંધાવી ન શક્યું. તો બોલિંગમાં દીપક ચહરે કમાલ કરી રહ્યો છે.

ચેન્નઈના રૈના અને બ્રાવો સફળ રહ્યા

 • હૈદરાબાદ સામે ચેન્નઈના સુરેશ રૈના (415) ટોપ સ્કોરર છે. બ્રાવોએ 17 વિકેટ ઝડપી છે.
 • ચેન્નઈ સામે હૈદરાબાદના વોર્નર (348) ઘણું સારૂ રમે છે. ભુવનેશ્વરે 8 વિકેટ ઝડપી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો