તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL: આજે મુંબઈ-હૈદરાબાદ વચ્ચે મેચ:હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સને બરોબરીની ટક્કર આપે છે

ચેન્નઈ2 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

આઈપીએલ 2021માં 9મી મેચમાં મુંબઈની સામે હૈદરાબાદનો પડકાર હશે. આ મેચ ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં રમાશે. મુંબઈએ આ સિઝનમાં 1 હાર અને 1 જીત મળી છે. તો હૈદરાબાદને સિઝનમાં પોતાની પહેલી જીતની રાહ જોઇ રહ્યું છે.

પહેલી મેચમાં 10 અને બીજી મેચમાં 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેપક સ્ટેડિયમમાં પણ હૈદરાબાદે સમેલી તમામ 5 મેચમાં હાર્યું છે. ચેપકની પિચે અત્યાર સુધી બેટ્સમેનોને ઘણી તકલીફ આપી છે. કેન વિલિયમ્સન ડાબી કોણીમાં ઇજાના કારણે એક પણ મેચ રમી શક્યો નથી. તે ધીમી પિચ પર પ્રભાવશાળી સાબીત થઇ શકે છે. તેમે કહ્યું કે એક સપ્તાહમાં તે પુરી રીતે ફિટ થઇ જશે. બોલરોએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. પણ મધ્યમક્રમ મજબુત કરવાની જરૂર છે.

મુંબઈની ટીમમાં બદલાવ થઇ શકે છે. ક્વોરન્ટાઇન બાદ ટીમમાં સ્થાન પામનાર ક્વિંટન ડિ કૉકની જગ્યાએ ક્રિસ લિનને તક મળી શકે છે. ટીમ માર્કો જાનસેનની જગ્યાએ એક સ્પિનર બોલરને તક આપી શકે છે. ટીમ પાસે જયંત યાદવ, પીયુષ ચાવલા અને અનુકૂલ રૉયનો વિકલ્પ છે.

પહેલી બેટિંગ કરવાનો વિકલ્પ સારો: ચેપકના મેદાન પર થયેલ બંને મેચ રન ચેઝ કરનાર ટીમ જીતની નજીક પહોંચ્યા બાદ હારી ગઇ છે. કોલકત્તાની ટીમ મુંબઈ સામે 31 બોલમાં 31 રન નહીં કરી શકી. તો હૈદરાબાદ 30 બોલમાં 42 રન ન કરી શકી.

અન્ય સમાચારો પણ છે...