રોહિતના આઉટ થવા પર પત્નીનું રિએક્શન વાઈરલ:RR વિરુદ્ધ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હિટમેન, પત્ની રિતિકા ઉદાસ થઈ ગઈ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈને IPL 2022માં સતત બીજી હાર મળી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ કઈ ખાસ પ્રદર્શન કરી ન શક્યા અને 10 રન બનાવીને આઉટ થયા હતા. તેણે 5 બોલનો સામનો કર્યો અને એક સિક્સર ફટકારી હતી. તેની વિકેટ પ્રખ્યાત કૃષ્ણાએ લીધી હતી. જ્યારે તે આઉટ થયા બાદ પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેની પત્ની રિતિકા સજદેહનું રિએક્શન જોવા જેવું હતું. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. રિતિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

રોહિતે બેવડી સદી ફટકારી ત્યારે રડવા લાગી હતી રિતિકા

2017માં રોહિતે બેવડી સદી ફટકાર્યા બાદ રિતિકા ભાવુક થઈ હતી
2017માં રોહિતે બેવડી સદી ફટકાર્યા બાદ રિતિકા ભાવુક થઈ હતી

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 2017માં તેની બીજી મેરેજ એનિવર્સરીના અવસર પર ODI ક્રિકેટમાં પોતાની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. તે મેચ જોવા માટે રીતિકા પણ પહોંચી હતી. જ્યારે રોહિતે તેની બેવડી સદી પૂરી કરી ત્યારે તેની પત્ની રિતિકાની આંખોમાં આંસુ હતા. તેના હર્ષના આંસુ કેમેરામાં કેદ થયા હતા. રિતિકા IPLની દરેક સિઝનમાં તેના પતિને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં ચોક્કસ પહોંચે છે.

રિતિકા IPLની દરેક મેચમાં MIને ચિયર કરવા સ્ટેડિયમ પહોંચે છે
રિતિકા IPLની દરેક મેચમાં MIને ચિયર કરવા સ્ટેડિયમ પહોંચે છે

હજી સુધી મુંબઈ એક પણ મેચ જીત્યું નથી
IPLમાં મુંબઈની જીતનું ખાતુ શનિવારે પણ ખોલી શકાયું નથી. તેને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. D.Y પાટિલ સ્ટેડિયમમાં રાજસ્થાને તેને 23 રને હરાવ્યું હતું. ચહલે ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. રાજસ્થાનના બટલરે સદી ફટકારીને ટીમનો સ્કોર 193 રન સુધી પહોચાડ્યો હતો.

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી મુંબઈએ શરૂઆતમાં જ રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન અને તિલક વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ બંને ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયા હતા. આ પછી પોલાર્ડની ધીમી બેટિંગના કારણે ટીમ 194 રનનો પીછો કરી શકી ન હતી.

મુંબઈની ટીમ હવે તેની આગામી મેચ 6 એપ્રિલે કોલકાતા સામે રમશે. IPL 2022માં કોલકાતાએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. જ્યારે ટીમ 2માં જીતી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા રોહિતની ટીમને આકરો પડકાર આપતી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...