મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમ માટે ફોટોશૂટ કરાવ્યું છે, આ દરમિયાન તે પોતાની દીકરીની સાથે ડાન્સ કરતા જોવા મળ્યો. રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટનો બિહાઈન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે. તેમને કેપ્શનમાં લખ્યું કે કેમ્પેનનો તે ભાગ છે તમે નથી જોઈ શકતા.
આ ઉપરાંત વીડિયોમાં રોહિત કેમેરામેનની સાથે મજાક-મસ્તી કરતાં જોવા મળ્યો. દીકરીની સાથે હિટમેનનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
MI એરિનામાં પણ મસ્તી કરતા નજરે પડ્યો હતો
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 'MI એરિના'નો પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રોહિત શર્મા 'પુષ્પા સ્ટાઈલ'માં ચાલતા જોવા મળ્યો હતો. સાથે જ તેને અન્ય ખેલાડીઓની સાથે કિડ્સ સેક્શનમાં ફાયરિંગ કરતા પણ દેખાયો હતો. જસપ્રીત બુમરાહ પણ હાથમાં ગન લઈને દેખાયો. ટીમના અન્ય પ્લેયર્સ પણ MI એરિનામાં ફાયરિંગ કરતા અને પોલો રમતા જોવા મળ્યા હતા.
પહેલા પણ કરી ચુક્યો છે કમાલનો ડાન્સ
થોડાં દિવસ પહેલા રોહિતે શ્રેયસ અય્યર અને શાર્દૂલ ઠાકુરની સાથે 'શહેરી બાબૂ'ના ગીત પર ડાન્સ કર્યો હતો.રોહિત શર્માએ શ્રેયસની જોરદાર પ્રશંસા કરી હતી. વીડિયોની સાથે રોહિત શર્માએ કેપ્શનમાં લખ્યું હતું, 'ઘણું જ સુંદર શ્રેયસ અય્યર. દરેક મૂવ એકદમ પરફેક્ટ.'
27 માર્ચે દિલ્હી સાથે પહેલી મેચ
રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પોતાની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમશે. ટીમમાં રોહિત શર્મા ઉપરાંત જસપ્રિત બુમરાહ, કીરોન પોલાર્ડ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ખેલાડી છે. રોહિતને આ સીઝનમાં નવા પડકારનો સામનો કરવો પડશે
ટીમમાં અનેક નવા ખેલાડીઓ છે, એવામાં તેમની સાથે ટીમનું સંયોજન બેસાડવું પડશે. તો રોહિતે પોતાના બેટથી સારું પ્રદર્શન પણ કરવાનું રહેશે. મુંબઈની ટીમ છેલ્લી સીઝન પ્લે ઓફમાં પણ પહોંચી શકી ન હતી. જે બાદ ટીમે ઓક્શનમાં તેમના સૌથી સારા ઓલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડયાને ખરીદ્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.