ઈશાનને ગુસ્સો ભારે પડી શકે:આઉટ થયા બાદ ડગઆઉટમાં જતા સમયે એડવરટાઈઝમેન્ટ હોલ્ડિંગ પર ગુસ્સામાં બેટ ફટકાર્યું; કાર્યવાહી થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશનને બાઉન્ડ્રી લાઈન પર પડેલી એડવરટાઈઝમેન્ટ હોલ્ડિંગ પર ગુસ્સો કરવો મોંઘો સાબિત થઈ શકે છે. તેને દંડ પણ થઈ શકે છે.

હકીકતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈને જીતવા માટે 200 રનની જરૂર હતી. મુંબઈને જીતવા માટે ઓપનર ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માની સારી શરૂઆતની જરૂર હતી. રોહિત શર્મા જલ્દી આઉટ થઈ ગયો. તે 7 બોલમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો. તે સમયે ટીમનો સ્કોર માત્ર 16 રન હતો. આવી સ્થિતિમાં ટીમને બીજા ઓપનર ઇશાન કિશન પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે પણ 7મી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે આઉટ થયો હતો. તે 17 બોલમાં 13 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર ફ્લોપ હોવાના ગુસ્સામાં ઇશાને ડગઆઉટમાં પરત ફરતી વખતે તેને બાઉન્ડ્રી પર આઉટ થયાનો ગુસ્સો કાઢ્યો. તેણે ગુસ્સામાં બાઉન્ડ્રી લાઇન પર પડેલા જાહેરાત હોલ્ડિંગને જોરથી બેટ ફટકાર્યુ. ઈશાનના આ કૃત્ય માટે તેને દંડ પણ થઈ શકે છે.

બે મેચોમાં જ ઈશાનનું પ્રદર્શન સારુ રહ્યું
ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શનમાં 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLની આ સિઝનમાં તેણે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી તે પોતાની લયથી ભટકી ગયો અને તેના બેટમાંથી વધુ રન ન મેળવી શક્યો. તેણે દિલ્હી સામેની પ્રથમ મેચમાં 81 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ સામે પણ 54 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી તેનું બેટ શાંત છે અને તે કોઈપણ મેચમાં 26થી વધુ રન બનાવી શક્યો નથી. તેણે અત્યાર સુધી રમાયેલી 6 ઇનિંગ્સમાં 38.20ની એવરેજથી 191 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 117.17 છે.

મુંબઈની સતત છઠ્ઠી હાર
IPLની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની છઠ્ઠી હાર છે. ટોસ હાર્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 199 રન બનાવ્યા હતા.

આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા 6 અને ઈશાન કિશન 13 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ડેવાલ્ડ બ્રેવિસે 13 બોલમાં 31 રન ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કરી હતી. બ્રેવિસના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ (37) અને તિલક વર્મા (26) વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી, પણ રનરેટ ખૂબ જ વધી ગઈ હતી. પોલાર્ડે અંતમાં 25 રન બનાવ્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 181 રન જ બનાવી શકી હતી.

અન્ય સમાચારો પણ છે...