ગુજરાતી બોલરનો નવો રેકોર્ડ:હર્ષલ પટેલ બન્યો એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર; MIના જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તોડ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હર્ષલ પટેલ- ફાઈલ ફોટો. - Divya Bhaskar
હર્ષલ પટેલ- ફાઈલ ફોટો.
  • ગત સીઝનમાં બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતાં કુલ 27 વિકેટ ઝડપી હતી
  • હર્ષલ આ સીઝનમાં 29 વિકેટ લઈ ચૂક્યો છે

IPLની 14મી સીઝનમાં RCBની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્લેઓફમાં પણ પહોંચી ગઈ છે. ટીમની આ સફળતા પાછળ ટીમના સ્ટાર બોલર હર્ષલ પટેલનો બહુ મોટો ફાળો રહ્યો છે. હર્ષલ આ સીઝનમાં 29 વિકેટ લઈ ચૂક્યો છે અને એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે. ભારતના યોર્કરકિંગ જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તેણે પોતાના નામે કરી દીધો છે.

હર્ષલે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર બોલિંગ કરતાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એક વિશેષ સિદ્ધિ પણ હાંસલ કરી હતી. તે ટૂર્નામેન્ટની કોઈપણ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર બન્યો છે.

હર્ષલ પટેલે તોડ્યો બુમરાહનો રેકોર્ડ
ગત સીઝનમાં બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતાં કુલ 27 વિકેટ ઝડપી હતી. તેણે 2017માં ભુવનેશ્વર કુમારે લીધેલી 26 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. હર્ષલે બુધવારે (6 ઓક્ટોબર) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ત્રણ વિકેટ ખેરવવાની સાથે બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. જયદેવ ઉનડકટે 2017માં 24 વિકેટ ઝડપી હતી અને તે આ લિસ્ટમાં હરભજનસિંહ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.

એક સીઝનમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ બ્રાવોના નામે
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ડ્વેન બ્રાવોના નામે IPLની સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે. તેણે 2013માં કુલ 32 વિકેટ ઝડપી હતી. ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારો કાગિસો રબાડાએ 30 વિકેટ ઝડપી હતી. હર્ષલ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેની પાસે બ્રાવોનો રેકોર્ડ તોડવાની તક છે. RCBને ચોક્કસપણે એક લીગ મેચ અને ઓછામાં ઓછી એક વધુ મેચ રમવા મળશે. જો ટીમ ફાઈનલમાં પહોંચશે તો હર્ષલને વિકેટની સંખ્યા વધારવાની તક મળશે.

IPLની કોઈ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર

બોલરવિકેટવર્ષ
હર્ષલ પટેલ29*2021
જસપ્રિત બુમરાહ272020
ભુવનેશ્વર કુમાર262017
જયદેવ ઉનડકટ24

2017

હરભજન સિંહ242013

આંકડા-(સંદર્ભ iplt-20.com)

અન્ય સમાચારો પણ છે...