રિષભ પંતે ધોનીની યાદ અપાવી:આવેશ ખાનની બોલિંગમાં હેલિકોપ્ટર શોટ ફટકાર્યો, અણનમ 39 રન બનાવ્યા, જુઓ VIDEO

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 15મી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનઉ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે એક શોટ દ્વારા ધોનીની યાદ અપાવી હતી. પંતે 19મી ઓવરમાં હેલિકોપ્ટર શોટ ફટકાર્યો હતો. આ ઓવર આવેશ ખાન ફેંકી રહ્યો હતો.

આવેશ ખાને ત્રીજો બોલ ફુલ ટોસ ફેંક્યો હતો. જેના પર રિષભ પંતે ડીપ સ્ક્વેર લેગ તરફ હેલિકોપ્ટર શોટ ફટકાર્યો હતો. બોલ એક ટપ્પો પડી બાઉન્ડ્રી બહાર ગયો હતો.

હેલિકોપ્ટર શોટનું નામ આવે એટલે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આવે. કારણે કે તેનો આ શોટ ભારે લોકપ્રિય થયો છે. આ તેનો કોપીરાઈટ શોટ છે. જોકે પંત, હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન પણ આ શોટ ફટકારતા જોવા મળ્યા છે.

પંતે ધીમી બેટિંગ કરી
રિષભ પંત 9મી ઓવરમાં બેટિંગ કરવા માટે આવ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 69/3 હતો. પતે 36 બોલમાં 39 રન બનાવ્યા હતા. પંત તોફાની ઈનિંગ રમશે તેવી બધાને આશા હતી પણ તેવું થયું નહીં. આ પહેલા ગુજરાત સામે 43 રન અને મુંબઈ સામે 1 રન બનાવ્યો હતો.આમ ત્રણ મેચમાં તેણે 83 રન બનાવ્યા છે.

મેચમાં દિલ્હીની 6 વિકેટે હાર થઈ હતી. ટોસ હાર્યા પછી બેટિંગ કરતા દિલ્હીએ 3 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. 150 રનના ટાર્ગેટને લખનઉએ 2 બોલ બાકી હતા ત્યારે હાંસલ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...