IPL 2022ની 60મી મેચમાં પંજાબ કિંગ્સે 54 રનથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધું છે. RCBને જીતવા માટે 210 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ ગુમાવી દીધી હતી. આ દરમિયાન પંજાબ કિંગ્સના રબાડાએ 3 વિકેટ લીધી હતી. આ પરિણામ સાથે પંજાબની ટીમ પ્લે ઓફની રેસમાં પરત ફરી છે. PBKSના 12 મેચમાં 12 પોઈન્ટ છે. જ્યારે RCBના 13 મેચમાં 14 પોઈન્ટ છે અને તે પણ ટોપ-4ની રેસમાં યથાવત છે.
પંજાબની પાવરફુલ બેટિંગ
ટોસ હાર્યા પછી પંજાબની શરૂઆત સારી રહી હતી અને ઓપનિંગમાં શિખર ધવન અને બેયરસ્ટો વચ્ચે 60 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ધવનના આઉટ થયા પછી પણ બેયરસ્ટોએ શાનદાર ફિફ્ટી ફટકારી રન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ ઈનિંગમાં બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જેમાં કુલ 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની વિકેટ પછી લિયમ લિવિંગસ્ટોને બાજી સંભાળી અને તેને 42 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા મારી 70 રન કર્યા હતા. બંને બેટરની શાનદાર ઈનિંગના કારણે પંજાબે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 209 રન કર્યા હતા.
RCBના પટેલનો પાવર
બંને ટીમોની પ્લેઈંગ-11
વિરાટનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય
બેંગ્લોરે ચોક્કસપણે સાત મેચ જીતી છે, પરંતુ નેટ રન રેટ તેના માટે સતત સમસ્યા રહી છે. જો તે બાકી રહેલી બંને મેચ જીતી જશે તો તે સીધી પ્લેઓફમાં પહોંચી જશે. વળી નેટ રન રેટની વાત આવે તો RCB પાછળ રહી શકે છે. જો RCBને તેના નેટ રન રેટમાં સુધારો કરવો હોય તો ટોપ ઓર્ડરથી સારું પ્રદર્શન કરવું જરૂરી રહેશે.
કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ શાનદાર બેટિંગ કરી રહ્યો છે, પરંતુ વિરાટનો ખરાબ ફેઝ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. બેંગ્લોર માટે તે જરૂરી રહેશે કે તમામ ખેલાડીઓ મેચમાં વધુ સારું પ્રદર્શન કરે, જેથી તેઓ આગામી મેચોમાં પણ પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી શકે છે.
રબાડાની બોલિંગ પંજાબ માટે ગેમ ચેન્જર
દરેક સિઝનમાં એવું જોવામાં આવ્યું છે કે કેટલીક ખૂબ જ અઘરી મેચો જીતનારી આ પંજાબની ટીમ સરળ મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય છે. આ વખતે મયંક અગ્રવાલની કેપ્ટનશિપ હેઠળ, PBKSને પહેલાથી ચાલી રહેલી આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે.
કગિસો રબાડાનું લયમાં પરત આવવું ટીમ માટે ઘણું સારું રહ્યું છે. તે પોતાના પ્રદર્શનથી કોઈપણ મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. 18 વિકેટ લેનારા દ.આફ્રિકાના આ સ્ટાર બોલરની 4 ઓવરનો મયંક કેવી રીતે ઉપયોગ કરે છે તે ખૂબ મહત્ત્વનું રહેશે. પંજાબ પણ પોતાના કેપ્ટનના ફોર્મથી નિરાશ રહ્યું છે. જો ટીમે અન્ય ટીમોના પરિણામો પર વિશ્વાસ રાખ્યા વિના પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવું હશે તો કેપ્ટન મયંકને આક્રમક પ્રદર્શન કરવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.