• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Has Been Captain For The Last 8 Years, 1 Has Not Even Won An IPL Trophy; Coach Prince Said The Decision Could Be Made To Reduce The Workload

RCBની કેપ્ટનશિપથી પણ થશે 'વિરાટ' રુખસદ!:કોચ રાજકુમારે કહ્યું- વર્કલોડ ઓછો કરવા કોહલી લઇ શકે છે વિરાટ નિર્ણય, IPL ટીમનું સુકાનીપદ પણ છોડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો કેપ્ટન નવી રણનીતિ અને આઇડિયા લાવશે- વિરાટનો કોચ

ગુરુવારે ટીમ ઈન્ડિયાની T-20 કેપ્ટનશિપ છોડવાની જાહેરાત પછી કેપ્ટન વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરના સુકાનીપદનો ત્યાગ પણ કરી શકે છે. વિરાટના બાળપણના કોચ રાજકુમાર શર્મા અનુસાર કોહલી આવો નિર્ણય લઈને વનડે અને ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન આપશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી છેલ્લા 8 વર્ષોથી RCBનો કેપ્ટન છે પરંતુ અત્યારસુધી એકપણ IPL ટ્રોફી જીતી શક્યો નથી. આ અંગે દરેક વર્ષે ટૂર્નામેન્ટ પછી તેની ઘણી ટીકા પણ થતી હોય છે. 19 સપ્ટેમ્બરથી UAEમાં IPLનો ફેઝ-2 શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં વિરાટ સારુ પ્રદર્શન દાખવીને પોતાની ટીમને આ સીઝનની ચેમ્પિયન બનાવવા માટે પોતાનું બેસ્ટ આપવા પ્રયત્ન કરી શકે છે.

વિરાટ શ્રેષ્ઠ બેટ્સમેનની સાથે કેપ્ટન પણ છે- કોચ રાજકુમાર
ઈન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન કોહલીના કોચ રાજકુમાર શર્માએ કહ્યું હતું કે જ્યાં સુધી ICC ટૂર્નામેન્ટને જીતવાની વાત છે તો મને નથી લાગતું કે વિરાટના આ રેકોર્ડને જોતા આ કોઇ મોટો ટેગ છે. વિરાટ એક સફળ કેપ્ટન છે અને હું ત્રણેય ફોર્મેટની વાત કરી રહ્યો છું. તો આપણે કોહલીને એ વાત પર જજ ના કરી શકીએ કે તેણે કેટલી ICC ટ્રોફી જીતી છે. તેના રેકોર્ડ્સ જ લોકોને જણાવે છે કે આ ખેલાડીએ એક બેટ્સમેન તરીકે કેવું પ્રદર્શન કર્યું છે.

વિરાટ કોહલી હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોકસ કરવા મુદ્દે કામ કરશે- રાજકુમાર શર્મા, કોચ
વિરાટ કોહલી હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોકસ કરવા મુદ્દે કામ કરશે- રાજકુમાર શર્મા, કોચ

કોહલી RCBની કેપ્ટનશિપ પણ છોડી શકે છે- કોચ
રાજકુમાર શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી એક સમય પછી RCBની કેપ્ટનશિપ પણ છોડી શકે છે. જ્યાં સુધી IPLની વાત છે તો મને લાગે છે કે RCBની કેપ્ટનશિપ પણ એક સમયે વિરાટ છોડીને પોતાની ટીમમાં સારા બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોકસ કરવા મુદ્દે કામ કરશે.

નવો કેપ્ટન નવી રણનીતિ અને આઇડિયા લાવશે- વિરાટનો કોચ
વિરાટ કોહલીએ T-20ની કેપ્ટનશિપ છોડ્યા પછી તેના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું હતું કે તેનો આ નિર્ણય અત્યંત વ્યાજબી છે અને આનાથી ઈન્ડિયન ટીમને નવો કેપ્ટન પણ મળશે. નવો કેપ્ટન ટીમ માટે નવી રણનીતિ અને નવા આઈડિયા લાવશે. હવે કોહલી પછી કોણ કેપ્ટન હશે એ વાત પણ જોવાજેવી થશે.

ધોનીના માર્ગે કોહલી પણ અગ્રેસર
રાજકુમાર શર્માએ કહ્યું હતું કે ઈન્ડિયન ટીમ માટે જેમ ધોનીએ પોતાનું યોગદાન આપ્યું હતું હવે તેમ વિરાટ કોહલી પણ એ જ માર્ગે અગ્રેસર થયો છે. વિરાટ પણ ધોનીની જેમ નવા કેપ્ટનને ટીમને આગળ વધારવા માટે સહાયતા પૂરી પાડશે. વિરાટ કોહલી હવે આ વર્લ્ડ કપ જીતીને પોતાની કેપ્ટનશિપને ઉચ્ચ સ્તર પર લઇ જઇને છોડવા માગશે. કોહલીએ આ અંગે મારા સાથે ચર્ચા પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...