તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • "Harshal Patel Was The Gap Between The Two Teams, He Will Play The Role Of Death Bowler For Us This Season," Virat Said.

ડેથ ઓવર્સનો નવો કિંગ:વિરાટે કહ્યું, હર્ષલ પટેલ હતો બંને ટીમ વચ્ચેનું અંતર, આ સીઝનમાં અમારા માટે ડેથ બોલરની ભૂમિકા ભજવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હર્ષલ પટેલે કહ્યું, 5 વિકેટ મુંબઈ સામે આવી એટલે વધુ સ્પેશિયલ થઈ જાય છે

IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું છે. 160 રન ચેઝ કરતાં RCBએ અંતિમ બોલે ટાર્ગેટ ચેઝ કર્યો. વિરાટ કોહલીની ટીમ મેચ જીતી એમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર્ષલ પટેલે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી હતી તેમજ અંતિમ બોલે ટીમને 1 રનની જરૂર હતી ત્યારે તેણે વિનિંગ રન માર્યો. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, હર્ષલ બંને ટીમ વચ્ચેનું અંતર હતો.

કોહલીએ કર્યા પેટ ભરીને વખાણ
કોહલીએ કહ્યું હતું કે અમે હર્ષલને દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડમાં લીધો. તેની પોતાની જવાબદારી ખબર છે અને પોતાના પ્લાન્સ જાણે છે. આજે તે બંને ટીમ વચ્ચેનું અંતર હતો. તે આ સીઝનમાં અમારા માટે ડેથ બોલર તરીકે ફરજ નિભાવશે. જ્યારે પ્લેયરને પોતાના રોલ ખબર હોય, ત્યારે કેપ્ટનનું કામ સરળ થઈ જાય છે. હર્ષલ આજે એ ક્લેરિટી સાથે મેદાનમાં ઊતર્યો હતો.

5 વિકેટ મુંબઈ સામે આવી એટલે વધુ સ્પેશિયલ
હર્ષલે કહ્યું હતું કે મને ટ્રેડ કરવામાં આવ્યો ત્યારે બેંગલોર ટીમ મેનેજમેન્ટે કહ્યું હતું કે મારે ડેથ બોલરની ભૂમિકા ભજવવાની રહેશે. હું છેલ્લાં બે વર્ષથી ડેથ ઓવર્સમાં બોલિંગ કરવા પર કામ કરી રહ્યો છું. મેં મારા 98 ટી-20ના કરિયરમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી એટલે ખુશ છું, આ ફાઇફર (પાંચ વિકેટ) મુંબઈ સામે આવી એટલે વધુ સ્પેશિયલ થઈ જાય છે. હું જવાબદારી લઈને સતત સારું પ્રદર્શન કરવા માગું છું.

મુંબઈ સામે 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો
હર્ષલ પટેલ મુંબઈ સામે અગાઉ મુંબઈ વિરુદ્ધ શ્રેષ્ઠ દેખાવ રોહિત શર્માનો હતો. રોહિતે 2009માં ડેક્કન ચાર્જર્સ વતી રમતાં મુંબઈ સામે 6 રન આપીને 4 વિકેટ લીધી હતી.

હર્ષલ પટેલે 20મી ઓવરમાં માત્ર 1 રન આપીને 3 વિકેટ લીધી હતી.
હર્ષલ પટેલે 20મી ઓવરમાં માત્ર 1 રન આપીને 3 વિકેટ લીધી હતી.

અનકેપ્ડ પ્લેયર દ્વારા ત્રીજો શ્રેષ્ઠ દેખાવ
હર્ષલે આજે અનકેપ્ડ પ્લેયર દ્વારા ત્રીજો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કર્યો છે. તેણે 27 રન આપીને 5 વિકેટ લીધી. અનકેપ્ડ એટલે કે એવો પ્લેયર જે દેશ માટે રમ્યો ન હોય. હર્ષલ આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. પ્રથમ સ્થાને અંકિત રાજપૂત અને બીજા નંબરે વરુણ ચક્રવર્તી છે. આ અંગેની સ્ટેટિસ્ટિકલ ડિટેલ્સ આ મુજબ છે:

  • 5/14 અંકિત રાજપૂત પંજાબ v હૈદરાબાદ 2018
  • 5/20 વરુણ ચક્રવર્તી કોલકાતા v દિલ્હી 2020
  • 5/27 હર્ષલ પટેલ બેંગલોર v મુંબઈ 2021 *

હર્ષલ ડોમેસ્ટિકમાં હરિયાણા માટે રમે છે
હર્ષલ પટેલ ડોમેસ્ટિકમાં હરિયાણા માટે રમે છે. તેણે 2019-20ની સીઝનમાં હરિયાણાની કપ્તાની કરતાં રણજી ટ્રોફીની 9 મેચમાં 52 વિકેટ લીધી હતી. ગયા વર્ષે તે IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં હતો. આ વખતે તેને સીઝનમાં બેંગલોરે ટ્રેડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

મેચ જીત્યા પછી હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ.
મેચ જીત્યા પછી હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ.