IPL કમબેક કિંગ:જે હાર્દિકને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નહોતી, તે હવે સુકાનીપદની દાવેદારીમાં

મુંબઈ9 દિવસ પહેલાલેખક: કુમાર ઋત્વિજ

2021ના T20 વર્લ્ડકપમાં ઘણા લોકો માટે વિલન બનેલા હાર્દિક પંડ્યા આજે IPLમાં સૌથી મોટો હીરો છે. ટીકાકારોએ તેના કરિયર પર જાણે ફુલસ્ટોપ મૂકી દીધું હતું. તેણે પોતાની મહેનતથી IPLમાં પોતાની ટીમને પોઈન્ટ ટેબલ પર ટોચ પર પહોંચાડી છે. ગુજરાત આ સીઝનમાં 11 મેચમાંથી 8 જીતીને 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

રિષભ પંત અને શ્રેયસ અય્યર જેવા કેપ્ટનોના IPLમાં ફ્લોપ શો વચ્ચે ઘણા એક્સપર્ટ રોહિત શર્મા પછી હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન તરીકે જુએ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, IPL બાદ દક્ષિણ આફ્રિકામાં રમાનારી T20 સિરીઝમાં હાર્દિકની વાપસી લગભગ નક્કી છે.

T20 વર્લ્ડકપની કડવી યાદો
2021ના T20 વર્લ્ડકપમાં 5 મેચમાં 34ની એવરેજથી હાર્દિકે માત્ર 69 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ હતી. હિદુસ્તાનના લોકો જીત પછી જે ખેલાડીઓનાં વખાણ કરે છે, હાર પછી તેની ટીકા કરવામાં પણ કોઈ કસર છોડતા નથી. હાર્દિક પર આરોપ મુકાયો કે તેણે પોતાની ઈજાની જાણકારી જાહેર ન કરી અને ફિટનેસ મેળવ્યા વગર ટીમ ઈન્ડિયામાં સામેલ થયો.

સોશિયલ મીડિયા હાર્દિકના ટ્રોલવાળી પોસ્ટથી ભરાઈ ગયું. વ્યક્તિગત હુમલાની પોસ્ટ દરેક જગ્યાએ જોવા મળી. એક સમયે એવું લાગ્યું કે જે ખેલાડીની તુલના કપિલ દેવ સાથે થઈ રહી હતી, તેના કરિયર પીક પર પહોંચ્યા પહેલાં જ સમાપ્ત થઈ જશે.

હાર્દિકે જણાવ્યું હતું કે તે T20 વર્લ્ડકપમાં બેટ્સમેન તરીકે ટીમનો ભાગ છે
હાર્દિકે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને વર્લ્ડકપ ટીમ સ્થાન એક ઓલરાઉન્ડર તરીકે નહીં, પરંતુ માત્ર એક બેટ્સમેન તરીકે અપાયું છે. આ વાતે લોકોમાં વધુ ગુસ્સો જોવા મળ્યો. તેમના મતે હાર્દિક ટીમમાં બેટ્સમેન તરીકે રમવાને લાયક નથી. હાર્દિકને એક હિટર તરીકે જોવામાં આવી રહ્યો હતો, જે અંતમાં વધેલા થોડા બોલ રમે. વધારે સારું રમે એવી અપેક્ષા કોઈ કરતું ન હતું. હાર્દિકે IPL 2022માં આ ધારણાને બદલી નાખી છે.

સીઝન શરૂ થતાં પહેલાં હાર્દિકની ફિટનેશ શંકાને ઘેરામાં હતી
IPL 15ની શરૂઆત પહેલાં જ હાર્દિકની ફિટનેશને લઈને શંકા હતી. BCCIએ આદેશ બહાર પડ્યો હતો કે હાર્દિક જ્યાં સુધી NCAનું ફિટનેસ સર્ટિફિકેટ નહીં મેળવે ત્યાં સુધી IPLમાં ભાગ નહીં લઈ શકે. 15 કરોડમાં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલા હાર્દિકના ના રમવાથી ટીમનું બેલેન્સ બગડી જવાનો ડર હતો.

ટીકાકારો તો સક્રિય થઈ ગયા હતા. ગુજરાત ટાઈટન્સને લંગડા ઘોડા પર દાવ લગાવવા માટે ખૂબ ટ્રોલ કરી. મોટા મોટા એક્સપર્ટ કહેવા લાગ્યા કે ગુજરાત ટૂર્નામેન્ટ પહેલાં જ બહાર થઈ ગયું. સોશિયલ મીડિયામાં હાર્દિક વિશે ઘણુંબધું કહેવાયું.

હાર્દિકે યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
હાર્દિકને ખ્યાલ હતો કે તેના વિરુદ્ધ બનેલા નકારાત્મક માહોલથી ટીમના અન્ય ખેલાડીનો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. તેઓ પોતાના કેપ્ટન વિશે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં આવા સમાચારો સાંભળે તો તેઓ પણ નિરાશ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને ટીમની જર્સી લોન્ચ થઈ ત્યારે હાર્દિકે મોટું નિવેદન આપ્યું.

હાર્દિકે કહ્યું હતું કે ટીમ મેચ જીતશે તો તેની બધી ક્રેડિટ યુવા ખેલાડીઓને જશે. જો ટીમ હારશે તો કેપ્ટન તરીકે બધી જવાબદારી મારી રહેશે.તેના આ નિવેદને જાદૂ કરી દીધો. વિશ્વએ હાર્દિકને એક અલગ નજરથી જ જોયો.

બેટિંગ અને બોલિંગ ઉપરાત હાર્દિકે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી
લગભગ 145 kmphની ઝડપથી બોલિંગ, બેટિંગ ઉપરાંત તેની ફિલ્ડિંગ પણ સારી રહી છે. બોલ પકડવા માટે હવામાં ઊડતો હાર્દિક બધાને પસંદ પડી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર્દિકના થ્રોએ મિડલ સ્પમ્પ તોડી નાખ્યો હતો. જો હાર્દિકની ફિટનેસ યથાવત્ રહેશે તો આવનારા સમયમાં તે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...