ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો:હાર્દિક પંડ્યા ટુર્નામેન્ટમાં બોલિંગ નહીં કરે, એક બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ રહેશે

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાર્દિક પંડ્યાનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખુબ ખરાબ રહ્યું છે

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં બોલિંગ નહીં કરે. ઇનસાઇડસ્પોર્ટમાં પ્રકાશિત સમાચાર અનુસાર, BCCIના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હાર્દિક બેટ્સમેન તરીકે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હશે. તે બોલિંગ કરતો જોવા મળશે નહીં. જો તે ટૂર્નામેન્ટમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો તો ટીમ ઇન્ડિયા માટે ક્યાંક બોલિંગ કરી શકે છે.

અક્ષર પટેલ માટે થયું દુખ
BCCIના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે અક્ષર પટેલ માટે દિલગીર છીએ. મજબૂત ટીમ માટે તેને પડતો મૂકવો પડ્યો અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. ચોથા ફાસ્ટર બોલરને કારણે ડાબા હાથના સ્પિન બોલર અક્ષરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

પસંદગીકારો હાર્દિક માટે કવર ઇચ્છતા હતા
હાર્દિક પંડ્યા ફિટનેસ સમસ્યાઓના કારણે આઈપીએલ દરમિયાન બોલિંગ કરી રહ્યો ન હતો. પસંદગી સમિતિના નજીકના સૂત્રએ PTIને કહ્યું- પસંદગીકારોને સમજાયું કે તેમની પાસે એક ઝડપી બોલરનો અભાવ છે અને પછી હાર્દિક પંડ્યા પણ બોલિંગ કરી રહ્યો ન હતો તેથી તેમને મુખ્ય ટીમમાં ઓલરાઉન્ડરની જરૂર હતી.

તેમણે વધુમાં કહ્યુંહતું કે 'સ્ટેન્ડ-બાય'ની રીતે બની રહેશે અને જો રવિન્દ્ર જાડેજાને ઇજા થાય છે તો તે ફરીથી મુખ્ય ટીમમાં સામેલ થઈ જશે. જ્યાં સુધી જાડેજા રમે છે ત્યારે અક્ષરની જરૂર નહીં રહે.

હાર્દિકનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ખરાબ છે. તેના બેટમાંથી ન તો રન આવી રહ્યા છે અને ન તો તે બોલિંગ કરી શકે છે. IPLની આ સિઝનની 12 મેચમાં હાર્દિકે 14.11 ની સાધારણ સરેરાશથી માત્ર 112 રન બનાવ્યા છે. જ્યારે, તેણે એક પણ ઓવર ફેંકી નથી.

અન્ય સમાચારો પણ છે...