ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો:હાર્દિક પંડ્યા T-20 વર્લ્ડ કપમાં બોલિંગ નહીં કરે; એક બેટર તરીકે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન છેલ્લા ઘણા મહિનાઓથી નિરાશાજનક રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે BCCIના એક અધિકારીએ જણાવ્યું છે કે આ આગામી T-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા બોલિંગ નહીં કરે પરંતુ ટીમમાં માત્ર બેટર તરીકે ભાગ લેશે. જો તે સંપૂર્ણ ફિટ થઈ જશે તો જ ઈન્ડિયન ટીમમાં બોલિંગ કરતો જોવા મળશે.

અક્ષર પટેલની જગ્યાએ શાર્દૂલને તક મળી
BCCIના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અક્ષર પટેલ માટે અમને ઘણું દુઃખ થઈ રહ્યું છે. એક સંતુલિત ટીમ માટે અમારે તેને બહાર કરીને શાર્દૂલને અંદર લેવો પડ્યો હતો. ચોથા બોલર માટે અમારે સ્પિનરને બહાર કરી અક્ષરને ટીમમાં સામેલ કરાયો હતો.

સિલેક્ટર્સ હાર્દિકને કવર કરવા ઈચ્છે છે
હાર્દિક પંડ્યા ફિટનેસ મુદ્દે IPL દરમિયાન બોલિંગ કરી રહ્યો નથી. જેથી સિલેક્ટર્સ તેને કવર કરવા માટે ટીમમાં થોડો ફેરફાર કરી રહ્યા છે. સિલેકશન કમિટિના નજીકના સૂત્રોએ PTIને કહ્યું- સિલેક્ટર્સને વિચાર આવ્યો હતો કે એક ફાસ્ટ બોલર આપણી ટીમમાં ઓછો છે અને હાર્દિક પણ બોલિંગ નથી કરી રહ્યો. જેથી ટીમમાં એક ઓલરાઉન્ડરની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અક્ષર પટેલ સ્ટેન્ડ બાય રૂપે ટીમમાં સામેલ રહેશે અને જો રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થશે તો જ તેને મેઈન ટીમમાં સામેલ કરાશે. જ્યાં સુધી જાડેજા ટીમમાં રમતો રહેશે ત્યાં સુધી અક્ષરની જરૂર નહીં રહે.

હાર્દિકનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાછેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે. 12 મેચમાં હાર્દિકે 14.11ની સરેરાશથી 112 રન કર્યા છે. વળી તેણે એક પણ ઓવરમાં બોલિંગ કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...