હાર્દિકનું પત્તું કપાશે!:ઈન્ડિયન ટીમમાંથી પંડ્યા આઉટ થવાની સંભાવના; વેંકટેશ-દીપક-શાર્દૂલમાંથી કોઇ એકને તક મળી શકે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવા મુદ્દે શંકા યથાવત છે. જોકે આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે નિર્ણય લઈ શકે છે. મીડિયાના અહેવાલો પ્રમાણે જોવા જઈએ તો આજે ઈન્ડિયન ટીમની નવી જર્સી લોન્ચ કરતા સમયે BCCI આ અંગે જાહેરાત કરે એવી માહિતી મળી હતી, પરંતુ હજુ સુધી આના કોઈ સંકેત મળ્યા નથી. IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓને વર્લ્ડ કપમાં પ્રવેશ મળી શકે છે.

વળી હાર્દિક પંડ્યા રમશે કે નહીં એ અંગે પણ કોઇ નિર્ણય લેવાઈ શકે છે. પંડ્યાની જગ્યાએ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર સિવાય દીપક ચાહર અથવા શાર્દૂલ ઠાકુરમાંથી કોઈ એકને સામેલ કરાઈ શકે છે. તેવામાં વેંકટેશ અય્યરે પોતાની ગેમથી બધાને પ્રભાવિત કર્યા છે. તે બેટરની સાથે મીડિયમ પેસર પણ છે. IPLના સેકન્ડ લેગમાં રમાયેલી 8 મેચમાં 265 રન કરવાની સાથે તેણે 3 વિકેટ પણ લીધી છે.

પંડ્યાનું નિરાશાજનક પ્રદર્શન
પંડ્યાએ IPLના બીજા તબક્કામાં બોલિંગ કરી ન હતી. બેટિંગમાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તે માત્ર એક મેચમાં સારી બેટિંગ કરી શક્યો હતો, પરંતુ ત્યારપછી તે આગામી ત્રણ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. તેણે IPLના બીજા તબક્કાની 5 મેચમાં 75 રન કર્યા હતા.

2015થી વેંકટેશ ડોમેસ્ટીક ક્રિકેટમાં રમી રહ્યો છે
અય્યર ડોમેસ્ટિક ક્રિકેટ 2015થી રમી રહ્યો છે, પરંતુ 2020-21માં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. T-20ની સય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે 75.66ની એવરેજ અને 149.34ના સ્ટ્રાઈક રેટથી 227 રન કરી પોતાની ટીમનો ટોપ સ્કોરર રહ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં 402ના સ્કોરમાં તેણે પંજાબ વિરૂદ્ધ 146 બોલમાં 198 રન કર્યા છે. વળી 2018માં તેણે રણજીમાં હૈદરાબાદ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યું હતું.

દીપક અને શાર્દૂલ પણ એક વિકલ્પ
વેંકટેશ સિવાય દીપક અને શાર્દૂલ ઠાકુર પણ ટીમમાં પસંદગી થવા માટેના એક વિકલ્પ છે. દીપકે IPLની 14 મેચમાં 1 રન કરી 13 વિકેટ લીધી છે, જ્યારે શાર્દૂલ ઠાકુરે 15 મેચમાં 18 વિકેટ સાથે તેણે 5 રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...