ફેનને ચેલેન્જ ભારે પડી:હાર્દિક પંડ્યાએ આ ફેનની નોકરી છીનવી લીધી? હવે ફેનને પોતાના કૃત્ય પર પસ્તાવો થતો હશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્દિક પંડ્યાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી.
  • હવે લોકો સોશિયલ મીડિયા પર આ ફેનની પાછળ પડી ગયા છે.

ક્રિકેટ ચાહકો ધ્યાન ખેંચવા માટે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે. હવે આ ફેનને જુઓ. આ ફેને ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (GT vs SRH) વચ્ચેની મેચ દરમિયાન તેણે એવું કૃત્ય કર્યું, જેના માટે તેને હવે પસ્તાવો થઈ રહ્યો હશે. વાસ્તવમાં જ્યારે મેચ ચરમસીમા પર હતી ત્યારે કેમેરામેને ફેન પર ફોકસ કર્યું હતું.

IPL 2021ની 21મી મેચની આ વાત છે, જે 11 એપ્રિલના રોજ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન એક ફેને તો એવું પણ જાહેર કર્યું કે જો હાર્દિક ફિફ્ટી ફટકારશે તો તે નોકરી છોડી દેશે.

ફેનના હાથમાં એક પોસ્ટર હતું, જેના પર લખવામાં આવ્યું હતું કે જો હાર્દિક પંડ્યા અડધી સદી ફટકારશે તો તે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દેશે. (If Hardik hits 50, I will resign from my job). તે સમયે હાર્દિક પંડ્યા 23 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે હાર્દિકે છેલ્લે સુધી મોરચો સંભાળી રાખ્યો હતો અને 42 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ રહ્યો હતો અને તેની અડધી સદી પૂરી કરી હતી. તેમણે 50 રનના સ્કોર પર અણનમ પરત ફર્યો હતો.

હવે લોકો સોશિયલ મીડિયા પર આ ફેનની પાછળ પડી ગયા છે. જ્યાં કેટલાક લોકો જાણવા માંગે છે કે તે તેણે નોકરીમાં પોતાનું રાજીનામું આપ્યું છે કે કેમ, તો કેટલાક માને છે કે તેણે તેની નોકરી ગુમાવી હશે. એવું ન બને, પરંતુ આ ફેનની ચોક્કસપણે ઇન્ટરનેટ પર ઠેકડી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ મેચમાં હૈદરાબાદે 8 વિકેટથી જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...