• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Hardik Batted Aggressive Against Rajasthan, Hitting The Second Consecutive Fifty Of The Season; Special Celebration Of Wife Natasha

કેપ્ટન હાર્દિકે બોલર્સને ધોઈ નાખ્યા:સીઝનની સતત બીજી ફિફ્ટી ફટકારી; સંજુ સેમસનને રનઆઉટ કરી બાજી પલટી; પત્ની નતાશાનું ખાસ સેલિબ્રેશન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટાઈટન્સે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાન સામે 193 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેક ટુ બેક વિકેટ પડ્યા પછી પણ એક એન્ડ સંભાળી રાખ્યો હતો. તેણે આ સીઝનની સતત બીજી ફિફ્ટી મારવાની સાથે અભિનવ તથા મિલર સાથે 50+ રનની પાર્ટનરશિપ પણ નોંધાવી હતી. આ દરમિયાન પંડ્યાના છગ્ગા-ચોગ્ગા જોઈને તેની પત્ની નતાશાએ હાર્દિકને ખાસ ચિયર કર્યું હતું.

કેપ્ટન પંડ્યાની તોફાની બેટિંગ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની પત્ની નતાશાએ ચિયર કર્યું
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની પત્ની નતાશાએ ચિયર કર્યું

ગુજરાતની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને ટીમે 53 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે કેપ્ટન હાર્દિક પંડ્યા અને અભિનવ મનોહરે ચોથી વિકેટ માટે 55 બોલમાં 86 રનની ઈનિંગ રમી હતી. ત્યાર પછી અભિનવ 28 બોલમાં 43 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે પંડ્યા અને મિલરે પાંચમી વિકેટ માટે 25 બોલમાં 53* રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી મેચ રોમાંચક બનાવી દીધી હતી.

  • કેપ્ટન હાર્દિક પંડ્યાએ અભિનવ અને મિલર બંને સાથે 50+ની પાર્ટરનશિપ નોંધાવી હતી.
  • હાર્દિકે 52 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી 87 રન કર્યા હતા.

મિલરે તોફાની ઇનિંગ્સ રમી

પહેલી 4 મેચમાં કંઇ ખાસ પ્રદર્શન ના કરી શકનારા ડેવિડ મિલરે આ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 14 બોલમાં અણનમ 32 રન કર્યા હતા. ઇનિંગ્સની 19મી ઓવરમાં મિલરે કુલદીપ સેન સામે 20 રન ફટકાર્યા હતા. આની સાથે જ કેપ્ટન હાર્દિક અને મિલર વચ્ચે 25 બોલમાં 53* રનની પાર્ટનરશિપ થઈ હતી.

  • ગુજરાતે છેલ્લી 5 ઓવરમાં 62 રન કર્યા હતા.
  • RR માટે કુલદીપ સેને 4 ઓવરમાં 1 વિકેટ સાથે 51 રન આપ્યા હતા.

પંડ્યાની સતત બીજી ફિફ્ટી

હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમીને 33 બોલમાં તેના IPL કરિયરની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી.

  • કેપ્ટન તરીકે પંડ્યાની આ બીજી અડધી સદી છે.
  • તેણે છેલ્લી મેચમાં SRH સામે અણનમ 50 રન કર્યા હતા.
  • હાર્દિકે પહેલીવાર IPLમાં સતત બે ફિફ્ટી ફટકારી છે.

હાર્દિકનો ડાયરેક્ટ થ્રો, RRનો કેપ્ટન રનઆઉટ

બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હાર્દિક પંડ્યાએ ફિલ્ડિંગ પણ સારી કરી હતી. 8મી ઓવરના ત્રીજા બોલ પર RRનો કેપ્ટન સંજુ સેમસન ક્વિક સિંગલ લેવા ગયો હતો. આનો ફાયદો ઉઠાવી હાર્દિકે તાત્કાલિક ડાયરેક્ટ થ્રો કરીને સેમસનને રનઆઉટ કરી દીધો હતો. સંજુ સેમસન 11 બોલમાં 11 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

GTએ 37 રનથી RRને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં નંબર-1

IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 37 રનથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે. RR સામે મેચ જીતવા માટે 193 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન RRના જોસ બટલરે 54 રન કર્યા હતા, જ્યારે ગુજરાત તરફથી યશ દયાળ અને લોકી ફર્ગ્યુસને 3-3 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...