ભારતનો સ્પીડકિંગ ઉમરાન:ગુજરાતની અડધી ટીમને એકલા હાથે આઉટ કરી, એમાંથી 4 તો ક્લીન બોલ્ડ; 150+ સ્પીડથી બેટર્સને હંફાવ્યા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવારે IPL 2022માં હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ગુજરાતે હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું, પરંતુ હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકે સૌનું દિલ જીતી લીધુ છે. તેણે તેની સ્પીડની મદદથી 5 વિકેટ ઝડપી હતી. ટી-20માં ઉમરાન ખાનની આ પ્રથમ 5 વિકેટ છે. જમ્મુ-કાશ્મીરના આ બોલરે 4 બેટર્સને ક્લીન બોલ્ડ કર્યા હતા.

શુભમન ગિલને આઉટ કર્યા બાદ નંબર ત્રણ પર બેટિંગ કરવા આવેલe હાર્દિક પંડ્યાને ઉમરાને એક ખતરનાક બાઉન્સર પણ નાખ્યો, જે તેના ખભે વાગ્યો, જેને કારણે થોડી મિનિટો મેચ રોકવામાં આવી હતી.

ઉમરાને મેચમાં 5 વિકેટ કેવી રીતે ખેરવી
1. શુભમન ગિલ- (બોલની સ્પીડ- 144 KPH)

ઉમરાને 40મી મેચમાં શુભમન ગિલ તરીકે પ્રથમ વિકેટ લીધી હતી. તેના બોલે ગિલના ઓફ-સ્ટમ્પને ઉખાડીને ફેંકી દીધો. સ્પીડ 144 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ મેચમાં શુભમને 22 રન બનાવ્યા હતા.

2. હાર્દિક પંડ્યા- (બોલની સ્પીડ - 143 KPH)
ઉમરાને બીજી વિકેટ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની ઝડપી હતી. 10મી ઓવરમાં તેણે શાનદાર બાઉન્સર ફેંક્યો, જેની સ્પીડ 143 kmph હતી. હાર્દિક બોલને પુલ કરવા માગતો હતો, પરંતુ બોલની સ્પીડને કારણે તે થર્ડ મેન પાસે કેચ થઈ ગયો હતો.

ઉમરાને ટી-20 ક્રિકેટમાં પહેલીવાર 5 વિકેટ પોતાને નામ કરી છે.
ઉમરાને ટી-20 ક્રિકેટમાં પહેલીવાર 5 વિકેટ પોતાને નામ કરી છે.

3. રિદ્ધિમાન સાહા- (બોલની સ્પીડ - 153 KPH)
ઉમરાને ત્રીજી વિકેટ મેચમાં શાનદાર બેટિંગ કરી રહેલા રિદ્ધિમાન સાહાની લીધી હતી. 153 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉમરાને સાહાને ખતરનાક યોર્કર ફેંક્યો. બુલેટની ઝડપે આવતા બોલને રિદ્ધિમાન સમજી શક્યો નહીં અને ક્લીન બોલ્ડ થઈ ગયો.

4. ડેવિડ મિલર- (બોલની સ્પીડ - 148 KPH)
ઉમરાને તેની સ્પીડથી ડેવિડ મિલરને પણ હરાવ્યો. 148 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલે મિલરના સ્ટંમ્પ ઉખેડી નાખ્યા. ઉમરાને મિલરના રૂપમાં ચોથી વિકેટ મળી હતી. હૈદરાબાદના બોલિંગ કોચ ડેલ સ્ટેન આ જોઈને ખૂબ ખુશ થયા. તે ઉમરાન માટે ખૂબ જ ચિયર કરી રહ્યા હતા.

5. અભિનવ મનોહર- (બોલની સ્પીડ 146 KPH)
ઉમરાને અભિનવ મનોહરને બોલ્ડ કરીને મેચમાં 5 વિકેટ પૂરી કરી. આ બોલરે એકલા હાથે અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. આ વખતે બોલની ઝડપ 146 કિલોમીટર પ્રતિ કલાક હતી. મનોહર ઉમરાનનો ક્રોસ સીમ બોલ સમજી ગયો ત્યાં સુધીમાં તે બોલ્ડ થઈ ગયો હતો.

IPL 2022 પોઈન્ટ ટેબલ

ટીમમેચજીતહારનેટ રન રેટપોઈન્ટ્સ
ગુજરાત871+0.37114
રાજસ્થાન862+0.56112
હૈદરાબાદ853+0.60010
લખનઉ853

+0.033

10
બેંગલોર954-0.57210
પંજાબ844-0.4198
દિલ્હી734

+0.715

6
કોલકાતા835+0.1806
ચેન્નઈ826-0.5384
મુંબઈ808-1.0000
IPLની વર્તમાન સીઝનના ઓરેન્જ અને પર્પલ કેપ હોલ્ડર.
IPLની વર્તમાન સીઝનના ઓરેન્જ અને પર્પલ કેપ હોલ્ડર.
અન્ય સમાચારો પણ છે...