IPLમાં પ્લેઓફનો જંગ રોમાંચક બન્યો:ગુજરાત ટોપ પર; ત્યાર બાદ રાજસ્થાન-લખનઉ; વધેલી એક પોઝિશન માટે 5 ટીમોમાં ટક્કર

એક મહિનો પહેલા

IPL 2022ના લીગ તબક્કાની છેલ્લી 5 મેચો બાકી છે. હજુ સુધી, પ્લેઓફમાં ચાર ટીમો વિશે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ગુજરાતની ટીમ 13માંથી 10 મેચ જીતીને 20 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને ઓફિશિયલ ક્વોલિફાઈ થઈ ગઈ છે.

રાજસ્થાન અને લખનઉની ટીમો 16-16 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. આ બંનેને ટોપ 2માં સ્થાન મેળવવા માટે તેમની છેલ્લી મેચ જીતવી જરૂરી છે. જો બંને ટીમો તેમની છેલ્લી લીગ મેચ જીતી જાય છે, તો બીજા નંબરની ટીમ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે.

દિલ્હી અને બેંગ્લોરની ટીમો તેમની છેલ્લી લીગ મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. રેસમાં બાકી રહેલી ટીમો મેચ જીત્યા બાદ માત્ર 14 પોઈન્ટ સુધી આવી શકે છે. એકંદરે મામલો એ છે કે મુંબઈ અને ચેન્નઈ સિવાય બાકીની તમામ ટીમો પ્લેઓફની રેસમાં છે. ચાલો તમને પોઈન્ટ ટેબલનું સંપૂર્ણ ગણિત સમજાવવાનો પ્રયત્ન કરીએ

દિલ્હી પાસે ટોપ-4 ટીમોમાં જગ્યા બનાવવાની સૌથી સારી તક
દિલ્હી કેપિટલ્સે 13 મેચ રમી છે અને તેનો નેટ રન રેટ 0.255 છે. દિલ્હીને તેની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે, જેને તેણે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે 17 રનથી શાનદાર જીત નોંધાવી હતી.

પ્લેઓફમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહેલી બાકીની ટીમો માટે આ મોટો આંચકો છે. દિલ્હીનો નેટ રન રેટ જે પહેલાથી સારો હતો તે હવે 0.255 છે. જો કે, પંજાબના જીતેશ શર્માએ અંતે વિકેટ પડવાની વચ્ચે બનાવેલા રન, જેના કારણે દિલ્હીને રન રેટના સંદર્ભમાં મોટો ફાયદો મળ્યો ન હતો.

દિલ્હીના પરિપ્રેક્ષ્યમાં, સમીકરણ સરળ છે. શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી ગેમ જીતો અને પ્લેઓફ માટે ક્વોલિફાય કરો. જો તેઓ તે મેચ હારી જાય અને 14 પોઈન્ટ પર રહે તો પણ તેમની પાસે ક્વોલિફાઈ થવાની સારી તક છે. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુજરાત ટાઇટન્સ સામે હારી જશે તો દિલ્હી માટે પ્લેઓફમાં પ્રવેશવાની સારી તક હશે. જોકે, નેટ રન રેટની વાત કરીએ તો દિલ્હી હજુ સુરક્ષિત નથી.

પંજાબ વિરુદ્ધ દિલ્હીને જીત અપાવવા મિશેલ માર્શ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, દિલ્હી તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે
પંજાબ વિરુદ્ધ દિલ્હીને જીત અપાવવા મિશેલ માર્શ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, દિલ્હી તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે

ધારો કે દિલ્હી તેની છેલ્લી મેચ 30 રનથી હારી જાય (171 રનનો પીછો કરતા), તેનો નેટ રન રેટ ઘટીને 0.123 થઈ જશે. હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો રન રેટ 0.160 છે, તેથી તેમની છેલ્લી ગેમમાં કોઈપણ માર્જિનથી જીતવાથી તેઓ 0.123થી ઉપર રહેશે. જો દિલ્હી 15 રનથી હારી જાય છે તો તેનો નેટ રન રેટ 0.179 રહેશે.

જો કે દિલ્હી મેચ પહેલા કોલકાતા તેની છેલ્લી મેચ રમશે. આવી સ્થિતિમાં કોલકાતાની મેચ બાદ દિલ્હીની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે જરૂરી સમીકરણ ખબર પડશે. જો કોલકાતા જીતે છે, તો DCને જીત ન મળે તો પણ નજીવા માર્જિનથી હારવું પડશે જેથી કરીને તેઓ ટોપ 4 રેસમાં રહે.

પંજાબને પ્લેઓફમાં પહોંચવા માટે સારા નસીબ સાથે મોટી જીતની જરૂર પડશે
પંજાબ કિંગ્સે 13 મેચ રમી છે અને 6માં જીત મેળવી છે. તેના 12 પોઈન્ટ છે અને નેટ રન રેટ -0.043 છે. પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સિઝનની છેલ્લી મેચ રમવાની છે. દિલ્હીથી હાર બાદ પંજાબ માટે સ્થિતિ ગંભીર બની ગઈ છે.

શીખર ધવન ટીમને જરુર હોય તેવી મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ સાબિત થાય છે
શીખર ધવન ટીમને જરુર હોય તેવી મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ સાબિત થાય છે

તેનો નેટ રન રેટ નેગેટિવ થઈ ગયો છે, અને હૈદરાબાદ સામેની તેમની છેલ્લી રમતમાં 170 રન કર્યા પછી 40 રનની જીત પણ તેને માત્ર 0.112 પર લઈ જશે.

જો કે, છેલ્લી કેટલીક મેચોમાં ટીમો મોટા માર્જિનથી જીતતી જોવા મળી છે. આવી સ્થિતિમાં પંજાબની ટીમ પણ કરિશ્મો કરી શકે છે. તેમજ પંજાબ લીગ તબક્કાની છેલ્લી મેચ રમશે. આનો અર્થ એ થયો કે તેમને પ્લેઓફમાં કેવી રીતે પહોંચવું તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે. ઉપરાંત, જો બેંગ્લોર અથવા દિલ્હી તેમની છેલ્લી મેચ જીતે તો તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચી જશે અને પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં.

જો બેંગ્લોર હારી જાય છે, તો 14 પોઈન્ટ હોવા છતાં પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ હશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 મેચમાં 7 જીત મેળવી છે અને તેનો નેટ રન રેટ -0.323 છે. RCBનો આ નેગેટિવ રન રેટ તેના માટે સૌથી મોટી સમસ્યા બની ગયો છે. જો બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માંગે છે તો દિલ્હીને તેની છેલ્લી મેચ હારવી પડશે.

જો બેંગ્લોર 200 સ્કોર કરે અને તેની છેલ્લી મેચ 100 રનથી જીતે તો પણ તેમનો NRR સુધરીને માત્ર 0.071 થશે. ભલે તેઓ કોઈપણ માર્જિનથી જીતી જાય, પણ દિલ્હી તેમનાથી આગળ રહેશે. ઉપરાંત, જો આ બે ટીમો હારી જાય છે અને 14 પોઈન્ટ પર રહે છે, તો DC ને RCB માટે ક્વોલિફાય થવા માટે મોટા માર્જિનથી હારવું પડશે.

પોતાની ફિલ્ડીંગથી ટીમમાં યોગદાન આપી રહેલા સ્ટાર બેટર વિરાટ કોહલીને હવે બેટિંગથી પણ ટીમમાં યોગદાન આપવુ પડશે
પોતાની ફિલ્ડીંગથી ટીમમાં યોગદાન આપી રહેલા સ્ટાર બેટર વિરાટ કોહલીને હવે બેટિંગથી પણ ટીમમાં યોગદાન આપવુ પડશે

બીજા શબ્દોમાં કહીએ તો, RCBએ તેની છેલ્લી મેચ ટેબલ ટોપર્સ ગુજરાત સામે તમામ રીતે જીતવી પડશે. તે જ સમયે, તેઓએ આશા રાખવી જોઈએ કે દિલ્હી MI સામે હારી જાય. બેંગ્લોર માટે મુશ્કેલી એ છે કે તેની સામે ટેબલ ટોપર GT હશે. 20 પોઈન્ટ સાથે ટોપ પર રહેલી આ ટીમ હાર્યા બાદ પ્લેઓફમાં કેમ આવવા માંગશે? બીજી તરફ દિલ્હીનો મુકાબલો મુંબઈ સામે થશે, જેને DCએ એક વખત હરાવ્યું છે.

દિલ્હી અને બેંગ્લોરની હાર પર કોલકાતાની આશા ટકી છે
કોલકાતા પાસે હજુ પણ ક્વોલિફાય થવાની તક છે. જો કોલકાતા તેની છેલ્લી મેચ જીતે છે, તો તેણે દિલ્હી અને બેંગલુરુની હાર માટે પ્રાર્થના કરવી પડશે. KKRનો નેટ રન રેટ હાલમાં 0.160 છે અને તે સુધારી શકે છે. ટાર્ગેટનો પીછો કરતી વખતે લખનઉ સિઝનમાં માત્ર 2 મેચ જીતવામાં સફળ રહ્યું છે. છેલ્લી 4 મેચમાં લખનઉ ટાર્ગેટનો પીછો કરતી વખતે હાર્યું છે. આવી સ્થિતિમાં જો KKR પહેલા બોલિંગ કરશે તો તેની જીતની શક્યતા વધી જશે.

કોલકાતા આંદ્રે રસેલના સહારે છે, બાકી પ્લેયરે પણ પ્રદર્શન કરવુ પડશે
કોલકાતા આંદ્રે રસેલના સહારે છે, બાકી પ્લેયરે પણ પ્રદર્શન કરવુ પડશે

હૈદરાબાદે મુંબઈ સામે 3 રને જીત મેળવીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. જો કે, છેલ્લી લીગ મેચમાં પંજાબ સામે જીત નોંધાવ્યા બાદ, 14 પોઈન્ટ્સ પર પહોંચ્યા પછી, તેઓ રન-રેટના સંદર્ભમાં હજુ પણ પાછળ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...