IPL 2022થી ડેબ્યૂ કરનારી ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટની શરૂઆતના એક દિવસ પહેલા પોતાનું થીમ સોન્ગ લોન્ચ કર્યું છે. જેનું નામ આવવા દે રાખ્યું છે. તમને જણાવી દઈએ કે આ સોન્ગમાં ગુજરાતી સંસ્કૃતિ અને બોલચાલની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આની શરૂઆત 'જય જય ગરવી ગુજરાત'ના નારાથી થાય છે અને ત્યારપછી અન્ય ટીમને પડકાર આપતું 'આવવા દે' (BRING IT ON) થીમ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત ગુજરાતના વિવિધ સ્થળે શૂટ કરાયું છે.
આદિત્ય ગઢવીએ થીમ સોન્ગ ગાયું
ગુજરાત ટાઈટન્સનું થીમ સોન્ગ આદિત્ય ગઢવીએ ગાયું છે. તેણે આ સોન્ગના શૂટ પછી જણાવ્યું કે હું ગુજરાતના લોકોને કનેક્ટ કરી શકે એ વિચારથી આ સોન્ગને કમ્પોઝ કરતો હતો. વળી શૂટ દરમિયાન પણ ગુજરાતીઓ જેટલી એનર્જી અને સ્ટેડિયમની અંદર ફેન્સ ટીમને ચિયર કરતા હોય એવું વાતાવરણ રાખવા માગતો હતો. વળી બીજી બાજુ સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાની સિક્સર્સ અને હેલિકોપ્ટર શોટ્સ પણ આ ગીતમાં શૂટ કરાયા છે.
આદિત્ય ગઢવીએ વધુમાં જણાવ્યું કે આ સોન્ગ જ્યારે ગુજરાતની મેચ દરમિયાન સ્ટેડિયમમાં વાગશે ત્યારે લોકો 'હોવે હોવે' નો રિપ્લાય આપવા આતુર હોઈ શકે છે.
હાર્દિક પંડ્યા અને ગુજરાતની એન્ટ્રી
આ સોન્ગમાં હાર્દિક પંડ્યા ટીમને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતો જોવા મળે છે. તો આની સાથે જ પ્રેક્ટિસ સેશન દરમિયાન પંડ્યા અને ગુજરાતની ટીમના અન્ય વીડિયો ક્લિપ પણ અહીં શેર કરવામાં આવી છે. જેમાં હાર્દિકે હેલિકોપ્ટર શોટ સહિત અન્ય બોલર્સે શાનદાર પ્રેક્ટિસ કરી હતી.
IPL પહેલા ગુજરાતની ટીમનું પ્રેક્ટિસ સેશન તસવીરોમાં....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.