GTનું ઘરઆંગણે 'હાર્દિક સ્વાગત':ગુજરાતની ટીમ અમદાવાદ પહોંચી, પ્લેયર્સ પર ફુલોનો વરસાદ થયો; પપ્પાનો હાથ પકડી અગત્સ્યાએ એન્ટ્રી મારી

એક મહિનો પહેલા

ગુજરાત ટાઈટન્સની ટીમે ક્વોલિફાયર-1 જીતીને અત્યારે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેવામાં અત્યારે ટીમ હોટેલ હયાતમાં રોકાણ કરશે. આ દરમિયાન ટીમના દરેક ખેલાડી અને પરિવારના સભ્ય પર ફુલોનો વરસાદ કરી સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે 29 મેના દિવસે ફાઈનલ મેચ પહેલાં ગુજરાતની ટીમને 3 દિવસનો આરામ મળશે. આ દરમિયાન તેઓ સામાન્ય ઈન્જરીથી રિકવર થવાથી લઈ મોદી સ્ટેડિયમમાં ખાસ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શકશે.

હાર્દિક પંડ્યા અને પુત્ર અગસ્ત્યાનું ખાસ બોન્ડ જોવા મળ્યું, પપ્પાનો હાથ છોડવા જ નહોતો માગતો
હાર્દિક પંડ્યા અને પુત્ર અગસ્ત્યાનું ખાસ બોન્ડ જોવા મળ્યું, પપ્પાનો હાથ છોડવા જ નહોતો માગતો

પપ્પાનો હાથ પકડી અગત્સ્યાએ એન્ટ્રી મારી
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અમદાવાદમાં પોતાના પુત્ર અગત્સ્યા અને પત્ની સાથે પહોંચ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો હાથ પકડી પુત્ર અગત્સ્યે હોટેલમાં પ્રવેશ કર્યો હતો. બંને વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યું હતું. આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર અગત્સ્યા હાર્દિક પંડ્યા સાથે જ રહેવા માગતો હતો.

રાહલુ તેવટિયા અને આશિષ નહેરા પણ ગુલાબના ફુલોની પાંખડી સ્વાગત થતા ખુશ થઈ ગયા હતા
રાહલુ તેવટિયા અને આશિષ નહેરા પણ ગુલાબના ફુલોની પાંખડી સ્વાગત થતા ખુશ થઈ ગયા હતા
ક્વોલિફાયરમાં શાનદાર બેટિંગ કરી શુભમન ગિલ હવે ફાઈનલ માટે રમવા સજ્જ છે
ક્વોલિફાયરમાં શાનદાર બેટિંગ કરી શુભમન ગિલ હવે ફાઈનલ માટે રમવા સજ્જ છે
અમદાવાદમાં આવતા પહેલાં હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી
અમદાવાદમાં આવતા પહેલાં હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી

હાર્દિક-મિલરની તોફાની બેટિંગ

IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

  • ક્વોલિફાયર-1માં ગુજરાતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ અને પાર્ટનરશિપનું રહ્યું છે.
  • ડેવિડ મિલરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 68* રનની ઈનિંગ રમી હતી.
  • હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 5 ચોગ્ગા ફટકારી 40* રનની ઈનિંગ રમી હતી.
  • બંને ખેલાડી વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

IPL 2022માં ગુજરાત ટેબલ ટોપર ટીમ રહી
ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022થી ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરી રહી હતી. તેવામાં દિગ્ગજ ટીમોને હરાવીને અત્યારે ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સિઝનમાં GTની લીગ મેચ સફર અંગે જણાવીએ તો ટીમે 14 મેચ રમી છે જેમાંથી 10માં જીત મેળવી છે જ્યારે 4 મેચમાં હારનો સામનો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...