IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે (GT) 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ને હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન GTના બેટર રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો...
કૃણાલની બોલિંગ પર હાર્દિક કેચ આઉટ
ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેવામાં 15 રનની અંદર 2 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક અને મેથ્યુ વેડ વચ્ચે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી. પરંતુ લખનઉના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાના ભાઈ તથા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો.
કૃણાલની ઓવરના પહેલા બોલ પર જ હાર્દિક લોફ્ટેડ શોટ મારવા ગયો હતો. જેનું ટાઈમિંગ ખાસ ન થતા લખનઉના મનીષ પાંડેએ તેનો કેચ પકડી લીધો હતો. તેવામાં શાનદાર લયમાં જોવા મળી રહેલા હાર્દિકની વિકેટ તેના જ ભાઈ કૃણાલે લીધી હતી.
LSGના હુડા અને આયુષ વચ્ચે શાનદાર પાર્ટનરશિપ
ગુજરાતે 29 રનમાં 4 વિકેટ ઝડપી લેતા દીપક હુડા અને આયુષે લખનઉની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન તેમણે પાંચમી વિકેટ માટે 68 બોલમાં 87 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોકે ત્યારપછી હુડા 55 રન કરીને આઉટ થઈ ગયો હતો. જ્યારે આયુષ પણ ફિફ્ટી ફટકારી 54 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. બંનેની શાનદાર ઈનિંગના પરિણામે લખનઉની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કરી શકી હતી.
કપિલ દેવના વિન્ટેજ કેચનો રિપ્લે
રાહુલનો વિચિત્ર રેકોર્ડ
કેએલ રાહુલ IPLમાં બીજી વાર 0 રન કરી આઉટ થયો હતો. અગાઉ 2016માં, રાહુલ ગુજરાત લાયન્સ સામે ધવલ કુલકર્ણી દ્વારા શૂન્ય પર આઉટ થયો હતો અને આ મેચમાં તે મોહમ્મદ શમીના બોલ પર 0 રને પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન ખાસ વાત એ રહી કે તે બંને વાર ગોલ્ડન ડક પર અને ગુજરાત સામે જ આઉટ થયો હતો. વળી રાહુલ પહેલા જ બોલ પર શૂન્ય રન કરી આઉટ થનારો IPLનો બીજો કેપ્ટન બની ગયો છે. રાહુલ પહેલા બ્રેન્ડન મેક્કુલમ 2009માં RCB સામે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.
પાવરપ્લેમાં ગુજરાતની ગર્જના
હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી તમામ જવાબદારી ગુજરાતના અનુભવી પેસર મોહમ્મદ શમીએ સંભાળી લીધી હતી. તેણે પહેલી ઓવરના પહેલા બોલ પર જ લખનઉના કેપ્ટનને આઉટ કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી દીધી હતી. ત્યારપછી તો જોતજોતામાં 29 રનની અંદર લખનઉએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ટાઈટનના શમીએ પહેલા 3 ઓવરના સ્પેલમાં 10 રન આપી 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ એરોને 1 વિકેટ લીધી હતી.
રસપ્રદ જાણકારી
મેચની મહત્ત્વપૂર્ણ ક્ષણો
1. હાર્દિક બન્યો ટોસનો બોસ
વાનખેડે સ્ટેડિયમની પિચ પર ગુજરાતના કેપ્ટન હાર્દિકે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. તેવામાં સિઝનની પહેલી મેચમાં કોલકાતાના ઉમેશ યાદવે ચેન્નઈના બંને ઓપનર્સને આઉટ કરી દીધા હતા. જેના પરિણામે હવે મોહમ્મદ શમીએ પણ લખનઉના કેપ્ટન રાહુલ અને બેટર ડિકોકને આઉટ કરી મેચમાં મજબૂત પકડ બનાવી દીધી હતી. તેવામાં ગુજરાતની ટીમને ટોસ ફળ્યો છે.
બંને ટીમની પ્લેઇંગ-11
હાર્દિકે કેપ્ટનશિપ સહિત અંગત સવાલો પૂછ્યા
મેચના એક દિવસ પહેલાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કે.એલ.રાહુલને ફોન કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે મજાકમસ્તીભરી ચર્ચાઓ પણ થઈ હતી, જેનો વીડિયો ગુજરાત ટાઈટન્સે શેર કર્યો છે. આ દરમિયાન બંને ખેલાડીએ એકબીજાને પોતાના વિશે જણાવવા કહ્યું હતું, જેના જવાબમાં પહેલા રાહુલે કહ્યું કે હાર્દિક, તું તો મારો ભાઈ છે, પરંતુ તું મારા વિશે શું વિચારે છે એ જણાવ. એવામાં હાર્દિકે ગુજ્જુ સ્ટાઈલમાં ભાઈ-ભાઈ કહ્યું હતું.
રાહુલે હાર્દિકને કહ્યું, મારી નકલ ના કર
હાર્દિક અને રાહુલ વચ્ચે જે ફોન થયો એમાં મોટા ભાગે બંનેના જવાબ સરખા હતા. તેવામાં રાહુલ અવારનવાર કહેતો હતો કે હાર્દિક તું મારા જવાબની નકલ ના કર. ઉલ્લેખનીય છે કે હાર્દિકની કેપ્ટનશિપ અંગે રાહુલે વધુમાં જણાવ્યું હતું કે હું તને ફિલ્ડ પર કેપ્ટન તરીકે જોઈને ઘણો ઉત્સાહિત છું. જોકે પંડ્યાએ મજાકમાં કહ્યું કે રાહુલ તું કેવો કેપ્ટન છે એ અત્યારે રેકોર્ડિંગમાં નહીં જણાવી શકું.
બંને કેપ્ટને કહ્યું, મેદાનમાં જોઈ લઈશ
હાર્દિકે મજાક મસ્તીમાં રાહુલને એમ પણ કહ્યું કે આ સીઝનમાં મારું અને ટીમનું પ્રદર્શન તારા કરતાં સારું રહેશે. જોકે આના વળતા જવાબમાં રાહુલે પણ મજાકમાં કહી દીધું કે મેદાનમાં આવી જા જોઈ લઈશું કોનું પ્રદર્શન કેવું રહે છે.
મેચની વિગતો
પિચ રિપોર્ટ
IPL 2022ની ઓપનિંગ મેચમાં વાનખેડેની પિચ બોલર્સને મદદરૂપ રહી હતી. તેવામાં આ મેચમાં પણ બેટરે પહેલા સેટ થયા પછી આક્રમક શોટ મારવાના ગેમ પ્લાન સાથે મેદાનમાં રમવું પડશે. જેથી ટોસ જીતીને બંને ટીમના કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું વધારે પસંદ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.