IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 37 રનથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે. RR સામે મેચ જીતવા માટે 193 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન RRના જોસ બટલરે 54 રન કર્યા હતા. જ્યારે ગુજરાત તરફથી યશ દયાળ અને લોકી ફર્ગ્યુસને 3-3 વિકેટ લીધી હતી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....
આની પહેલા ગુજરાતે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 192 રન કર્યા હતા. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 87 રનની ઇનિંગ રમી હતી અને તે ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે RR તરફથી રિયાન પરાગ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેને 1-1 વિકેટ લીધી હતી.
બટલરની તોફાની ઇનિંગ્સ, ફર્ગ્યુસને બોલ્ડ કર્યો
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે 23 બોલમાં પોતાની IPL કરિયરની 13મી ફિફ્ટી પૂરી કરી હતી. તેણે સિક્સ ફટકારી અર્ધસદી તો મારી પરંતુ તે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ગુજરાતના ફાસ્ટ બોલર ફર્ગ્યુસને તેને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઈનિંગમાં બટલરે 225ના સ્ટ્રાઈક રેટથી 24 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા મારી 54 રન કર્યા હતા.
મિલરે તોફાની ઇનિંગ્સ રમી
પહેલી 4 મેચમાં કંઇ ખાસ પ્રદર્શન ના કરી શકનારા ડેવિડ મિલરે આ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 14 બોલમાં અણનમ 32 રન કર્યા હતા. ઇનિંગ્સની 19મી ઓવરમાં મિલરે કુલદીપ સેન સામે 20 રન ફટકાર્યા હતા. આની સાથે જ કેપ્ટન હાર્દિક અને મિલર વચ્ચે 25 બોલમાં 53* રનની પાર્ટનરશિપ થઈ હતી.
પંડ્યાની સતત બીજી ફિફ્ટી
હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમીને 33 બોલમાં તેની IPL કરિયરની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી.
હાર્દિક અને અભિનવ જોડી હિટ
ગુજરાતે 53 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી હાર્દિક પંડ્યા અને અભિનવ મનોહરે ઇનિંગ્સને સંભાળતા ચોથી વિકેટ માટે 86 રન જોડ્યા હતા. ચહલે અભિનવને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી. તેવામાં પ્રેશરમાં શાનદાર બેટિંગ કરતા યુવા ખેલાડીએ 28 બોલમાં 43 રન કર્યા હતા. અશ્વિને મિડવિકેટ પર મનોહરનો કેચ પકડ્યો હતો.
મેથ્યુ વેડ રનઆઉટ થયો
ગુજરાતની શરૂઆત આક્રમક રહી હતી. મેથ્યુ વેડે પહેલી જ ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ રન આઉટ થતાં બીજી જ ઓવરમાં વેડે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 8 બોલમાં 12 રન કર્યા હતા. તમને જણાવી દઈએ કે મેથ્યુ વેડ આ સિઝનમાં અત્યારસુધી ફ્લોપ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરે 5 મેચમાં માત્ર 68 રન જ કર્યા છે.
ટ્રેન્ટ બોલ્ટ ઈજાગ્રસ્ત
RRએ પ્લેઈંગ-11માં ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ જીમી નીશમને તક આપી છે. તમને જણાવી દઈએ કે બોલ્ટ ગત દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તેને આ મેચ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો. તે જ સમયે GTએ દર્શન નલકાંડેના સ્થાને યશ દયાળ અને સાઈ સુદર્શનની જગ્યાએ વિજય શંકરનો સમાવેશ કર્યો છે.
બંને ટીમના પ્લેઈંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.