GTએ 3 વિકેટથી CSKને હરાવ્યું:રોમાંચક મેચમાં ગુજરાતના મિલરે 94* રનની ઈનિંગ રમી, ચેન્નઈના જોર્ડને 58 રન લૂટાવ્યા

એક મહિનો પહેલા

IPL 2022માં 29મી મેચમાં ગુજરાત ટાઈટન્સે 3 વિકેટથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું છે. આ દરમિયાન GTને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 1 બોલ પહેલા ચેઝ કરી લીધો છે. ગુજરાતના ડેવિડ મિલરે 94* રન તથા કેપ્ટન રાશિદે 40 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તો ચેન્નઈના બોલર ક્રિસ જોર્ડને 3.5 ઓવરમાં 58 રન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી તે આ મેચની પ્લેઇંગ-11માં સામેલ નહોતો. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....

ડેવિડ મિલરે 51 બોલમાં 94 રનની ઈનિંગ રમી
ડેવિડ મિલરે 51 બોલમાં 94 રનની ઈનિંગ રમી

સાહા પણ ફ્લોપ રહ્યો
આ સિઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલો વિકેટકીપર રિદ્ધિમાન સાહા મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. સાહા 18 બોલમાં 11 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. તેનો કેચ ઋતુરાજ ગાયકવાડે ડીપ સ્ક્વેર લેગ પર પકડ્યો હતો.

2 રનમાં 2 વિકેટ પડી હતી
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં શુભમન ગિલ ગોલ્ડન ડક પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યારપછી વિજય શંકર પણ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આ બંને વિકેટ GTએ માત્ર 2 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી.

  • વિજય શંકર પણ IPLમાં બીજીવાર 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
  • અભિનવ મનોહર 12 રને આઉટ થયો હતો.
  • પાવરપ્લે સુધી GTનો સ્કોર 3 વિકેટે 37 રન હતો.

પ્લેઈંગ-11માંથી હાર્દિક બહાર

ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને સામાન્ય ઈજા હોવાથી તેણે આ મેચમાંથી આરામ લીધો છે. તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિકની જાંઘ જકડાઈ ગઈ હોવાથી તે આ મેચ રમી રહ્યો નથી. તેના સ્થાને રાશિદ ખાન કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો.

ચાર હજારી રાયડુ
અંબાતી રાયડુએ આ મેચમાં પોતાની ઇનિંગ્સના 2 રન કરતાની સાથે જ IPLમાં પોતાના 4 હજાર રન પૂરા કરી લીધા છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ રેકોર્ડ નોંધાવનારો તે 11મો ખેલાડી બની ગયો છે.

CSKનો પાવર પ્લે
મેચની પહેલી 6 ઓવર ચેન્નઈ સુપર કિંગ્સની તરફેણમાં ગઈ નહોતી. પાવર પ્લેમાં ટીમે 2 વિકેટ ગુમાવીને માત્ર 39 રન કર્યા હતા. આ દરમિયાન શમીએ ઉથપ્પા (3)ની વિકેટ લીધી, જ્યારે અલ્ઝારી જોસેફે CSKના શાનદાર બેટર મોઈન અલીને આઉટ કર્યો હતો. CSKએ આ પાવરપ્લેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

બંને ટીમની પ્લેઇંગ-11

  • GT: શુભમન ગિલ, ઋદ્ધિમાન સાહા, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, યશ દયાળ
  • CSK: રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, મુકેશ ચૌધરી, ક્રિસ જોર્ડન, મહિશ થીક્ષ્ણા
અન્ય સમાચારો પણ છે...