ગુજરાત ટાઈટન્સની પ્લેઓફમાં એન્ટ્ર્રી:લખનઉની ટીમ 82 રનમાં સમેટાઈ, ગુજરાતનો લો સ્કોરિંગ મેચમાં 62 રને ભવ્ય વિજય; રાશિદ ખાને 4 વિકેટ ઝડપી

6 દિવસ પહેલા
  • યશ દયાળ અને સાઈ કિશોરે 2-2 વિકેટ લીધી

ગુજરાત ટાઇટન્સ IPL 2022ના પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. મંગળવારે રમાયેલી મેચમાં ગુજરાતે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી.

જવાબમાં લખનઉની ટીમ 13.5 ઓવરમાં 82 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. દીપક હુડ્ડાએ સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ​​રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી. યશ દયાલ અને આર સાઈ કિશોરને 2-2 વિકેટ મળી હતી.

ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે. શુભમન ગિલે સિઝનની ચોથી ફિફ્ટી ફટકારી અણનમ 63 રન બનાવ્યા છે. લખનઉ તરફથી ફાસ્ટ બોલર આવેશ ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. રિદ્ધિમાન સાહા 11 બોલમાં 5 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવેશ ખાને મેથ્યુ વેડ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. ડેવિડ મિલર 26 રન બનાવીને જેસન હોલ્ડરના બોલ પર આયુષ બદોનીના હાથે કેચ આઉટ થયો હતો.

બંને ટીમોની પ્લેઈંગ-11
લખનઉ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક (WC), કેએલ રાહુલ (C), દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, જેસન હોલ્ડર, કરણ શર્મા, દુષ્મંથા ચમીરા, આવેશ ખાન, મોહસીન ખાન

ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (WC), શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા (C), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઇ કિશોર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી

બંને નવી ટીમોએ સીઝનમાં પોતાના પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. LSGએ 11 મેચ રમીને 8માં જીત હાંસલ કરી છે તેમનો રન રેટ +0.703 છે. GTએ પણ 11 મેચોમાં 8 જીતી છે અને તેમનો રન રેટ +0.120 છે.

અન્ય સમાચારો પણ છે...