કેએલ રાહુલે ગેલ-વોર્નરનો રેકોર્ડ તોડ્યો:IPLમાં 4 વખત 600 પ્લસ રન બનાવનાર બેટ્સમેન, ગેલ-વોર્નર 3 વખત જ આવું કરી શક્યા

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની 15મી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ ભલે જ ફાઈનલ સુધી ન પહોંચી શકી, પણ LSGના કેપ્ટન કેએલ રાહુલે જરૂરથી પોતાના નામે એક રેકોર્ડ બનાવ્યો છે. રાહુલ ચાર સીઝનમાં 600 પ્લસ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે.

બુધવારે પ્લેઓફ માટે રમાયેલા એલિમિનેટર મુકાબલામાં લખનઉને બેંગલુરુએ 14 રનથી હરાવ્યું. તો આ મેચમાં કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રનની ઈનિંગ રમીને આ સીઝનમાં 600થી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો. તેમને 15 મેચમાં 2 સેન્ચુરીની સાથે 616 રન બનાવ્યા. જેની સરેરાશ 51.33 રહી, જ્યારે સ્ટ્રાઈક રેટ 135.38.

આ પહેલાં રાહુલે 2021માં 62.60ની સરેરાશથી 626 રન બનાવ્યા હતા. જેમાં 6 હાફ સેન્ચુરી સામેલ હતી. તો સ્ટ્રાઈક રેટ 138.80નો રહ્યો. 2020માં પણ તેમને 600થી વધુ રન બનાવ્યા હતા. રાહુલે આ સીઝનની 14 મેચમાં 55.83ની સરેરાશથી 670 રન બનાવ્યા હતા, જે તેમના IPL કેરિયરમાં એક સીઝનાં સૌથી વધુ રન પણ છે. તેમની સ્ટ્રાઈક રેટ 129.34 હતી. આ સીઝનમાં એક સેન્ચુરી પણ ફટકારી હતી. 2018માં તેમને 14 મેચ 54.91ની સરેરાશથી 659 રન બનાવ્યા. તેમની સ્ટ્રાઈક રેટ 158.41 રન રહી. 2019માં 7 રન ઓછા થતાં 600 રન પૂરાં કરી શક્યો ન હતો. આ સીઝનમાં 14 મેચમાં 53.90ની સરેરાશથી 593 રન બનાવ્યા. જો તેને જોડવામાં આવે તો IPLમાં સતત 5 વર્ષ સુધી 590 રનથી વધુ રન બનાવનાર પણ પહેલો બેટ્સમેન છે.

કેએલ રાહુલે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરૂદ્ધ 58 બોલમાં 79 રનની ઈનિંગ રમી.
કેએલ રાહુલે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરૂદ્ધ 58 બોલમાં 79 રનની ઈનિંગ રમી.

ક્રિસ ગેલ અને વોર્નરે બનાવ્યા છે, ત્રણ સીઝનમાં 600થી વધુ રન
રાહુલ પછી વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે IPLની 3-3 સીઝનમાં 600થી વધુ રન બનાવ્યા છે. ગેલે સતત ત્રણ સીઝન 2011, 2012 અને 2013માં 600થી વધુ રન બનાવ્યા છે. ગેલે 2013માં 16 મેચમાં 59ની સરેરાશથી 708 રન બનાવ્યા હતા, જેમાં એક સેન્ચુરી અને 4 હાફ સેન્ચુરી હતી. તેમની સ્ટ્રાઈક રેટ 156.29 હતી. તો 2012માં 15 મેચમાં તેમને 61ની સરેરાશથી 733 રન બનાવ્યા. આ તેમની IPL કેરિયરમાં એક સીઝનમાં સૌથી વધુ રન પણ છે. તેમે આ સીઝનમાં પોતાની ઈનિંગમાં એક સેન્ચુરી અને 7 હાફ સેન્ચુરી ફટકારી હતી. તેમની સ્ટ્રાઈક રેટ 160.74 રહી હતી. તો 2011માં પણ 12 મેચમાં 67.55ની સરેરાશથી 608 રન બનાવ્યા. જેમાં 2 સેન્ચુરી અને 3 હાફસેન્ચુરી સામેલ છે. તેમની સ્ટ્રાઈક રેટ 183.13 હતી.

વોર્નરે 2017થી 2019 સુધી સતત 600થી વધુ રન બનાવ્યા. 2019માં તેને 12 મેચમાં 69.20ની સરેરાશથી 692 રન બનાવ્યા. જેમાં તેને 1 સેન્ચુરી અને 8 હાફસેન્ચુરી ફટકારી હતી. તેમની સ્ટ્રાઈક રેટ 143.86 રહી. તો 2017માં તેમને 14 મેચમાં 58.27ની સરેરાશથી 641 રન બનાવ્યા. જેમાં 1 સેન્ચુરી અને 4 હાફ સેન્ચુરી સામેલ હતી. તેમની સ્ટ્રાઈક રેટ 141.81 રહી. 2016માં 17 મેચમાં 60.57ની સરેરાશથી 848 રન બનાવ્યા. જેમાં 9 હાફસેન્ચુરી ફટકારી હતી. આ તેમની IPL કેરિયરના એક સીઝનમાં સૌથી વધુ રન પણ છે. તેમને 151.42ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

કેએલ રાહુલ સતત 5 વખત 500થી વધુ રન બનાવ્યા
કેએલ રાહુલ સતત 5 મેચમાં દરેક સીઝનમાં 590થી વધુ રન બનાવ્યા છે. પણ પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં અસફળ રહ્યાં. લખનઉના કેપ્ટન પહેલા તે પંજાબ કિંગ્સના કેપ્ટન હતા. તેઓ 2018થી 2021 સુધી પંજાબ માટે રમ્યાં. દર વર્ષે 590થી રન બનાવ્યા પણ પંજાબ કિંગ્સ એક વખત પણ ફાઈનલ સુધી ન પહોંચી શકી.

અન્ય સમાચારો પણ છે...