આઈપીએલ 2021:IPL આજથી, ચાહકોને રીઝવવા દુબઈની રેસ્ટોરાં લાડુ, ભાજીપાંઉ સર્વ કરશે

દુબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 7:30 વાગ્યે પહેલી મેચ, ચાહકો સાથે બજાર-રેસ્ટોરાં પણ તૈયાર

આઈપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત દુબઈમાં રવિવારથી શરૂ થઈ રહી છે. પહેલા દિવસે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આઈપીએલ સાથે જ દુબઈના માર્કેટમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ગ્રાઉન્ડમાં ટિકિટના વેચાણ સાથે જ હોટલ, બાર અને રેસ્ટોરન્ટ માર્કેટમાં પણ ભારે ઊર્જા અનુભવાઈ રહી છે.

કોરોનાની આશંકાના કારણે અનેક પ્રશંસકો સ્ટેડિયમમાં નહીં, પરંતુ ટીવી સ્ક્રીન પર મેચ માણવા માંગે છે. આ માટે દુબઈની અનેક રેસ્ટોરાં, હુક્કાબાર અને બાર તૈયાર છે. દુબઈમાં જુમેરાત સ્થિત ઓલ્ડ કેસ્ટેલો રેસ્ટોરન્ટ ઓલ્ડ ઈઝ ગોલ્ડ શૈલીમાં પ્રશંસકોને આવકારશે.

શીશા કેફેમાં ભારતીય-અરબી વ્યંજનો સાથે અહીં 200થી વધુ પ્રશંસકો સાથે બેસીને 12 ટીવી સ્ક્રીન અને ભવ્ય પ્રોજેક્ટર સ્ક્રીન પર મેચનો આનંદ લઈ શકશે. ઓલ્ડ કેસ્ટેલોએ શેફ વિશેષ આઈપીએલ થીમ મેન્યૂ પણ લોન્ચ કર્યું છે. અહીં પ્રશંસકો રાજસ્થાની રોયલ બુંદી લાડુ, દિલ્હીવાલે ચિકન ટેકોસ, હૈદરાબાદી શમી કબાબ, પંજાબી કટાફી કબાબ, બમ્બઈઆ પાંઉભાજી સ્લાઈડર, સુપરકિંગ કરી લીવ્સ જિંઘા, કલકત્તા ફિશ એન ચિપ્સ અને બેંગ્લોરિયન મિની ઈડલીનો લુત્ફ પણ લઈ શકશે.

મોકટેલ માટે કેપ્ટન કુલર, હાર્ટ બ્રેકર, મસાલેદાર અમરુદ યોર્કર, બુલફ્રોગ ક્રીઝ, કિટકેટ મિલ્કશેક સાથે બીજુ પણ ઘણું બધુ છે. રેસ્ટોરાંના માલિક એતિ ભસીને ભાસ્કરને કહ્યું કે, આઈપીએલ સીઝન પાછી આવી ચે. બાર કે શીશા કેફેમાં દોસ્તો કે ઓફિસના સાથીદારો સાથે અહીં મેચનો આનંદ લઈ શકે છે.

IPL થીમ પર મેનૂ, કેક, માસ્ક અને ટી-શર્ટ પણ

  • આઈપીએલ રેસ્ટોરાં અને કેફેએ હુક્કા લાઉન્જની બહારની દીવાલ મોટા સ્ક્રીનમાં બદલી નાંખી છે. પ્રશંસકો અરબી ભોજન અને હુક્કા સાથે મેચનો આનંદ લઈ શકશે.
  • દુબઈની બેકરીના શૉ-રૂમ્સમાં જુદો જ ઉત્સાહ છે. શારજહાંની એક બેકરીમાં વેલકમ બેક આઈપીએલ કેક ઉપલબ્ધ હશે. સેલ્સ મેનેજર સંતોષ કહે છે કે, જેમ જેમ જુસ્સો વધશે, કોર્પોરેટ અને ઓફિસ પાર્ટી માટે કેકની માગ વધશે.

અન્ય સમાચારો પણ છે...