આઈપીએલની 15મી સિઝનમાં રવિવાર સુધી 29 મેચ રમાઈ. તેમાં ઘણા બોલર એવા રહ્યાં છે જેમણે હંમેશની જેમ પોતાને સાબિત કર્યા છે. જેમાં કોલકાતાનો ઉમેશ યાદવ ટોપ પર છે. તે પાવરપ્લેમાં વિકેટ ઝડપી રહ્યો છે, સાથે રન પણ ઓછા આપી રહ્યો છે. સૌથી વધુ ડૉટ બોલ પણ તેણે જ નાંખ્યા છે. બેસ્ટ ઈકોનોમી, સૌથી વધુ ડૉટ બોલ અને પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટના ટોપ-5માં કેકેઆરનો ઉમેશ સામેલ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તેને ટીમે 2 કરોડની બેઝ પ્રાઈઝમાં જ સામેલ કર્યો હતો. તે વર્તમાન સિઝનમાં સૌથી સફળ ભારતીય બોલર સાબિત થઈ રહ્યો છે.
માત્ર નારાયણે 5 કે તેથી ઓછી ઈકોનોમીથી રન આપ્યા છે
કેકેઆરના વધુ એક બોલરે વિરોધી બેટર્સની મુશ્કેલીઓ વધારી છે. કેરેબિયન સ્પિનર નારાયણ બેટર્સને મોટા શૉટ્સ રમતા અટકાવી રહ્યો છે. તેણે માત્ર 5ની ઈકોનોમીથી રન આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.